SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસ્વરૂપનું માહાલ્ય :આત્માના સ્વરૂપને ખ્યાલમાં લેવા માટે યોગ્ય પુરુષાર્થ જોઈએ. આત્મામાં અંદર અપાર શક્તિ પડી છે તેનું મહાભ્ય આવવું જોઈએ. વસ્તુ તો પ્રગટ જ છે. કાંઈ આડું ઢાંકણું નથી. પ્રથમ વસ્તુનું મહાગ્યે આવવું જોઈએ. ભાન થાય તો માહાભ્ય આવે એમ નહીં, કેટલાક એમ લઈ લે છે; પણ પહેલાં માહાભ્ય આવે તો માહાભ્ય આવતાં આવતાં ભાન થાય. આત્મસંવિત્તિ :આત્મજ્ઞાન. આત્મસાત : પોતારૂપ (૨) તક્ત પોતાના જેવું; પોતાનું હોય એમ; એકરૂપ. (૩) આત્મારૂપ; પોતારૂપ. આત્મસાધન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ આત્મસાધનનાં સાધનો છે. દ્રવ્ય=હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર=અસંખ્યાત, નિજઅવગાહના પ્રમાણ છું. કાળ =અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવશુદ્ધ ચૈતન્યમાત્ર, નિર્વિકલ્પ દટા છું. કાયસંયમ=ઈન્દ્રિયસંક્ષેપતા, આસન સ્થિરતા, ઈન્દ્રિય સ્થિરતા, સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. આત્મસિદ્ધિ : આત્મપ્રાપ્તિ; આત્મ-સાક્ષાત્કાર. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમતિ ઉપદેશમાં છેઃ (a) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂ૫, આજ્ઞાની અપૂર્વરુચિરૂપ, સ્વછંદ નિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમક્તિ કહ્યું છે. (b) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમક્તિનો બીજો પ્રકાર કહ્યો છે. (c) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમક્તિનો ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમક્તિ બીજા સમક્તિનું કારણ છે. બીજુ સમક્તિ ત્રીજા સમક્તિનું કારણ છે. ત્રણ સમક્તિ વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમક્તિ ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. આત્મા : (૧) આત્મા પર્યાય અપેક્ષાએ, અનેક છે અને દ્રવ્ય અપેક્ષાએ, એક છે. (૨) આત્મા પર્યાય અને અપેક્ષાએ, નાશવાન છે, અને દ્રવ્ય અપેક્ષાએ નાશવાન નહીં ,પણ ધ્રુવ છે. (૩) આત્મા, જ્ઞાન (માણવાની) અપેક્ષાએ, ૧૬૧ તેનો વિસ્તાર જોઈએ તો જાણે, કે લોકાલોકને મળી ગયો હોય તેટલો છે, અને બીજી તરફથી ક્ષેત્ર અપેક્ષાએ જોતાં, તે પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ સમાયેલો છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. (૨) આત્મા જ્ઞાનમય છે, તેથી અનુરૂપ અહેતુક જ્ઞાન જ, તેનું એક રૂપ છે. (૩) દર્શન - જ્ઞાન - ચારિત્રને, જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે. દેખે તે આત્મા, જાણે તે આત્મા, અંતરમાં સ્થિર થાય, તે આત્મા. (૪) આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. (૫) તેમાં ત્રણ ગુણો છે (૧) દર્શન ગુણ, તે પાચક છે, (૨) જ્ઞાન ગુણ, તે પ્રકાશક છે અને (૩) ચારિત્રગુણ, તે દાહક છે. આ ત્રણ ભેદ પાડવા, તે વ્યવહાર છે. (૬) શાસ્ત્રમાં, આત્માને સ્વરૂપ-પ્રત્યક્ષ કહ્યો છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ વસ્તુ તેથી જ તે, પર્યાયમાં પ્રત્યક્ષ થાય છે. વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષ જ જ્ઞાનમાં છે, તેથી પ્રત્યક્ષ પર્યાયથી જણાય છે. મુક્તાવસ્થાવાળા આત્માનું નિરુપાધિ સ્વરૂપ = (૧) આત્મા (કર્મરજના) પર દ્રવ્યપણાને લીધે કર્મ રજથી સંપૂર્ણપણે જે ક્ષણે મુકાય છે (મુક્ત થાય છે). તે જ ક્ષણે (પોતાના) ઊર્ધ્વગમન સ્વભાવને લીધે લોકના અંતને પામીને આગળ ગતિ-હેતુનો અભાવ હોવાથી ત્યાં) સ્થિર રહેતો થકો. કેવળજ્ઞાન અને કેવળદર્શન (નિજ) સ્વરૂપભૂત હોવાને લીધે તેનાથી નહિ મુકાતો થકો અનંત અદ્રિય સુખને અનુભવે છે. (૨) તે મુકત આત્માને ભાવપ્રાણ ધારણ જેનું લક્ષણ (સ્વરૂ૫) છે એવું જીવત્વ' હોય છે. (૩) ચિટૂપ જેનું લક્ષણ (સ્વરૂ૫) છે એવું “ચેતચિતૃત્વ હોય છે. (૪) ચિત્પરિણામ જેનું લક્ષણ (સ્વરૂ૫) છે. એવો ઉપયોગ હોય છે. (૫) પ્રાપ્ત કરેલા સમસ્ત (આત્મિક) અધિકારોની શકિતમાત્રરૂપ પ્રભુત્વ હોય છે. શક્તિ = સામર્થ્ય; ઈશ7. (મુકાતાત્મા સમસ્ત આત્મિક અધિકારોને ભોગવવામાં અર્થાત્ તેમનો અમલ કરવામાં સ્વયં સમર્થ તેથી પ્રભુ છે. (૬) સમસ્ત વસ્તુઓથી અસાધારણ એવા સ્વરૂપની નિષ્પત્તિમાત્રરૂપ (નિજ સ્વરૂપને રચવારૂ૫) કર્તુત્વ' હોય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy