________________
૧૫૬
આત્મપરિણામ :સંસાર પ્રત્યે બહ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં |
અનાસક્તિ તથા માનાદિ કષાયનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી. અને આત્મજ્ઞાન પ્રાપ્ત થયે તો તે ગુણો
અત્યંત દઢ-બળવાન દઢમૂળ થાય છે. (૨) આત્માના પરિણામ. આત્મ પરિણામ સંતતિ :આત્માના પરિણામોની પરંપરા આત્મ મલિનતા કર્મરજ.
ત્ય વિશાનઘન થતો જાય છે :આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે, એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, પોતામાં સ્થિર થતો જાય, ઠરતો જાય, તેને વિજ્ઞાનઘન થયો કહેવામાં આવે છે. જયાં સુધી મિથ્યાત્વ હો, ત્યાં સુધી જ્ઞાનને-ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય, તો પણ
અજ્ઞાન કહેવામાં આવે છે. અગિયાર અંગ ને નવપૂર્વનું જ્ઞાન હોય, પણ મિથ્યાત્વ ન ગયું હોય, તો તે અજ્ઞાન છે, વિજ્ઞાન નથી.તિર્યંચને જ્ઞાનનો ઉઘાડ ભલે ઓછો હોય, પણ જો તેનું જ્ઞાન અંદર સ્વભાવમાં સ્થિર થયું હોય, તો તે વિજ્ઞાન છે. જેમ જેમ તે જ્ઞાન, એટલે વિજ્ઞાન અંદર જામતું જાય, ઘટ્ટ થતું જાય, સ્થિર થતું જાય, તેમ તેમ આસવી નિવૃત્તિ થતી જાય છે. અને જેમ જેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે, તેમ તેમ વિજ્ઞાન જામતું જાય છે, ઘટ્ટ થતું જાય છે, સ્થિર થતું જાય, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે. જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાન જ્ઞાનમાં જામે, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય, તે વિજ્ઞાન છે. અને તે મોક્ષમાર્ગ છે. આગળ જઈને તેનું ફળ કેવળજ્ઞાન આવશે. પરંતુ સ્વભાવમાં કર્યો જ નથી, આસવથી-શુભાશુભભાવથી ભેદજ્ઞાન કર્યું જ નથી, તેનું બધું જ્ઞાન, અજ્ઞાન છે. પરલક્ષી શાસ્ત્રજ્ઞાન ભેદ ઉઘાડ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઈત્યાદિનું જ્ઞાન, ભેદજ્ઞાનના અભાવમાં અજ્ઞાન છે, વિજ્ઞાન નથી. માટે શુભાશુભભાવથી ભિન્ન નિજ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ વસ્તુનું લક્ષ કરી, એમાં જ ઠરતાં આત્માનો વિજ્ઞાનઘન સ્વભાવ પ્રગટ થાય છે. અને ત્યારે તેને
કર્તાકર્મની પ્રવૃત્તિ મટે છે. આત્મચેતન :આત્માનુભવન.
આત્મ સમૃદ્ધિ આત્માભાવની સંપૂર્ણતા. આત્મ સંવેદન :આત્મવેદના. આત્મ સંવિત્તિ :જ્ઞાન. આત્મ સિદ્ધિ:આત્માના શુદ્ધ સ્વરૂપને સાધે તે આત્મસિદ્ધિ. આત્મ-અનુભૂતિ :આત્મ દ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ. આત્મસ્પણું સ્વરૂપપણું આત્માિ આત્મસ્વરૂપ પરિણમની ક્રિયા, સમ્યગ્દર્શરૂપ ક્રિયા-ક્રિયા આત્માન
અને આત્મસ્વરૂપ પરિણમનરૂ૫ સમ્યગ્દર્શનરૂપ ક્રિયાનો સમન્વય તે
મોક્ષમાર્ગ છે. આત્મસાત્કાર થયો :આત્મા સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધપણે દષ્ટ થયો. આત્મકારતા આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા
કહીએ છીએ. આત્મખ્યાતિ શુદ્ધ ચૈતન્યઘનની પ્રસિદ્ધિ. (૨) આત્મસિદ્ધિ (૩) આત્માની
પ્રસિદ્ધિ; આત્માની અનુભૂતિ. (૪) શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભતિ. શુદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે. (૫) આત્માની ઓળખાણ; અનુભૂતિ ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આત્માની પૂર્ણ સુખરૂપ દશા પ્રગટ કરવાનું આ મૂળ છે. મારો પૂર્ણ સ્વભાવ અવકારી ધ્રુવ એકરૂપ છે. એવા સ્વભાવના જોરે વિકારી અવસ્થાનું લક્ષ ગૌણ કરી, નિત્ય એક સ્વભાવી ભૂતાર્થ (સત્યાર્થી છું એવી યથાર્થ ઓળખાણ સ્વાનુભવમાં આવી તે નિઃશંક આત્માનુભૂતિ છે. જે જ અપૂર્વ આત્મસાક્ષાત્કાર છે. જે જ આત્મખ્યાતિરૂપ એકત્વની સાચી શ્રદ્ધા છે. અખંડ
સ્વલક્ષે તે પ્રગટે છે. આત્મગત આત્મામાં. (૨) પોતાના મનની અંદર રહેલું; સ્વગત; સ્વગત ઉક્તિ. આત્મઘાતી :નિશ્ચયથી ક્રોધાદિ કષાયોથી ઘેરાયેલો જે પુરુષ શ્વાસનિરોધ, જળ,
અગ્નિ, વિષ. શસ્ત્રક્રિયા પોતાના પ્રાણને પૃથક કરે છે તેને આત્મઘાતનો દોષ થાય છે.