SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, તેમ જાણે છે. જો સર્વજ્ઞના જ્ઞાનની દિવ્યતા છે. ભૂત-ભવિષ્યની અવિદ્યમાન પર્યાયો કેવળજ્ઞાનમાં વિદ્યમાન જ છે. અહાહા! એક સમયની કેવળજ્ઞાન પર્યાયની, આવી વિસ્મયતા અને આશ્યતા છે, તો આખા દ્રવ્યના સામર્થ્યની વિસ્મયતા અને આર્શયતાનું કહેવું શું? કેવળ દયા અહિંસા ગુણની સિદ્ધ થાય તે. કેવળ દર્શન કેવળજ્ઞાનની સાથે થવા વાળા સામાન્ય પ્રતિભાસને, કેવળ દર્શન કહે છે. (આત્મા સ્વ-પરનો દર્શક અને સ્વ પરનો ગ્લાયક છે.) (૨) સમસ્ત આવરણના અત્યંત ક્ષયે , કેવળ જ (આત્મા એકલો જ). મૂર્ત-અમૂર્ત દ્રવ્યને, સકળપણે સામાન્યતઃ અવબોધે છે, તે સ્વાભાવિક કેવળદર્શન છે. કેવળ બોધ :જ્ઞાન કેવળ વ્યવહારસંબંધી(અશાની) જીવોનું સંવર્ધન અને તેનું ફળ :પરંતુ જેઓ કેવળ વ્યવહારાલંબી (કેવળ વ્યવહારને અવલંબનારા) છે તેઓ ખરેખર ભિન્ન સાધ્યસાધનભાવના (ખરેખર સાધ્ય અને સાધન અભિન્ન હોય છે. જયાં સાધ્ય અને સાધન ભિન્ન કહેવામાં આવે ત્યાં “આ સત્યાર્થ નિરૂપણ નથી પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કર્યું છે.' એમ સમજવું જોઈએ. કેવળ વ્યવહારલંબી જીવો આ વાતને ઊંડાણથી નહિ શ્રદ્ધાના થકા અર્થાતુ ખરેખર શુભભાવરૂપ સાધનથી જ શુદ્ધભાવરૂપ સાધ્ય પ્રાપ્ત થશે એવી શ્રદ્ધા ઊંડાણમાં સેવતા થકા નિરંતર અત્યંત ખેદ પામે છે.) અવલોકન વડે નિરંતર અત્યંત ખેદ પામતા થકા (૧) ફરી ફરીને ધર્માદિના શ્રદ્ધાનરૂપ અધ્યવસાનમાં તેમનું ચિત્ત લાગ્યા કરતું હોવાથી ,(૨) પુષ્કળ શ્રત ના દ્રવ્યશ્રતના) સંસ્કારથી ઊઠતા વિચિત્ર (અનેક પ્રકારના) વિકલ્પોની જાળ વડે તેમની ચૈતન્યવૃત્તિ ચિત્રવિચિત્ર થતી હોવાથી અને (૩) સમસ્ત યતિઆચારના સમુદાયરૂપ તપમાં પ્રવર્તનરૂપ કર્મકાંડની ધમાલમાં તેઓ અચલિત રહેતા હોવાથી, (૧)કયારેક કોઈકની (કોઈક બાબતની) રુચિ કરે છે, (૨) કયારેક કોઈકના (કોઈક બાબતના) વિકલ્પ કરે છે. અને (૩) કયારેક કાંઈક આચરણ કરે છે, દર્શનાચરણ માટે-તેઓ કદાચિત્ પ્રશમિત થાય છે. કદાચિત્ સંવેગ પામે છે. કદાચિત્ અનુકંપિત થાય છે, કદાચિત્ આસ્તિકયને ધારે છે, ૨૭૭ શંકા,કાંક્ષા, વિચિકિત્સ અને મૂઢદષ્ટિતાના ઉત્થાનને અટકાવવા અને જે નિત્ય કટિબદ્ધ રહે છે, ઉપભ્રહણ, સ્થિતિકરણ, વાત્સલય અને પ્રભાવનાને ભાવતા થકા વારંવાર ઉત્સાહને વધારે છે, જ્ઞાનાચરણ માટે સ્વાધ્યાયકાળને અવલોકે છે. બહુ પ્રકારે વિનયને વિસ્તારે છે. દુર્ધર ઉપધાન કરે છે. સારી રીતે બહુમાનને પ્રસારે છે, નિહ્નવદોષને અત્યંત નિવારે છે, અર્થ, વ્યંજન અને તે બન્નેની શુદ્ધિમાં અત્યંત સાવધાન રહે છે, ચારિત્રાચરણ માટે-હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહની સર્વવિરતિરૂપ' પંચમહાવ્રતોમાં તલ્લીન વૃત્તિવાળા રહે છે, સમ્યક યોગનિગ્રહ જેનું લક્ષણ છે(યોગનો બરોબર નિરોધ કરવો તે જેનું લક્ષણ છે.) એવી ગુપ્તિઓમાં અત્યંત ઉદ્યોગ રાખે છે, ઈર્યા, ભાષા,એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગરૂપ સમિતિઓમાં પ્રયત્ન અત્યંત જોડે છે. પાચરણ માટે-અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિકતશવ્યાસન અને કાયકલેશમાં સતત ઉત્સાહિત રહે છે, પ્રાયશ્ચિત,વિનય,વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ સામગ્રી વડે નિજ અંતઃકરણને અંકુશિત રાખે છે, વીર્યાચરણ માટે-કર્મકાંડમાં સર્વ શકિત વડે રોકાયેલા રહે છે, આમ કરતા થકા, કર્મચેતનાપ્રધાનપણાને લીધે-જો કે અત્યંત અશુભકર્મ પ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે તોપણ - શુભકર્મપ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે એવા તેઓ, સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઊતરેલી દર્શનજ્ઞાન ચારિત્રની ઐકય પરિણતિરૂપ જ્ઞાનચેતનાને જરા પણ નહિ ઉત્પન્ન કરતા થકા, પુષ્કળ પુણ્યના ભારથી મંદ થઈ ગયેલી ચિત્તવૃત્તિવાળા વર્તતા થકા, દેવલોકાદિના કલેશની પ્રાપ્તિની પરંપરા વડે ઘણાં લાંબા કાળ સુધી સંસારસાગરમાં ભમે છે. કહ્યું પણ છે કે જેઓ ચરણ પરિણામપ્રધાન છે અને સ્વસમયરૂપ” પરમાર્થમાં વ્યાપાર રહિત છે, તેઓ ચરણપરિણામનો સાર જે નિશ્ચય (આત્મા) તેને જાણતા નથી. શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ-ટીકામાં વ્યવહાર એકાતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જે કોઈ જીવો વિશુદ્ધ જ્ઞાનદર્શન સ્વભાવવાળા શુદ્ધાત્મતત્ત્વના સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય મોક્ષમાર્ગથી નિરપેક્ષ કેવળ શુભાનુકાનરૂપ વ્યવહારનયને જ મોક્ષમાર્ગ માને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy