________________
૨૦૭
ઉર્દુખs :અંકુશ વિનાનું; નિરંકુશ; ઉદ્ધત; સ્વચ્છંદી ઉચછેદ સમૂળગો વિનાશ. (૨) નાશ. (૩) વિનાશ (૪) નાશ કરનાર ઉછેદવું જડમૂળમાંથી ઉખેડીનાખવું. ઉચ્છવાસ :વીર્યાન્તરાય અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ, તથા અંગોપાંગ
નામકર્મના ઉદયના નિમિત્તથી, જીવ જે અંદરનો વાયુ (શ્વાસ) બહાર ફેંકે છે, તેને ઉછુવાસ અથવા પ્રાણ કહે છે. અને તે જ જીવ, જે બહારના વાયુને અંદર લઈ જાય છે, તેને નિશ્વાસ અથવા અપાન કહે છે. આ બન્ને ઉછુવાસ અને નિશ્વાસ આત્માને ઉપકારી છે; કેમકે, તેને જીવિત રહેવામાં ક્ષારણ થાય
ઉચ્છવાસ નામ ક્યું જે કર્મના ઉદયથી, શ્વાસોશ્વાસ હોય. ઉચ્છવાસમાત્ર :રમતમાત્ર; લીલામાત્ર. ઉચ્છવાસમાત્રથી જ રમતમાત્રથી જ; લીલાથી જ. ઉચાટ :ખળભળાટ ઉચિત યોગ્ય; ઘટિત; લાયક. (૨) યોગ્ય,શોભા આપે તેવું; ઉછળવું :પ્રગટવું. ઉછાંછળો સ્તુતિ-નિંદાથી, ઊંચુંનીચું માનનારો. ઉછાળવું:પરિણમવું ઉજવલ :પ્રસન્ન (૨) ઉજળું; દેદીપ્યમાન ઉજજવળ ધોળી (૨) પરમ નિર્મળ ઉજમવા પૂ. ગુરુદેવના બાનું નામ ઉજમવા હતું અને તેઓ ભૂંભલીનાં હતાં. ઉજમાળ :ઉમંગ; ઊજળું; પ્રકાશમાન, હોંશ; ઉજાગર જાગ્રત (૨) જાગૃત; સાધક ઉષ:ઊંડાણ ઉડાડી દેવું દૂર કરવું ઉણોદરી તપઃપુરું ધરાઇને ન ખાવું. ઉત્કટ :તીવ્ર ઉત્કંઠા :આતુરતા; ઉત્સુકતા; હોંશ; ઉત્સાહ; અધીરાઈ.
ઉત્કંઠાથી સોલ્લાસભાવથી ઉત્કંક્તિ :આતુર ઉત્કર :ઉકેરો; ઉકરડો. (૨) કરવતાદિ વડે લાકડાને કાપવું-ચીરવું તે ઉત્કર છે. ઉત્કર્ષ ઉન્નતિ; ચડતી; આબાદાની; સમૃદ્ધિ, વિકાસ; વૃદ્ધિ; પ્રગતિ. (૨)
પ્રભાવ; ઉત્કૃષ્ટપણું. ઉત્કર્ષણ કીર્તિ. (૨) ઊંચે તરફ ખેંચાણ; ઉત્કર્ષ કરનાર; (૩) ઊંચે તરફ ખેંચનારું;
ઉત્કર્ષ કરનારું. (૪) કર્મોની સ્થિતિ અથવા અનુભાગને વધારી દેવો તે. ઉત્કૃષ્ટ સર્વ પ્રકારે (૨) ઉત્તમ,શ્રેષ્ઠ; ઉત્તમ કોટિનું; સર્વોત્તમ, સુંદર; રૂડ;
વખાણવા જેવું. (૩) અપરિમિત ઉત્કટ અશુભ અધ્યવસાય :તીવ્ર સંકલેશ, ભૂંડા ભાવ, ક્રોધ, માન, માયા, લોભ,
હિંસા, જૂઠ, વ્યભિચાર, વગેરે ભૂંડા અધ્યવસાયના કારણે નરક ગતિમાં જવું
થાય છે. નારકીનો ભાવ કર્યો, તો નરકનો ભવ થયો. ઉત્કટ ભાવ:૫રમ ભાવ; શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનો પૂર્ણ ભાવ. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય :તે ઉત્કૃષ્ટ શુભગતિ ઉત્કીર્તન શ્રેષ્ઠ ભક્તિ ઉત્ક્રોથ :ઉત્કર્ષ; અહંકાર ઉત્તમ :ઉત્કૃષ્ટ ઉત્તમ ગુહસ્થ પોતાની આવકના ચારભાગ પાડી એક ભાગ બચત (સંચય) કરવો;
એક ભાગ ધંધામાં લગાડવો; એક ભાગ ધર્મ અને ભોગમાં ખર્ચવો અને એક
ભાગ આશ્રિતોના પોષણમાં ખર્ચતો હોય તે ઉત્તમ ગૃહસ્થના લક્ષણ છે. ઉત્તમ તત્ત્વજ્ઞાન : આત્મજ્ઞાન ઉત્તમપાત્ર વિશાળ બદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રયપણું, આટલા
ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.- શ્રીમદ્ રાજ
ચંદ્ર ઉત્તમગુરુ સદ્ગુરુ ઉત્તર :૫છીના. ઉત્તર અને પૂર્વ ૫છીનો અને પહેલાંનો.