________________
અહિંસા:રાગાદિ વિભાવભાવોનો અભાવ તે અહિંસા. (૨) અહિંસાના બે પ્રકાર
છે, ભાવહિંસા અને દ્રવ્યહિંસા.(a) ભાવહિંસા=જે રાગદ્વેષથી, ક્રોધ, માન, માયા, લોભાદિથી અથવા પ્રમાદભાવથી, આત્માના શુદ્ધ શાંત ભાવનો ઘાત થાય છે તે ભાવોને ભાવહિંસા કહે છે. (b) દ્રવ્યહિંસા=જ્યારે ક્રોધવશ કોઈને મારે પીટે છે અથવા હાનિ પહોંચાડે છે, ત્યારે દ્રવ્યહિંસા થાય છે. ભાવહિંસા દ્રવ્યહિંસાનું કારણ છે. (c) સંકલ્પી હિંસા=જે પ્રાણઘાત હિંસાના સંકલ્પપૂર્વક કરવામાં આવે છે તે સંકલ્પી હિંસા છે. જેમ કે, પશુને ધર્મના નામે કાપવાં, શિકાર કરવો, માંસાહાર માટે પશુઓ કાપવાં આદિ. (1) આરંભી હિંસા=જે ગૃહસ્થીને, આવશ્યક સંસારી કાર્યોમાં કરવી પડે છે. ત્યાં હિંસા કરવાનો સંકલ્પ હોતો નથી. આરંભી હિંસાના ત્રણ ભેદ છે :(a) ઉદ્યમી હિંસા-જે આજિવિકા-સાધનના હેતુ અસિકર્મ (શસ્ત્રકમ), મસિકર્મ (લખવું તે), કૃષિકર્મ (ખેતી) વાણિજ્યકર્મ (વેપાર) શિલ્પકર્મ અને વિદ્યાકર્મ (કળાસંગીત), એ જ પ્રકારનાં કામો કરતાં હિંસા થાય છે, તે ઉદ્યમી હિંસા. (b) ગૃહારંભી હિંસા=જે ઘરમાં આહાર-પાન તૈયાર કરવામાં તથા મકાન, બાગ, કૂવા ખોદાવવામાં હિંસા થાય છે તે. (c) વિરોધી હિંસા-દુષ્ટો દ્વારા અથવા શત્રુ દ્વારા આક્રમણ કરવામાં આવે, ત્યારે પોતાની, પોતાના કુટુમ્બ, માલની, દેશની રક્ષા માટે થાય છે. (૩) રાગથી લાભ માનવો એ તો ચૈતન્યપ્રભુનો અનાદર છે. અહિંસાને ધર્મ કહ્યો છે તે અહિંસા એટલે રાગાદિની ઉત્પત્તિ ન થવી તે વીતરાગી અહિંસાધર્મ છે. પરની દયાનો ભાવ તે રાગ છે, એ રાગથી સ્વની હિંસા થાય છે. અહાહા ! આવી વાત પાત્ર વિના કોને બેસે ? (૪) નિશ્ચયથી રાગાદિના અભાવને અહિંસા કહે છે. રાગાદિની ઉત્પત્તિ નિશ્ચય હિંસા છે. કારણકે તેથી શુદ્ધ પ્રાણો (જ્ઞાનદર્શન આદિ)નો ઘાત થાય છે. એમ જાણી રાગાદિ પરિણામરપ નિશ્ચય હિંસા તાજ્ય છે. રાગાદિ ભાવોના અભવને આગમમાં અહિંસા કહી છે. અને એ રાગાદિ પરિણામોની ઉત્પત્તિ થવી તે નિશ્ચય હિંસા છે એમ ભગવાને કહ્યું છે. (૫) વાસ્તવિક અહિંસા તો વિકારી પરિણામને જુદી પાડીને- તેનું ભેદજ્ઞાન કરીને સ્વભાવમાં કરવું તે છે. (૬) ભગવાન આત્મા
૧૪૪ અનંત ગુણનો અભેદ એક પિંડ પ્રભુ છે એની સન્મુખ થતાં જે નિર્મળ વીતરાગી દશા પ્રગટ થાય તેને ભગવાન અહિંસા કહે છે. અને પરદ્રવ્યના
લક્ષે થતી શુભ કે અશુભ રાગની ઉત્પત્તિને હિંસા કહે છે. અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર બંધ, વધ, છેદ, ઘણો ભાર લાદવો અને
અન્નપાનનો વિરોધ કરવો એ પાંચ અહિંસા અણુવ્રતના અતિચાર છે. (૨) બંધ, વધ, છેદ, ઘણો ભાર લાદવો અને અન્યપાનનો વિરોધ કરવો,-એ પાંચ અહિંસા અણુવ્રતના અતિચાર છે. (a) બંધ = પ્રાણીઓને, ઈચ્છિત સ્થાનમાં જતાં રોકવા માટે રસ્સી વગેરેથી બાંધવા, તે. (b) વધ = પ્રાણીઓને, લાકડી વગેરેથી મારવું તે. (c) છેદ = પ્રાણીઓના, નાક-કાન વગેરે અંગો છેદવા, તે. (d) અતિભાર-આરોપણ = પ્રાણીની શક્તિથી, અધિક ભાર લાદવો, તે. (e) અન્નપાન નિરોધ = પ્રાણીઓને, વખતસર ખાવા-પીવા ન દેવું તે. (૩) છેદન અર્થાત્ કાન, નાક, હાથ વગેરે કાપવા,તાડન અર્થાત્ લાકડી, ચાબૂક, આર વગેરેથી મારવું, બંધ અર્થાત્ એક જગ્યાએ બાંધીને રોકી રાખવું, અધિક ભાર લાદવો તથા યોગ્ય સમયે
ઘાસચારો, પાણી વગેરે ન આપવાં - એ અહિંસવ્રતનાં પાંચ અતિચારો છે. અહિંસા વ્રતની પાંચ ભાવનાઓ (૧) વચન ગુપ્તિ, (૨) મનો ગુપ્તિ, (૩) ઈર્યા
સમિતિ, (૪) આદાન નિક્ષેપણ સમિતિ, (૫) આલોકિત-પાન. ભોજનદેખી તપાસીને, ભોજન ન કરવું. અહિંસા-હિંસાનું નિશ્ચય લાણ : પોતાના શુદ્ધોયયોગરૂપ પ્રાણોનો ઘાત રાગાદિ
થાય છે. માટે રાગાદિ ભાવોનો અભાવ તે જ અહિંસા. આદિ શબ્દથી દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક, જુગુપ્સા, પ્રમાદાદિ, સમસ્ત વિભાવભાવ જાણવા. તેનાં લક્ષણ કહીએ છીએ. પોતાને કાંઈક ઈષ્ટ જાણી પ્રીતિરૂપ પરિણામ તેને રાગ કહીએ, પોતાને અનિષ્ટ જાણી અપ્રીતિરૂપ પરિણામ તેને દ્વેષ કહીએ. પર દ્રવ્યના મમત્વરૂપ પરિણામ તેને મોહ કહીએ, મૈથુનરૂપ પરિણામને કામ કહીએ, આણે અયોગ્ય કર્યું એમ જાી પરને દુઃખદાયક પરિણામ તેને ક્રોધ કહીએ, બીજા કરતાં પોતાને મોટો માનવો તેને માન કહીએ, મન, વચન, કાયા એકતાનો અભાવ તેને માયા