SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ સ્વરૂપની ખોટી માન્યતા ટાળે ત્યારે પોતે જ જ્ઞાની, ધર્મી થાય છે; ઈશ્વર (સિદ્ધ) તો તેના જ્ઞાતા-દષ્ટા છે. એકાંત વિરતિ રૂપ સર્વથા પાપક્રિયાના ત્યાગ સ્વરૂપ છે. અથવા એક નિજ સ્વભાવના અનુભવ વડે સર્વથા પરદ્રવ્યોથી ઉદાસીન સ્વરૂપ છે. એનંત શીતલીત :નિર્લેપ. એકાંતપણે સર્વથા. એકાત્મકતા :એકસ્વરૂપતા. (કાળદ્રવ્ય વિના પણ અનાદિ કાળથી અનંત કાળ સુધી સમયો એક પછી એક પરસ્પર અંતર પડ્યા વિના પ્રવર્તે છે તેથી એક પ્રવાહરૂપ બની જવાથી તેમાં એક સ્વરૂપપણું આવે છે તે શંકાકાર તરફથી તર્ક એકાંતવાદ :એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે. એકાંતાત્મક એક ધર્મસ્વરૂ૫. એકાંતિક નિશ્ચિત; નિયમરૂપ; અવશ્ય હોનાર. (૨) પરિપૂર્ણ; છેવટનું; એકલું; સર્વથા.(૩) એક તરફી; અનેકાંતથી વિરુદ્ધ એવું એક જ બાજું અથવા વસ્તુને લગતું એકક જ હેતુ, માણસ કે સિદ્ધાંતને વળગી રહેનારું (સિદ્ધાંત જેવું) છેવટનું. એકાન્ત (એક + અંત) એક ધર્મ. અનેકાન્ત અને એકાન્ત એ બન્નેના બબ્બે ભેદો છે; અનેકાન્તના બે ભેદો (૧) સમ્યક્ અનેકાન્ત અને (૨) મિથ્યા અનેકાન્ત; તથા એકાન્તના બે ભેદો (૧) સમ્યક એકાન્ત અને (૨) મિથ્યા એકાન્ત; સમ્યક અનેકાન્ત તે પ્રમાણે છે અને મિથ્યા અનેકાન્ત તે પ્રમાણાભાસ છે. સમ્યફ એકાન્ત તે નય છે અને મિથ્યા એકાન્ત તે નયાભાસ છે. એકાન્ત બોધબીજરૂપ સ્વભાવ :સમ્યગ્દર્શનના કારણરૂપ સ્વભાવ. વસ્તુને સર્વથા અસ્તિરૂપ, સર્વથા નાસ્તિરૂપ, સર્વથા એકરૂપ, સર્વથા અનેકરૂપ, સર્વથા નિત્ય, સર્વથા અનિત્ય ૧. સંશય મિથ્યાત્વ : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, તે જ સાચો મોક્ષમાર્ગ હશે કે અન્ય સમસ્ત મતોમાં જુદા માર્ગ પ્રરુપ્યા છે. તે માર્ગ સાચો હશે ? તેમના વચનમાં પરસ્પર વિરુદ્ધતા છે. અને કોઈ પ્રત્યક્ષ જાણવાવાળા સર્વજ્ઞ ની, શાસ્ત્રો પરસ્પર એકબીજાને મળતાં નથી તેથી કોઈ નિશ્ચય નિર્ણય થઈ શકતો નથી - ઈત્યાદિ પ્રકારનો અભિપ્રાય તે સંશય મિથ્યાત્વ છે. વિપરીત મિથ્યાત્વ: (૧) સ્ત્રીના રાગી, રોટલા ખાનાર, પાણી પીનાર, માંદા થનાર, મંદવાડ થતાં દવા લેનાર ઈત્યાદિ, દોષ સહિત જીવને પરમાત્મા કે કેવળ જ્ઞાની માનવા; (૨) સતિ સ્ત્રીને પાંચ ભરથારવાળી માનવી, (૩) ગૃહસ્થ દશામાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ માનવી, (૪) કેવળજ્ઞાની ભગવાન છદ્મસ્થ જીવની વૈયાવરથ કરે, એમ માનવું, (૫) છઠા ગુણસ્થાન પછી પણ વંઘવંદકભાવ હોય અને કેવળ ભગવાનને છદ્મસ્થગુરુ પ્રત્યે, ચતુર્વિધ સંઘ, અર્થાત્ તીર્થ-પ્રત્યે કે બીજા કેવળી પ્રત્યે વંઘવંદક ભાવ હોય એમ માનવું, (૬) વસ્ત્રોને પરિગ્રહ તરીકે ન ગણવા અર્થાત વસ્ત્ર સહિત હોવા છતાં અપરિગ્રહીપણું માનવું, (૭) વસ્ત્ર વડે આત્માનું સાધન વધારે થઈ શકે, એવી બધી માન્યતાઓ તે વિપરીત મિથ્યાત્વ છે. ૩. અજ્ઞાન મિથ્યાત્વ: (૧) સ્વર્ગ, નરક, મકિત કોણે દીઠાં ? (૨) સ્વર્ગના સમાચાર કોને આવ્યા ? બધાં ધર્મ શાસ્ત્ર જુદાં છે, કોઈ સાચું જ્ઞાન બતાવી શકતાં નથી. (૩) પુણ્ય-પાપ કયા લાગે અથવા "ય-પાપ કાંઈ છે. જ નહિ, (૪) પરલોકને કોણે જાયો ? પરલોકના સમાચાર-પત્ર કે તાર કોઈને આવ્યા ? (૫) સ્વર્ગ-નરક તો ઈત્યાદિ બધું કહેવા માત્ર છે, સ્વર્ગનરક તો અહીં જ છે, અહીં સુખ ભોગવે તે સ્વર્ગ, દુઃખ ભોગવે તે નરક; (૬) હિંસાને પાપ કહે છે તથા દયાને પુણ્ય કહે છે તે કહેવા માત્ર છે, કોઈ ઠેકાણું હિંસા રહિત નથી, સર્વમાં હિંસા છે, કયાંય પગ મૂકવાનું ઠેકાણું નથી, જમીન પવિત્ર છે તે પગ મૂકવા આપે છે. (૭) આ ભક્ષ્ય અને આ અભણ્યએવો વિચાર પણ નિરર્થક છે, એકેન્દ્રિય વૃક્ષ તથા અન્ન વગેરે ભક્ષણ કરવામાં અને માંસ ભક્ષણ કરવામાં તફાવત નથી, તે બન્નેમાં જિવહિંસા સમાન છે. (૮) જીવને જીવનો જ આહાર ભગવાને બતાવ્યો છે અથવા જગતની બધી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy