________________
અનંત ગુણ જુદા જુદા વિખરાઈ ન જાય પરંતુ તાદાભ્યરૂપે ટકી રહે. આ રીતે | દ્રવ્ય ક્રમવર્તી-અક્રમવર્તી, નિત્ય-અનિત્ય, ભિન્ન-અભિન્ન, એક-અનેક,
ઉભય-અનુભવ, પૃથ-અપૃથક્ આદિ એક ધર્મોવાળું વિવિક્ષથી સિદ્ધ છે. અને વિષયને અગુરુલઘુ :અગુરુ એટલે પૂર્ણતા થઈ, પછી તે પૂર્ણ શુદ્ધતાની મર્યાદા છોડીને વધી
ન જાય, એલઘુ એટલે સંસારાવસ્થામાં જ્ઞાનગુણને ઘણું આવરણ આવી જાય અને ચેતનાશક્તિ ખૂબ વધી જાય, તો પણ અલ્પ જ્ઞાનનો ઉઘાડ (લઘુન્ના)ને તો કોઈ કાળે ટળે નહિ. (૨) જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ એ જીવનાં વિશિષ્ટ લક્ષણો છે, તેમ અગુરુલઘુ નામનો ગુણ પણ એમાં છે. આત્મા ભારી હળવો થાય છે તે કર્મને લીધે, પણ તેનો મૂળ ગુણ અગુરુ લઘુ છે. અગુરુ લઘુ એટલે આત્મા નથી ભારે કે હળવો, વૈજ્ઞાનિકોએ આત્માનું વજન નક્કી કર્યું છે, તે આત્માનું નહિ પણ પરભાવ જતાં જીવ સાથે રહેલા તૈજસ અને કાર્મણ શરીરનું છે. આત્મા અરૂપી હોઈ તે મોટો પણ નથી. નાનો પણ નથી. નાનું અને મોટું એ વ્યવહાર પુદ્ગલાસ્તિકાયને જ લાગુ પડે છે. આત્મા પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ તથા સ્વગુણ ઉત્કૃષ્ટપણે પરિણમતો હોવા છતાં, પોતાનાં એકરૂપ સ્વદ્રવ્યની મર્યાદા ઉલ્લંધીને અન્ય દ્રવ્યમાં કે બીજા આત્માના પ્રદેશોમાં ફેલાઈ જતો નથી. એવા મધ્યમ પરિણામ અગુરુલઘુ ગુણના કારણે છે. કોઈ ગુણ કે દ્રવ્ય
અનન્યપણે ન થાય તો એ પણ અગુરુ લઘુ ગુણનું કાર્ય છે. અગુરુલઘુ ગુણ દરેક દ્રવ્યની દ્રવ્યતા, કાયમ વ્યવસ્થિત રહે છે, તેથી એક દ્રવ્ય
બીજા દ્રવ્યનું, કાંઈ કરી શકે નહિ; પર્યાય દ્વારા પણ કોઈ બીજા ઉપર અસર, પ્રભાવ, પ્રેરણા, લાભ-નુકશાનાદિ, કાંઈ કરી શકે નહિ. દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ ધારાવાહી પર્યાય વડે, પોતાનામાં જ વર્તે છે. એ રીતે દરેક દ્રવ્ય, પોતામાં વ્યવસ્થિત નિયમ મર્યાદાવાળું હોવાથી, કોઈ દ્રવ્યને બીજાની જરૂર પડતી નથી. એમ અગુરુલઘુત્વ ગુણ બતાવે છે. (૨) એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન થઈ જાય એવું જેનું કાર્ય છે અને જેમાં વર્ગુણહાનિ વૃદ્ધિ થયા કરે છે તે અગુરુ લઘુ અનુજીવી ગુણ બીજો જ છે.
૧૪ અગુરુલઘુત્વ :ગુરતા અને લઘુતા રહિત, એવો પદાર્થનો સ્વભાવ. અગુરુલભુત્વ ગુણ: જે શક્તિના કારણથી, દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત્ (a)
એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે, ન થાય. (b) એક ગુણ બીજા ગુણરૂપે, ન થાય અને (c) એક દ્રવ્યના અનેક અથવા અનંત ગુણ વિખરાઈને, જુદા જુદા ન થઈ જાય, તે શક્તિને અગુરુલઘુત્વ ગુણ કહે છે. (૨) (a) અનંત ગુણોના પિંડરૂપ જીવનું સ્વદ્રવ્યપણું, કાયમ કહે છે અને તે શરીરાદિરૂપ કદી થતું નથી. (b) જીવનું અસંખ્યાત-પ્રદેશી સ્વક્ષેત્ર, કદી પરરૂપ ન થાય, પરમાં ભળી ન જાય અને બે જીવનું સ્વક્ષેત્ર કદી એક ન થાય પણ (c) જીવના એક ગુણનો પર્યાય તે અન્ય ગુણના પર્યાયરૂપ ન થાય. (બીજાનું કંઈ કરી, બીજાથી ઊપજે-બદલે એમ ન થાય). (d) ભાવ એટલે ગુણ; જેટલા જે રૂપે છે, તેટલા તે રૂપે સત્ રહે, વિખરાય નહિ. (૩) (a) છયે દ્રવ્યો તથા તેના ગુણો અને પર્યાયોની સ્વતંત્રતા જાણતાં, પોતાનું ભલું-બુરું પોતાથી પોતામાં જ થાય છે, એવું યથાર્થ જ્ઞાન થાય છે. (b) કોઈપણ દ્રવ્ય કર્મ અથવા કોઈ પરનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ, આ જીવને લાભ કે નુકશાન કરી શકે નહિ, એવો નિર્ણય થાય છે. (c) હું સ્વતંત્ર જ્ઞાન-આનંદ સ્વભાવી પદાર્થ છું, અને જગતના સમસ્ત પદાર્થ મારાથી ત્રિકાળ ભિન્ન છે, - એવી ભેદજ્ઞાનરૂપ જ્યોતિનો ઉદય થાય. તે જ સમ્યજ્ઞાન-દર્શનરૂપ ધર્મ છે. (૪). જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત્ (a) એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન થાય. (b) એક ગુણ બીજા ગુણરૂપે ન થાય અને (c) એક દ્રવ્યના અનેક અથવા અનંત ગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય, તે શક્તિને અગુરુલઘુત્વ ગુણ કહે છે. (૫) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ.એમ અગુરુલઘુત્વગુણ બતાવે છે. (૬) જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત્ (a) એક દ્રવ્ય, બીજા દ્રવ્યરૂપે ન થાય. (b) એક ગુણ, બીજા ગુણ રૂપે ન થાય અને (c) એક દ્રવ્યના, અનેક અથવા અનંત ગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય, તે શક્તિને અગુરુલઘુત્વ ગુણ કહે છે. આથી વિશેષ એમ સમજવું કે (A) કોઈપણ દ્રવ્ય, બીજા દ્રવ્યને