SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ (વસ્તુ) ઉપાદાનમાં છે. કોઈપણ સમયે જો નિમિત્તને લઈને, ઉપાદાનમાં પરિણમન થાય, તો ક્રમપ્રવાદરૂપે ઉપાદાન- વસ્તુ પરિણમે, છે એ કયાં રહ્યું ? પ્રત્યેક વસ્તુમાં પર્યાયનો ક્રમબદ્ધ પ્રવાહ થાય છે, અને તે દોડતો થાય છે, એટલે વચ્ચે એક સમયનો, પણ આંતરો પડતો નથી. તે પર્યાયોના પ્રવાહમાં વસ્તુમાં, સ્વકાળે જે પર્યાય ઉત્પન્ન થાય ત્યારે નિમિત્ત હો ભલે, પણ તેમાં નિમિત્ત શું કાર્ય કરે ? નિમિત્ત તો નિમિત્તના, સ્વકાળમાં છે; બસ એટલું જ. કર્મબંધ કર્મબંધ પડ્યા પછી પણ તેમાંથી સત્તામાંથી ઉદય આવ્યા પહેલાં) છૂટવું હોય તો આ બધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. (૨) કર્મબંધ ના ચાર ભેદ છેઃ પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. તેમાં પહેલા બે પ્રકારના ભેદનું કારણ યોગ છે અને છેલ્લા બે ભેદનું કારણ કષાય છે. કષાય છે તે સંસારનું કારણ છે અને તેથી કષાય હોય ત્યાં સુધીના આસવને સામ્યરાયિક આસ્રવ કહે છે; અને કષાય ટળ્યા પછી એકલો યોગ રહે છે ; કશાયરહિત યોગથી થતા આસવને ઇર્યાપથ આસ્રવ કહે છે; આત્માનો તે વખતનો પ્રગટતો ભાવ તે ભાવ-ઇર્યાપથ છે અને દ્રવ્ય કર્મનો આસવ તે દ્રવ્યઇર્યાપથ છે. આ પ્રમાણે ભાવ અને દ્રવ્ય એવા બે ભેદ સામસાયિક આસવમાં સમજી લેવા. ૧૧ થી ૧૩માં ગુણસ્થાન સુધી ઇર્યાપથ આવહોય છે. તે પહેલાંના ગુણસ્થાનોએ સામ્પરાયિક આસ્રવ હોય છે. જેમ વડનું ફળ વગેરે વિશ્વને કપાયેલા રંગનું નિમિત્ત થાય છે તેમ મિથ્યાત્વક્રોધાદિક આત્માને કર્મ-રંગ લાગવાનું નિમિત્ત છે,તેથી તે ભાવોને કષાય કહેવામાં આવે છે, જેમ કોરા ઘડાને રજ અડીને ચાલી જાય, તેમ કષાય રહિત આત્માને કર્મ-રજ અડીને તે જ વખતે ચાલી જાય છે-આને ઇર્યાપથ આસવ કહેવામાં આવે છે. કર્મબંધનાં ચાર કારણો આત્મા એક છે અને સામાન્ય પ્રત્યયો એટલે આસવો ભગવાને ચાર કહ્યા છે. આસવો એટલે કર્મબંધનાં કારણો - મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એ ચાર છે. અને તેનો વિશેષ ભેદ તેર પ્રકારનો છે. મિથ્યાત્વ ગુણસ્થાનથી માંડીને, સયોગી કેવળી (તેર ગુણસ્થાનો) સુધીના આસવો, પુલ કરે છે. આ તેરે ગુણસ્થાનો જડ-અચેતન છે. તેનાં નામ આ પ્રમાણે છે. મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરતિ, દેશ વિરતિ, પ્રમત્તસંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વ કરણ, અનિવૃત્તિ કરણ, સૂક્ષ્મસાપરાય, ઉપશાંત મોહ, ક્ષીણ મોહ અને સયોગી કેવળી આ તેરે ગુણસ્થાન કર્મના નિમિત્તની, અપેક્ષા રાખે છે. માટે જડ છે. ભગવાન આત્મા, તો અખંડ જ્ઞાયકમૂર્તિ છે. અહીં દ્રવ્યદૃષ્ટિ, અભેદદષ્ટિ કરાવવાની વાત છે. અધૂરા પર્યાય સાથે રાગ જોડાયેલો હોય છે, તે અપેક્ષાએ ગુણસ્થાનને પણ જડ કહી દીધા છે. પણ વાસ્તવિક રીતે કાંઇ ગુણસ્થાનનો પર્યાય જડ નથી. તેરમે સયોગી કેવળી ગુણસ્થાનને, પણ અધૂરો પર્યાય છે. અજંપણું પ્રગટયું નથી, યોગનું કંપન ઊભું છે તેથી ઉપચારથી સયોગીકેવળી ગુણસ્થાનને જડ કહ્યું છે. પરંતુ તે કાંઇ વસ્તવિક રીતે જડ નથી, તે તો આત્માનો નિર્મળ પર્યાય છે.પરંતુ યોગનું કંપન છે તે વિકાર છે, જડ નિમિત્તથી થતો ભાવ પણ જડ છે, વિકાર જડ છે, માટે ગુણસ્થાન પણ જડ છે તેમ આચાર્ય દેવે કહી દીધું છે. તેર ગુણસ્થાનનાં ભંગ, કર્મના નિમિત્તથી પડે છે, કર્મ જડ છે માટે તે અપેક્ષાએ ગુણસ્થાનને જડ કહ્યાં છે. અધૂરા-પૂરા પર્યાયના ભંગ, શુદ્ધ દ્રવ્યદૃષ્ટિમાં નથી. શુદ્ધ અખંડ નિરપેક્ષ વસ્તુમાં અધૂરાપણા ને પૂરાપણાની અપેક્ષા લાગુ પડતી નથી, તે બધી અપેક્ષા પર્યાયદષ્ટિએ છે. અધૂરા પર્યાય ઉપર લક્ષ મૂકતાં રાગ આવે છે, નીચલી દશામાં અધૂરા પર્યાય સાથે, રાગ હોય છે. તેથી ગુણસ્થાન કર્મને કરે છે, તેમ કહ્યું છે. પણ ખરી રીતે ગુણસ્થાન કર્મને કરતા નથી. પરંતુ બાકી રહેલો જે રાગ છે, તે કર્મ બંધાવામાં નિમિત્ત થાય છે. કરિખિત આચાર :બનાવટી-દુષિત આચાર કર્મભૂમિ જ્યાં મનુષ્યો વ્યાપારાદિ વડે આજીવિકા કરે છે; મોક્ષને યોગ્ય ક્ષેત્ર (૨) જ્યાં અસિ, મણિ, કૃષિ વાણિજ્ય, વિદ્યા અને શિલ્પ એ છે કર્મની પ્રવૃત્તિ હોય તેને કર્મભૂમિ કહે છે. વિદેહના એક મેરુ સંબંધી બત્રીસ ભેદ છે; અને પાંચ વિદેહ તેથી ૩૨૫=૧૬૦ ક્ષેત્ર પાંચ વિદેહનાં થયાં, અને પાંચ ભરત તથા પાંચ ઔરાયત એ દસ મળીને કુલ પંદર કર્મભૂમિઓના ૧૭૦ ક્ષેત્રો છે. આ પવિત્રતાનાં ધર્મનાં ક્ષેત્રો છે અને મુક્તિ પ્રાપ્ત કરનારા ત્યાં જ જન્મે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy