________________
૧૨ વ્યવહારની સંસાર અવસ્થામાં શુદ્ધસ્વરૂપને આવરણ કરનારાં કર્મો
પોતપોતાનાં કાર્યો કરે છે . જેમકે જ્ઞાનાવરણી કર્મ આત્માના જ્ઞાનગુણ આવરણ કરે છે. દર્શનાવરણ દર્શન ગુણ આવરે છે, વેદનીય સાતાઅસાતા ઉત્પન્ન કરીને આત્માના અતીન્દ્રિય સુખને દ્રતિ છે, મોહનીય કર્મ સમ્યકત્વ તથા ચારિત્રગુણને વિપરીત કરે છે, આયુકર્મ આત્માને શરીરમાં રોકી રાખે છે. એટલે અવિનાશી સ્વભાવને પ્રગટ થવા દેતું નથી. ગોત્રકર્મ જીવને ઊંચનીચ ગોત્રમાં નાખે છે, અને અંતરાય કર્મ અનંત વીર્યને પ્રગટ થવા દેતું નથી. આ પ્રમાણે કર્મ પોતપોતાનાં કાર્ય કર્યા કરે છે તો પણ શુદ્ધ નિશ્ચયનથી કર્મ આત્માના મૂળ સ્વભાવને નાશ કરી શકતાં નથી, તેમજ નાશ કર્યો પણ નથી, તથા કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી, આત્મા જેવો છે તેવો જ છે. રદ્ર આદિ અશુભ ધ્યાન છોડીને એક શુદ્ધ
સહજાન્મસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કર, તે જ સર્વ પ્રકારે ઉપાદેયભૂત છે. ૧૩ આત્માનો સ્વભાવ આસવોથી ભિન્ન જાતિનો છે; આત્મા અબંધ છે, ધ્રુવ
છે, આત્મા શરણસહિત છે, આત્મા નિત્ય છે, આત્મા સુખરૂપ છે અને
સુખફળ રૂપ છે. ૧૪ હું આત્મા જાણનાર છું, મારી ચિલ્શક્તિ-જ્ઞાન શક્તિ નિદોર્ષ ને નિર્મળ છે.
આસવોથી મારું સ્વરૂપ ભિન્ન છે એમ વિવેક થતાં કર્મના વાદળાંનો રસ શિથિલ થઈ જાય છે. કર્મની રચના ખંડિત થઈ જાય છે, અને સહજપણે વિકાસ પામતી ચૈતન્ય શક્તિ વડે સ્વરૂપસ્થિરતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આસ્રવોથી આત્મા નિવૃત્ત થતો જાય છે. જેમ જેમ આત્મા
આસવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ સ્વરૂપ સ્થિરતા વધતી જાય છે. ૧૫ રસગુણના અભાવરૂપ, સ્વભાવવાળો હોવાથી, (૨) રૂપગુણના
અભાવરૂપ, સ્વભાવળો હોવાથી, (૩) ગંધ ગુણના અભાવરૂપ, સ્વભાવવાળો હોવાથી, (૪) સ્પર્શગુણરૂપ વ્યકતતાના અભાવરૂપ, સ્વભાવવાળો હોવાથી, (૫) શબ્દપર્યાયના અભાવરૂપ, સ્વભાવવાળો હોવાથી, તથા (૬) તે બધાંને કારણે (અર્થાત્ રસ-રૂપ-ગંધ-વગેરેના અભાવરૂપ, સ્વભાવને કારણે) લિંગ વડે અગ્રાહ્ય હોવાથી અને (૭) સર્વ
૧૬૮ સંસ્થાનોના અભાવરૂપ, સ્વભાવવાળો હોવાથી, આત્માને, પુલદ્રવ્યથી વિભાગના સાધનભૂત (૧) અરસપણું, (૨) અરૂપપણું, (૩) અગંધપણું, (૪) અવ્યક્તપણું, (૫) અશબ્દપણું, (૬) અલિંગપ્રાહપણું, અને (૭) અસંસ્થાનપણું છે. પુદ્ગલ તેમજ અપુદ્ગલ જેવાં, સમસ્ત અજીવદ્રવ્યોથી વિભાગનું સાધન, તો ચેતનાગુણમયપણું છે; અને તે જ, માત્ર સ્વજીવ દ્રવ્યાશ્રિત હોવાથી, સ્વલક્ષણપણું ધરતું થયું, આત્માનો શેષ અન્ય
દ્રવ્યોથી, વિભાગ સાધે છે. આત્મા (બાલાની) રાગનો કર્તા અને શોકનો ભોક્તા પણ જાડકર્મનો કર્તા
ભોકતા આત્મા કદીય નથી રોટલી, દાળ ,ભાત, શાક, ચટણી આદિ ખાવાની ઈચ્છા થઈ, ત્યાં ઈચ્છાનો કર્તા આત્મા છે. પણ રોટલી, દાળ, ભાત, શાક, ચટણી ખાવાની જે ક્રિયા થઈ, તેનો કર્તા આત્મા નથી. એ જડની ક્રિયા છે, અને તે મેં કરી નથી, એમ જે માને છે, તે ક્રિક્રિયાવાદી
મિથ્યાષ્ટિ છે. આત્મા અને આસવોને ભિન્ન પાડવા માટે છ પ્રકાર બતાવ્યા : (૧) લાખ અને વૃક્ષ તેમ વધ્ય અને ઘાતક કહ્યા. (૨) વાઈના વેગની જેમ વધતા-ઘટતા કહ્યા. (૩) શીત અને દાહ જવરના જેમ અનુક્રમે ઉત્પન્ન થાય છે માટે અનિત્ય કહ્યા. (૪) કામના રજકણ છૂટતાં કામના સંસ્કાર પણ છૂટી જાય છે, તેના જેમ
આસવોને અશરણ કહ્યા. (૫) આકુળતાવાળા હોવાથી દુઃખરૂપ કહ્યા. અને (૬) આસવોનું ફળ પણ દુઃખરૂપ છે માટે આસવોને દુઃખરૂપ કહ્યા. આ પ્રમાણે
આસવોને અને આત્માને ભિન્ન સ્વભાવવાળા કહ્યા. આસવો નિબદ્ધ છે, અધુવ છે, શરણહીન છે, અનિત્ય છે, દુઃખરૂપ છે અને દુઃખફળરૂ૫ છે. આત્માનો સ્વભાવ આસવોથી ભિન્ન જાતિનો છે; આત્મા અબંધ છે, ધ્રુવ છે, આત્મા શરણ સહિત છે, આત્મા નિત્ય છે. આત્મા સુખરૂપ છે અને સુખફળરૂપ છે એમ આસવોથી ભિન્ન યથાર્થ જ્ઞાન થયું ત્યાં જેમ જથ્થાબંધ