________________
કહે છે – તે અતીન્દ્રિય આનંદના આસ્વાદ આગળ ઈન્દ્ર-ઈન્દ્રાણીના ભોગ- | વૈભવ પણ સડેલા મીંદડાના શરીર જેવા તુચ્છ ભાસે છે. લ્યો, અતીન્દ્રિય આનંદના રસનો રસિયો આવી જ્ઞાની હોય છે. (૯) ભગવાનનો ભક્ત;
ભગવાનનો દાસ. શાની આશાની :અનાદિથી જે પર્યાયમાં પહોંચેલ છે એ તો અંશમાં પહોંચેલ છે એ
તો અજ્ઞાની છે. ધર્મી જીવ ધ્રુવ પાતાળમાં પહોંચી ગયા છે અસંખ્ય પ્રદેશ ઉપરની જે પર્યાય છે તે અંતરના પાતાળમાં-ધ્રુવમાં ગઈ છે. અહા ! જેનાથી જન્મમરણનો અંત આવી જાય, એ કેવળજ્ઞાન થઈ જાય એવી આ વાતો છે ! ચૈતન્યના તળિયાને પકડતાં અંદર શ્રદ્ધા-અપેક્ષાએ કેવળજ્ઞાન પ્રગટયું, એટલે કે સ્વભાવે સર્વજ્ઞપણું માન્યું નહોતું તે માન્યું. એ અંદરમાં જઈને એકાગ્રતાની ધૂન લગાવીને કેવળજ્ઞાન પ્રગટ કરશે-જરૂર પ્રગટ કરશે. ચૈતન્યનાં તળિયાં જણે જોયાં એની પર્યાયમાં ચૈતન્યની પૂર્ણ દશા પ્રગટે જ. અહા ! પાતાળના જેણે પાણી જોયાં તેને પાણીની શેડ ફટશે જ - નીકળશે જ. આવો મારગ છે. ધ્રુવ ગુફા છે અસંખ્ય પ્રદેશી, તેની પર્યાય છે. તે અસંખ્યપ્રદેશી; તે અસંખ્યપ્રદેશી પર્યાયની પાછળ ત્યાં જ ધૃવ છે. ત્યાં ચૈતન્ય ભગવાન આત્માના ધ્રુવ પાતાળમાં-જ્ઞાની પહોંચી ગયા છે. જ્ઞાની આનંદમૂર્તિ ધ્રુવ જ્ઞાયકની ઊંડી ઊંડી ગુફામાં ઊંડે ઊંડે પહોંચી ગયા છે. સાધનાની સહજ દશા સાધેલી છે.
સ્વરૂપ સાધનાની એ સહજ દશા જ્ઞાનીએ સાધી છે. શાની અને અશાનીનો તફાવત :જ્ઞાની જાણે છે અને અજ્ઞાની વેદે છે. શાની અને ધર્મી :જ્ઞાની કહો કે ધર્મી કહો, બન્ને એક જ છે. જેને શાસ્ત્ર વગેરે
બહારનું બહું જાણપણું હોય તે જ્ઞાની એ જે પૂજા-ભક્તિ કે સામાયિકઉપવાસ વગેરેની બહ ક્રિયા કરે તે ધર્મી-એવો એનો અર્થ નથી. આત્મા શરીર, વાણી વગેરે જડ પદાર્થોથી જે અત્યન્ત ભિન્ન છે - એ તો સ્થૂળ વાત છે, પણ શુભાશુભ વિભાવોથી પણ જુદો છે એવી સાચી શ્રદ્ધા અને સ્વાનુભવયુક્ત જેને આત્મજ્ઞાન થયું છે તે જીવ ખરેખર જ્ઞાની છે, ધર્મી છે.
૧૧૧૦ જાની જીવ જે જ્ઞાની છે તે, નિર્વિકાર-આત્મતત્ત્વાવિષયક રૂચિ, તદ્વિષયક ક્ષતિ
અને તવિષયક નિશ્ચળ અનુભૂતિરૂપઅભેદરત્નત્રય પરિણામ વડે સંવરનિર્જરા-મોક્ષપદાર્થોનો કર્તા થાય છે, અને જ્યારે પૂર્વોકત નિશ્ચય-રત્નત્રયમાં સ્થિર રહી શકતો નથી ત્યારે નિર્દોષપરમાત્મ સ્વરૂપ અહંત સિધ્ધોની તથા તેનું નિર્દોષ પરમાત્માનું આરાધન કરનારા આચાર્ય-ઉપાધ્યાય-સાધુઓની નિર્ભર અસાધારણ ભક્તિરૂપ એવું જે સંસાર વિચ્છેદના કારણભૂત, પરંપરાએ મુક્તિકારણભૂત, તીર્થંકર પ્રવૃત્તિ વગેરે પુણયનો અનુબંધ કરનારું વિશિષ્ટ પુણય તેને અનીહિત વૃત્તિએ નિદાન રહિત પરિણામમાંથી કરે છે.
આ રીતે જ્ઞાની સંવર નિર્જરા-મોક્ષાદિ ત્રણ પદાર્થોનો કર્તા છે. શાની પણાનું લક્ષાણ :આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપષણાના
અતિશય પ્રસાદથી પ્રાપ્ત થયેલી શુદ્ધ જ્ઞાનમય આત્મતત્ત્વની અનુભૂતિ તે
જ્ઞાની પણાનું લક્ષણ છે. શાનીઓનાં પેટ :અંતર રહસ્ય. શનીને કિવળશાની આત્માને શણિયાનો સદભાવ હોવા છતાં પણ યિાના
૧૩૫ બંધનો અભાવ છે. કર્મના ત્રણ ભેદ પાડવામાં આવે છે. પ્રાણ, વિકાર્ય એ નિર્વત્ય. કેવળી ભગવાને પ્રાપ્તકર્મ, વિકાર્ય કર્મ, અને નિવર્ય કર્મ જ્ઞાન જ છે, કારણ કે તે જ્ઞાનને જ ગ્રહે છે, જ્ઞાનરૂપે જ પરિણમે છે અને જ્ઞાનરૂપે જ ઉપજે છે . આ રીતે જ્ઞાન જ તેમનું કર્મ છે અને જ્ઞપ્તિ(જ્ઞાન) જ તેમની ક્રિયા છે. આમ હોવાથી કેવળી ભગવાનને બંધ થતો નથી, કારણકે જ્ઞપ્તિક્રિયા બંધનું કારણ નથી પરંતુ જોયાર્થ પરિણમન ક્રિયા અર્થાત્ શેય પદાર્થો સન્મુખ વૃત્તિ થવી (શેય પદાર્થો પ્રતિ પરિણમવું) તે બંધનું કારણ
જેણે કર્મોને છેદી નાખ્યાં છે એવો આ આત્મા ભૂત, વર્તમાન અને ભાવિ સમસ્ત વિશ્વને (અર્થાત્ ત્રણે કાળના પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને) યુગપદ્ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે પરરૂપે પરિણમતો નથી, તેથી હવે, જેના સમસ્ત સેવાકારોને અત્યંત વિકસિત જ્ઞપ્તિના વિસ્તાર