________________
ભોજન કરવું અને એક વખત ભોજન કરવું આ યોગીઓના ૨૮ મૂળ ગુણ પાળવા યોગ્ય છે.
અઠ્ઠાવીસ ભ્રમણના મૂળ ગણો :પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ પ્રકારનો ઈંદ્રિયરોધ, લોચ, છ પ્રકારનાં આવશ્યક, અચેલકપણું (દિગંબરપણું), અસ્નાન, ભૂમિશયન, અદંતધાવન, ઊભા ઊભા ભોજન, અને એક વખત આહાર, આ પ્રમાણે આ અઠ્ઠાવીસ નિર્વિકલ્પ, સામાયિક-સંયમના ભેદો હોવાથી, શ્રમણોના મૂળગુણો જ છે.
અડવી ઃશોભા વગરની.
અડાબીડ મોભાદાર; જબ્બર; ભારે મોટું; ભારે જબરું; ભરચક; ભરપૂર. અડોલ :નિશ્ચળ (૨) ડોલે નહિ એવું; સ્થિર.
અટળ :નિત્ય; સનાતન; ટળે નહિ તેવું. (૨) જંગલ; ચોરાસી લાખ યોનિના અવતારો-દેહોરૂપ મહાવન. (૩) વન; ચોર્યાસી લાખ અવતારો-દેહોરૂપ મહાવનને પ્રાપ્ત કરાવવાના નિમિત્તભૂત એવા સમસ્ત મોહરાગદ્વેષાદિ. અઢાર દોષ સદેવમાં અઢાર દોષ હોતા નથી. તેના નામ આ પ્રમાણે છે. પાંચ પ્રકારના અંતરાય (૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભોગાંતરાય, (૪) ઉપયોગાંતરાય, (૫) વીર્યંતરાય અને (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરિત, (૯) ભય, (૧૦) જુગુપ્સા, (૧૧) શોક, (૧૨) મિથ્યાત્વ, (૧૩) અજ્ઞાન, (૧૪) અપ્રત્યાખ્યાન અથવા અવિરતિ, (૧૫) રાગ, (૧૬) દ્વેષ, (૧૭) નિદ્રા અને (૧૮) કામ એ અઢાર દોષ સન્દેવમાં હોતા નથી. અઢાર દોષનાં નામ ઃ(દોહો)
જન્મ, જરા તૃષા, ક્ષુધા, વિસ્મય, અરતિ, ખેદ,
રોગ, શોક, મદ, મોહ, ભય, નિદ્રા, ચિત્તા, સ્વેદ,
રાગ, દ્વેષ, અરુ મરણચુર એ અષ્ટાદશ દોષ,
નહિં હોતે અરહંત કે સો છબિ લાયક મોક્ષ.
અઢી દ્વીપ :પિસ્તાલીસ લાખ જોજન - એક જોજન એટલે અહીં ચાર હજાર માઈલ – બે હજાર ગાઉ જાણવા. ૪૫ લાખ ગુણાકાર ૪૦૦૦ માઈલ
૨૬
એટલા વિસ્તારમાં મનુષ્ય વસ્તી છે. અઢાર અબજ માઈલ વિસ્તારમાં અઢી દ્વિપ ફેલાયેલ છે.
અણુ :એકપ્રદેશી (૨) સૂક્ષ્મ, અલ્પ (વ્રત); પુદ્ગલનો નાનામાં નાનો ભાગ. (૩) પ્રદેશ અણગારત્વ :મુનિપણું
અણુ છતું ઃનાનું હોવા છતાં. અણઉપયોગમય :અચેતન; જડ
અણુઓ પ્રદેશો-મૂર્ત અને અમૂર્ત નિર્વિભાગ (નાનામાં નાના) અંશો તેમના વડે (બહુ પ્રદેશો વડે) મહાન હોય તે અણુમહાન. (૨) પ્રદેશો; મૂર્ત અને અમૂર્ત નિર્વિભાગ (નાનામાં નાનો) અંશો.
અણગળ પાણી ઃગરણે ગાળ્યા વિનાનું પાણી.
અણગાર :ઘર વિનાના. (૨) સાધુ; સંન્યાસી; ઘરબાર વિનાનું. (૩) મુનિ. (૪) ઘર વિનાના.
અણગારે જાયા અણગાર (મુનિ) સ્વરૂપે જેનો જન્મ થયો છે. (૨) આયગાર સ્વરૂપે જેનો જન્મ થયો છે આચાર્ય દેવ (કુન્દકુન્દાચાર્ય) પોતાની આત્મસિદ્ધિ પગટ થવામાં ચાર કારણો કહે છે.
(૧) શબ્દબ્રહ્મરૂપ પરમાગમની સેવા.
(૨) કુતર્કને કુમતનું ખંડન કરનાર નિબંધ અખંડ યુક્તિ.
(૩) સર્વજ્ઞ ભગવાનથી આવેલ પરંપરા ગુરુનો ઉપદેશ.
(૪ જાત અનુભવ.
ઉપરોક્ત ચાર કારણો વડે નિજ વિભવ પ્રગટ થયો છે. જે સર્વથી મેં આત્માને
વર્ણવવા પ્રયત્ન કર્યો છે.
અણગારત્વ :મુનિપણું.
અણગારો :આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ.
અણગતું :અઘટિત; અયોગ્ય;
અણજાત અનુત્પન્ન; ઉત્પન્ન થયા નથી. અણપ્રવિષ્ટ :અણસ્પર્શવું; પદાર્થમાં ન રહેવું.