________________
·
જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છા દશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ આવ્યા બાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રામાં જીવ પામવા યોગ્ય થયો એ સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિ એ નમસ્કાર હો! નમસ્કાર હો! અરિહંતાણં એટલે અરિનામ વિકાર, ને હંત નામ, તેનો નાશ કરી સ્વના આશ્રયથી જે પૂણ વીતરાગ સર્વજ્ઞદશાને પ્રાપ્ત થયા તે, અરિહંત પ્રભુ છે. હવે જેને અરિહંતદશા પ્રગટ નથી, પણ હું સર્વજ્ઞ સ્વરૂપી અખંડ એક આત્મ દ્રવ્ય છું, એમ પ્રતીતિમાં આવ્યું તેને તે શ્રધ્ધાપણે કેવળજ્ઞાન થયું. વળી તે કાળે પ્રગટ જ્ઞાનમાં એવો નિશ્ચય થયો, તે વિચાર દશાએ કેવળજ્ઞાન થયું, વળી સર્વજ્ઞસ્વભાવની પૂરણ પ્રગટતા રૂપ કેવળ જ્ઞાનની ભાવના થઇ તે, ઇચ્છા દશાએ કેવળજ્ઞાન થયું. પહેલાં પર્યાય બુદ્ધિમાં કેવળજ્ઞાનનાં શ્રદ્ધાન-જ્ઞાન ને ભાવના ન હતાં. પર્યાયબુદ્ધિમાં હું અલ્પજ્ઞ જ છું, એમ માન્યું હતું, અને તેમાં જ રાગબુદ્ધિ વર્તતી હતી. પણ હવે, ચૈતન્ય પ્રકાશનો પુંજ, જ્ઞાનાનંદનો દરિયો, શાંતરસનો સમુદ્ર છું, સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા છું એમ અંતરમાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું, વિચાર દશાએ કેવળજ્ઞાન પ્રગટ થયું ને અલ્પકાળમાં આ મતિ-શ્રુતજ્ઞાનનો વ્યય થઇ કેવળજ્ઞાન થશે-એમ ભાવનાદશાએ કેવળજ્ઞાન થયું, અહા! જેમ આરસનાં સ્થંભની એક હાંસ દેખાતી હોય તો તે એક હાંસના જ્ઞાનથી આખા સ્તંભનું જ્ઞાન થઇ જાય છે તેમ પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિશ્ચય થતાં, જ્ઞાનમાં આખા શેયનો નિશ્ચય થઇ જાય છે.
મોહનો ક્ષય થવાથી (અંતર્મુહર્ત ક્ષણકષાય નામનું ગુણસ્થાન પામ્યા બાદ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે કર્મોનો એકી સાથે ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
પરિપૂર્ણ આત્મ સાધન જ્ઞાન
•
૨૮૧
જ્ઞાનાવરણ કર્મના સંપૂર્ણ આવરણના અત્યંત ાયથી ઉત્પન્ન થયેલ, જે જ્ઞાનથી સંપૂર્ણ મૂર્ત-અમૂર્તરૂપ દ્રવ્યસમૂહને વિશેષરૂપે જાણવામાં આવે છે, તેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે, અને તે સ્વાભાવિક હોય છે. કેવળજ્ઞાનને અનંત ચક્ષુ અથવા સર્વચક્ષુ પણ કહેલ છે. કેવળજ્ઞાનમાં લોકઅલોક (આખું વિશ્વ) અણુની જેમ ત્રિકાળ દ્રવ્ય ગુણ પર્યાય સહિત, એક સમયમાં સ્પષ્ટ દેખાય છે. આવું અચિંત્ય બે હદ જ્ઞાન શક્તિવાળું કેવળજ્ઞાન, દરેક આત્મા સધ ચૈતન્યમય હોવાથી તેના સ્વદ્રવ્ય અને સ્વભાવનું ત્રિકાળ શક્તિરૂપે વિદ્યમાન છે; તેનો કોઇ સમયે અભાવ નથી. લોકાલોકની અંદર રહેલા રૂપીઅરૂપી સર્વ દ્રવ્યોને તથા તેના અતીત, અનાગત અને વર્તમાન કાળના સર્વ પર્યાયોને એક સાથે એક સમયે જાણે તેને કેવળજ્ઞાન કહીએ. જે ત્રણ લોકના ત્રણ કલાવર્તી સર્વ પદાર્થોને (સર્વદ્રવ્ય-ગુણ પર્યાયો સહિત) ભિન્ન ભિન્ન પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણરૂપે સ્પષ્ટ અને એક સાથે એક કાળમાં દેખે અને જાણે, તેને કેવળજ્ઞાન કહે છે. કેવળજ્ઞાનમાં કાંઇ પણ જણાયા વિના રહેતું નથી. સર્વ જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થવાથી અનંત જ્ઞાનનો પ્રકાશ થવો તે કેવળજ્ઞાન છે. શુકલ ધ્યાનના પ્રભાવથી સર્વ જ્ઞાનાવરણ કર્મનો જ્યારે ક્ષય થઇ જાય છે. ત્યારે આ જ્ઞાન તેરમા ગુણ સ્થાન કે સયોગી કેવળી જિનને પ્રકટ થાય છે. એક વખત પ્રકાશ થયા પછી ફરી મિલન થતું નથી. પાંચ જ્ઞાનોમાં મતિ, શ્રુત, પરોક્ષ છે, કારણ કે ઇન્દ્રિય અને મનથી થાય છે પરંતુ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે કારણ કે આત્માથી થાય છે.કેવળજ્ઞાન શક્તિરૂપે રહ્યું છે કે સત્તારૂપે? દિગ્મબર સમ્પ્રદાય એમ કહે છે કે આત્મામાં કેવળજ્ઞાન શક્તિરૂપે રહ્યું છે. શ્વેતામ્બર સંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. શક્તિ શબ્દનો અર્થ સત્તાથી વધારે ગૌણ થાય છે. શક્તિરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઇ કેવળાજ્ઞાન પ્રગટ થાય. સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. સત્તામાં કર્મપ્રકૃતિ હોય