________________
આહલાદિગત રાગ :અરિહંતાદિ પ્રત્યેનો રાગ; અહંનાદિ વિષયક રોગ; અહંનાદિનો
રાગ; (જેમ ચંદનવૃક્ષનો અગ્નિ પણ ઉગ્રપણે બાળે છે, તેમ અહંવાદિનો રાગ. પણ, દેવલોકાદિના કલેશની પ્રાપ્તિ વડે, અત્યંત અંતરંગ બળતરાનું કારણ
થાય છે.) અહતો: અનંત ચતુષ્ટય સહિત થયા, તેઓ અહંતો કહેવાય છે. અરાગ :રાગ વગરની દશા. આરાધના :ઉપાસના. અરિ અને બંધુ :શત્રુ અને બંધુ. અરિહંત :અરિ નામ વિકાર, ને હંત તેનો નાશ કરી, સ્વના આશ્રયથી જે પૂરણ
વીતરાગ સર્વજ્ઞદશાને પ્રાપ્ત થાય, તે અરિહંત પ્રભુ છે. (૨) કર્મશત્રુને હણનારા (૩) કેવલ પરમાત્મા (૪) અરિ એટલે અંતરંગ શત્રુ, તેમને હણનાર એ અરિહંત. રાગ, દ્વેષ અને અજ્ઞાન કે ચાર ઘાતિકર્મને જીતનાર તે જિન; અર્થ ઐશ્વર્યની પ્રાપ્તિ જેને છે તે ઈશ્વર. (૪) કર્મશત્રુના હણનાર. (૫) ચાર ધાતિકર્મો રહિત, અનંત ચતુષ્ટય સહિત (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ આ ચાર અનંત ચતુષ્ટય કહેવાય છે.) વીતરાગી અને કેવળજ્ઞાની પરમાત્મા. (૬) કેવળી ભગવાન. (૭) કર્મરૂપી શત્રુને જેણે હયા છે; ચાર ઘાતી કર્મ જેણે ક્ષય કર્યા છે. (૮) અરિ નામ પુણ્ય ને પાપના વિકારી ભાવ; અને હંત એટલે તેને જેઓએ હયા છે
એટલે નાશ કર્યા છે તે અરિહંત છે. અરિહંત પ્રભુ અરિ શમ વિકાર, ને હંત નામ તેનો નાશ કરી સ્વના આશ્રયથી જે
પૂરણ વીતરાગ સર્વજ્ઞદશાને પ્રાપ્ત થાય તે અરિહંત પ્રભુ છે. અરિહંત ભક્તિ ભાવના અરિહંતના ગુણોમાં અનરાગ તે અરિહંત ભક્તિ છે. આ
અરિહંત ભક્તિ સંસાર સમુદ્રમાંથી તારનારી છે. તેનું નિરંતર ચિંતવન કરો. સુખકારક એવા અરિહંતનું સ્તવન કરો. તેમના ગુણને અનુસરતાં તો અનંત નામ છે. ભક્તિપૂર્ણ ઈન્દ્ર ભગવાનનાં એક હજાર નામ સહિત સ્તવન કર્યું છે.
૧૦૯ અરિહંત ભક્તિ નરક આદિ ગતિનો નાશ કરનારી છે. અને દેવનાં સુખ પછી
મનુષ્યનાં સુખ આપી અંતે અવિનાશી અક્ષય મોક્ષસુખ પમાડનારી છે. અરિહંતનું સ્વરૂપ જે કેવલજ્ઞાન, કેવલદર્શન તથા કેવલસુખ સ્વભાવ અને કેવલવીર્ય
સ્વરૂપ અનંતચુતષ્ટય રૂપ જે સહજ આત્મ સ્વરૂપ પરમાત્મતત્ત્વ છે, તેની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવરૂપ અભેદ રત્નત્રયમાં જેઓ પરિણમ્યા છે, તથા સુખદુઃખ, જીવન-મરણ, લાભ-અલાભ, શત્રુ-મિત્રતામાં સમતાભાવની સાથે રહેનારી નિર્વિકલ્પ સમાધિપૂર્વક શ્રી વીતરાગનો આત્મદર્શક ઉપદેશ પામી જે અનંત ચતુષ્ટય યુક્ત થયા છે; ત્યાર પછી જેઓએ જીવાદિ પદાર્થ કે કેવલજ્ઞાનાદિ અનંત ગુણોની પ્રાપ્તિરૂપ મોક્ષનો અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્મચારિત્રરૂપ ભેદ અભેદવાળા મોક્ષમાર્ગનો પણ ઉપદેશ કર્યો છે એ જિનવરોને હું નમ્રભાવે પ્રણામ કરું છું. અહીં અરિહંતના ગુણસ્વરૂપ એવું જે પોતાનું આત્મસ્વરૂપ છે તે સર્વદા
સર્વપ્રકારે ઉપાદેય છે. અરિહંતના ૧૨ગુણ :૧. અશોકવૃક્ષ, ૨. સુરપુષ્પવૃષ્ટિ, ૩. દિવ્ય-ધ્વનિ, ૪.
ચામર, ૫. સિંહાસન, ૬. ભામંડળ, ૭. દુંદુભિ. ૮. છત્ર. એ આઠ પ્રતિહાર્ય અને (૧) અપાય-અપગમ-અતિશય, (૨) જ્ઞાન-અતિશય, (૩) પૂજા અતિશય, (૪) વચન-અતિશય. એ ચાર અતિશય મળી અરિહંતના બાર
ગુણ થાય છે. આરોપાયેલા (નવા અર્થાત્ ઔપાધિકરૂપે) કરાયેલા. (વિકારો સ્વભાવભૂત
નહોતા, પણ ઉપાધિના નિમિત્તે ઔપાધિકરૂપે (નવા) થયેલા હતા.) અલંક્ય કોઈથી તોડી ન શકાય તેવું. અલય :અશેય; અદશ્ય; અગોચર; નિરાકાર; ધ્યાનમાં ન આવે તેવું. અશક્યાક્ય:અલક્ષ્ય છતાં તે જ્ઞાનથી દેખાય તેવું છે તે બ્રહ્મ. અલખ નિરાકાર; બ્રહ્મ; ધ્યાનમાં ન આવે તેવું અલક્ષ્ય; અશેય; અદશ્ય;
અગોચર; નિશાની ન જણાય તેવું. (૨) અલક્ષ; આત્માનો નિર્વિકલ્પ નિશ્ચય લક્ષ થયો છે, તે યોગથી ઉપયોગને જુદો પાડી દઈ આત્મામાં સમાઈ જાય છે. (૩) અન્નેય; બ્રહ્મ. (૪) ઈન્દ્રિયથી પાર; અતીન્દ્રિય. (૫)