________________
ભાવોનો કર્તા છે. તે રાગાદિ વિકાર થાય તેનો કર્તા છે. બીજું કોઈ બીજુંકર્મકર્તા છે? એમ છે જ નહિ. ક્યાં સુધી આત્મા કર્તા છે? સ્વપરનું ભેદ વિજ્ઞાન ન થાય ત્યાં સુધી અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. જુઓ, ભગવાનના શ્રીમુખેથી નીકળેલી આ વાણી છે. વિકારથી ભિન્ન સ્વસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્માનું ભાન થતાં, તે રાગનો અકર્તા છે, જ્ઞાતા જ છે-એમ કહે છે. જુઓ આ સ્વભાવની રુચિનું જોર! સમ્યગ્દષ્ટિને કિંચિત્ અસ્થિરતાનો રાગ થતો હોય છે, પણ તેનું તેને સ્વામિત્વ નહિ હોવાથી, તેનો એ કર્તા નથી, જ્ઞાતા જ છે. આવો
ભગવાનનો માર્ગ ભાઇ! ન્યાયથી કસોટી કરીને સમજવો જોઇએ. કર્તાકરણ :કર્તા, કરણ વગેરે આત્મા જ છે, એવો નિશ્ચય થતાં બે વાત નક્કી થઈ
જાય છે; એક વાત તો એ કે, કર્તા, કરણ વગેરે આત્મા જ છે, પુદ્ગલ નથી અર્થાત્ આત્માને, પારદ્રવ્ય સાથે સંબંધ નથી; બીજી વાત એ નકકી થાય છે. કે, અભેદદષ્ટિમાં કર્તા, કરણ વગેરે ભેદો નથી, એ બધું ય, એક આત્મા જ છે
અર્થાત્ પર્યાયો દ્રવ્યની અંદર ડૂબી ગયેલા છે. કર્તા-કરણ-અધિકરણ :ગુણ પર્યાયો જ દ્રવ્યના કર્તા (કરનાર) કરણ (સાધન)
અને અધિકરણ (આધાર) છે, તેથી ગુણ-પર્યાયો જ દ્રવ્યનું સ્વરૂપ ધારણ કરે છે. (૨) દ્રવ્ય જ, ગુણ પર્યાયોનું કર્તા (કરનાર). તેમનું કરણ (સાધન), અને તેમનું અધિકરણ (આધાર) છે; તેથી, દ્રવ્ય જ, ગણ પર્યાયોનું સ્વરૂપ ધારણ કરે છે. (૩) દ્રવ્ય જ કારણ-પર્યાયોનું કર્તા (કરનાર), તેમનું કરણ (સાધન) અને તેનું અધિરણ (આધાર) છે; તેથી દ્રવ્ય જ ગુણ-પર્યાયનું સ્વરૂપ ધારણ
કરે છે. કર્તા કર્મ ઘટના :આત્મ કર્તા અને પર વસ્તુ એનું કાર્ય એમ ભિન્ન વસ્તુઓમાં કર્તા
કર્મ ઘટના હોતી નથી. કર્તા-કર્મ પણું સોનાના હાર વગેરે ઘાટ ઘડાઇને તૈયાર થાય, તો તે કહે છે સોનીનું
કાર્ય નથી, કાપડમાંથી કોટ પહેરણી વગેરે સીલાઇને તૈયાર થાય, તે દરજીનું કાર્ય નથી. માટીનો ઘડો થાય, તે કુંભારનું કાર્ય નથી. આખું જગત માને છે |
૨૫૬ તેનાથી આ જુદી વાત છે. ગજબ વાત છે ભાઈ! સોની, દરજી, કુંભાર આદિ કારીગર, સ્વપરિણામના-રાગના કર્તા છે, પણ તેઓ પર દ્રવ્યના પરિણામના કર્તા નથી, કેમ કે પરિણામ- પરિણામીથી અભિન્ન, એક હોય છે. અને ત્યાં જ કર્તા-કર્મ પણું સંભવે છે. પ્રશ્ન:- પણ દાગીના, કપડાં, ઘડો વગેરે કાર્યો, કર્યા વિના તો હોઇ શકે નહીં? (એમ કે સોની આદિ ન કરે તો કેમ હોય?). સમાધાનઃ- અરે ભાઈ! દ્રવ્યમાં જે પ્રતિસમય પર્યાય-કાર્ય થાય, તે પરિણામ છે. અને તેનો કર્તા પરિણામી એવું તે દ્રવ્ય છે. જેમ જીવ દ્રવ્ય છે તેમ પુલ એક દ્રવ્ય છે અને તેના પ્રત્યેક સમયે થતા પરિણામનો કર્તા પરિણામી, પુગલ દ્રવ્ય છે, પણ બીજું નથી. આ દાગીના આદિ કાર્ય છે તે પરિણામ છે અને તેનો કર્તા પરિણામી છે તે સુવર્ણ આદિના પુદગલ પરમાણુ છે, પણ સોની આદિ જીવ નથી. સોની આદિ તો તેને તે કાળે જે રાગ થાય, તેનો કર્તા છે પણ દાગીના આદિનો તે કર્તા નથી. આ પ્રમાણે
જડમાં જે દાગીના વગેરે કાર્ય થાય તેનો કર્તા પરિણામી એવા તે તે જડ પુગલ પરમાણુઓ છે; તે કાર્ય કર્તા વિના થયાં છે એમ નથી. તેમ જ સોની આદિ જીવ તેનો કર્તા છે, એમ પણ નથી, આવી વાત છે! કોઇ સોની આદિ એમ માને છે, તે જડનાં કાર્યો મારાથી (પોતાથી) થયાં છે તો તે મૂઢ અજ્ઞાની
છે કેમ કે તેની માન્યતા મિથ્યા છે. સિદ્ધાંતની તારવણીઃ૧. ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે; ૨. અને પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ; ૩. વળી કર્મ, કર્તા વિના હોતું નથી; ૪. તેમજ વસ્તુની એકરૂપે સ્થિતિ, હોતી નથી; ૫. માટે વસ્તુ પોતે જ, પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે, એ નિશ્ચય સિદ્ધાંત
કર્તા-કર્મ સંબંધ (પૂર્વ) કર્મ પ્રકૃત્તિના ઉદયના નિમિત્તે વિકારી ભાવ ઉત્પન્ન થાય
છે. તે ભાવબંધ છે, અને ભાવ બંધ છે તે નવી કર્મ પ્રકૃતિના બંધમાં નિમિત્ત