SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ થાણભંગી ક્ષણેક્ષણે નાશ પામનારો; પ્રતિ સમય જેનો ધ્વંસ થાય છે એવો; | ક્ષણભંગુર ; ક્ષણિક છાણભેદુ :ભિન્ન સમય; ભિન્ન ભિન્ન સમય. ઘણવિનાશરૂપે :ક્ષણે ક્ષણે નાશ પામતા ઘણવિનાશરૂપે પ્રવર્તતા રોય પર્યાયો ક્ષણે ક્ષણે નાશ પામતા જણાવા યોગ્ય પર્યાયો. શણિક એક સમય પૂરતી. છાણિક નાથ :નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી. હવે વર્તમાનની વાત કરે છે કે (આત્મા) નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી. એટલે વર્તમાનમાં છે એવો ને એવો ત્રિકાળ છે. અને સ્પષ્ટ પ્રકાશમાન જયોતિ છે. પરની અપેક્ષા રાખ્યા વિના પોતે પોતાને જ્ઞાનમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્ય જયોતિ પોતે ગણિક ભાવ :અનિત્ય ભાવ; નાશવંત ભાવ; ચંચળ ભાવ. અસ્થાયી ભાવ. (૨) ત્રિકાળ ન ટેક તેવો ક્ષણિકભાવ; અભૂતાર્થ. ઘણિક વ્યક્તિ એક સમયથી એક પર્યાય; એક સમયની અવસ્થા. રાણિકવાદ કોઇપણ વસ્તુ ક્ષણ માત્રથી વધુ ટકી શકતી નથી એવો મત સિદ્ધાંત (બૌધ્ધ). ત્ર : દ્રવ્યફ વસ્તુના વર્તમાનકાળના નિવાસને ક્ષેત્ર કહે છે. (૧) પરમાત્માના અસંખ્ય પ્રદેશરૂપ પહોળાઈ; પોતાની પહોળાઈરૂપ આકાર (અસંખ્ય પ્રદેશ) (૨) પ્રદેશ સંખ્યા. શેત્રપરાવર્તન વળી જીવ નિરંતરપણે અનંત ક્ષેત્રપરિવર્તન કરી ચૂકયો છે. ચૌદ બ્રહ્માંડનું ક્ષેત્ર છે. તેમાં દરેક પ્રદેશમાં અનંતવાર જન્મયો અને મર્યો છે. અનાદિની ચીજ છે ને ! તેથી દરેક ક્ષેત્રે અનંતવાર પરિભ્રમણ કરી ચૂકયો છે. ભાવપાહુડમાં આવે છે કે હજારો રાણીઓ છોડી, નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું, અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી ગયો, પરંતુ આનંદનો નાથ ત્રિકાળી ભગવાન જે આત્મા તેની દ્રષ્ટિ અને અનુભવ કરવા જોઇએ તે ન કર્યા. એવાં દ્રવ્યલિંગ ધારણ કરી મુનિપણાં લઇને પણ દરેક પ્રદેશે અનંતવાર ૨૮૮ જન્મ-મરણ કરી ચૂકયો છે. જયાં સિધ્ધ ભગવાન બિરાજે છે. ત્યાં પણ અનંતવાર જન્મયો, મર્યો છે; કોઇ ક્ષેત્ર બાકી નથી. આમ જીવે અનંત ક્ષેત્રપરાવર્તન કર્યા છે. ત્રાકાર વૃત્તિ:કાર્ય પ્રદેશકાર વલણ પક શ્રેણી મોહનીય કર્મના બે પ્રકાર છે; દર્શનમોહ અને ચારિત્રમોહ. દર્શનમોહ નાશ પામે ત્યોર સમક્તિ થાય છે. અને ત્યારથી ચારિત્રમોહનો ઉદય નબળો થવા માંડે છે. પૂર્વ વિભાગ (અપૂર્વ અવસર કયારે આવશેની ગાથા ૪ થી ૧૨ સુધી)માં બતાવ્યા પ્રમાણેનો પુરુષાર્થ કરવાથી સાધક સાતમાં ગુણસ્થાનના અંત ભાગમાં આવી જાય છે. તે પછીથી સાધકના ગુણસ્થાનની બે સ્પષ્ટ શ્રેણી પડી જાય છે : ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી. સાતમે ગુણસ્થાને ચારિત્રમોહની ૨૫ પ્રકૃતિનો ક્ષયોપશમ થયા પછી સાધક આઠમે ગુણસ્થાને આવે ત્યારે શ્રેણીની શરૂઆત કરે છે. ૮ થી ૧૨ ગુણસ્થાનોમાં આત્માની સ્થિતિ ઘણો અલ્પસમય રહે છે. પ્રત્યેક ગુણસ્થાને જઘન્ય સ્થિતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્ મુહર્તની હોય છે. તેથી આત્મા શ્રેણી માંડે એટલે કે પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થાય ત્યારથી શરૂ થયેલો તેનો વિકાસ કેવળજ્ઞાનની પ્રાપ્તિએ અટકે છે, અથવા તો ઉપશમ શ્રેણીમાં આત્માનું ૧૧માં ગુણસ્થાનેથી પતન થાય છે. ઉપશમ શ્રેણીવાળો સાધક પોતાનાં ઘાતકર્મોને ઉપશમાવતો ઉપશમાવતો ૧૧માં ગુણસ્થાને પહોંચે છે. એ ત્યાં કર્મના પ્રબળ ઉદયને લીધે તેનું પતન થાય થઈ તે છઠે, ચોથે અથવા પહેલે ગુણસ્થાને અટકે છે. શપક શ્રેણીવાળો સાધક પોતાના કર્મોનો ક્ષય કરતો કરતો દશમાથી ૧૨માં ગુણસ્થાને આવી, ૨૩ મે ગુણસ્થાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ક્ષપક, શ્રેણીમાં કર્મોનો ક્ષય થતો હોવાથી તે ઘાતકર્મો કરી કદી ઉદયમાં આવી શકતાં નથી. ક્ષપકશ્રેણીમાં આવી સમર્થતા હોય છે. પણ અકિંચન (૨) ક્ષય કરવું તે. (૩) ઉપવાસ (૪) ક્ષય કરવું તે. (રાગ દ્વેષનો નાશ કરવો તે.) પણમાં ઉપવાસમાં (૨) અનશનમાં.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy