________________
વૈભાવિક સ્થિતિક્રિયા છે. એકલો પરમાણુ સ્થિર રહે તે પુદ્ગલની સ્વાભાવિક સ્થિતિ ક્રિયા છે અને સ્કંધ સ્થિર રહે તે પુલની (સ્કંધમાના દરેક પરમાણુની) વૈભાવિક સ્થિતિક્રિયા છે. આ જીવ-પુલની સ્વાભાવિક
તેમજ વૈભાવિક સ્થિતિક્રિયામાં અધર્મદ્રવ્ય નિમિત્ત માત્ર છે. સ્વભાવ શાન ભગવાન આત્મા અતીન્દ્રિય અરૂપી વસ્તુ છે ને તેનો જે ત્રિકાળી
જ્ઞાનરૂપ છે તે સ્વભાવજ્ઞાન છે, તથા તેની કેવળજ્ઞાનરૂપ જે નિર્મળ પૂર્ણ અવસ્થા થાય છે તેમ સ્વભાવજ્ઞાન છે. સ્વભાવજ્ઞાન એક ત્રિકાળ અને બીજું કેવળજ્ઞાન-વર્તમાન એમ બન્ને સ્વાભાવિક જ્ઞાન છે અને તે અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે. (૨) સ્વભાવ જ્ઞાનના પણ બે પ્રકાર છે
(૧) કાર્યસ્વભાવ જ્ઞાન એ (૨) કારણ સ્વભાવ જ્ઞાન. સ્વાભાવિક જ્ઞાન પણ બે પ્રકારનું છે એક કાર્ય સ્વભાવ જ્ઞાન, અર્થાત્ કાર્યરૂપ-પર્યાય રૂ૫ જે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, અને બીજું કારણ
સ્વભાવ જ્ઞાન જે ત્રિકાળી ગુણરૂપ સ્વભાવ જ્ઞાન છે તે. સ્વભાવ દર્શનોપયોગ : સ્વાભાવિક દેખાવનો વ્યાપાર; સહજ દેખાવનો વ્યાપાર. સ્વભાવ વિશાત :સ્વભાવનો નાશ કરનાર સ્વભાવ નિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે. સ્વભાવ નિયત અસ્તિત્વરૂપે
પરિણમીને અનુસરે છે, (અનમય આત્માને જ) આત્માથી જાણે છે અર્થાત્ સ્વપર પ્રકાશપણે ચેતે છે, (અનન્યમય આત્માને જ) આત્માથી દેખે છે. અથોત યથાતથપણે અવલોકે છે, તે આત્મા જ ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે,
દર્શન છે. સ્વભાવ નિયત :સ્વભાવમાં અવસ્થિતઃ (જ્ઞાનદર્શન૫) સ્વભાવમાં ઢપણે રહેલ.
(સ્વભાવનિયત અસ્તિત્વની વિશેષ સ્પષ્ટતા માટે પંચાસ્તિકમય ગાથા
૧૫૪ની ટીકા જુઓ) સ્વભાવ પ્રતિઘાત વિન; રુકાવટ; હણાવું તે; ઘાત
૧૦૫૮ સ્વભાવ પર્યાય :સમસ્ત દ્રવ્યોને પોતપોતાના અંગુરૂ લઘુગુણ દ્વારા પ્રતિ સમય
પ્રગટતી ષસ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ તે સ્વભાવ
પર્યાય. સ્વભાવ વ્યંજન કોને કહે છે? બીજાના નિમિત્ત વિના, જે વ્યંજન પર્યાય હોય.
જેમ કે- જીવની સિદ્ધ પર્યાય ૨વભાવ વ્યંજન પર્યાય ૫ર નિમિત્તના સંબંધ રહિત દ્રવ્યને જે આકાર હોય તેને
સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે, જેમ કે સિદ્ધ ભગવાનનો આકાર. (૨) બીજાના નિમિત્ત વિના, જે વ્યંજન પર્યાય હોય, તેને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે, જેમ કે જીવની સિદ્ધ પર્યાય. (૩) બીજાના નિમિત્ત વિના જે વ્યંજન પર્યાય હોય તે સ્વભાવ પર્યાય. જેમ કે જીવની સિદ્ધ પર્યાય (૪)
સિદ્ધને પ્રદેશોનો જે આકાર હોય તેને સ્વભાવવ્યંજનપર્યાય કહે છે. રવભાવ વિદાયત સ્વભાવનો ક્ષય; સ્વભાવનો નાશ. સ્વભાવબંધ (૨) સ્વભાવનો
નાશ થવો; સ્વભાવનો ક્ષય થવો. સ્વભાવમાં સુભટ છે ધર્મી જીવ ભાવની સાધનામાં શૂરવીર છે. ભગવાન જ્ઞાનાનંદ
સ્વભાવની અંતરમાં જે દૃષ્ટિ થઈ છે તેના બળે સ્વરૂપલીનતા સાધવામાં
પરાક્રમી છે. સ્વભાવ સમવસ્થાન :સ્વરૂપમાં પ્રવર્તવું તે. સ્વભાવકત :કર્મોના પોતાના સ્વભાવથી કરાયેલું સ્વભાવગુણ પર્યાય :સમસ્ત દ્રવ્યોને પોતપોતાના અગુરુલઘુગુણ દ્વારા પ્રતિસમય
પ્રગટતી ષટસ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ તે
સ્વભાવગુણ પર્યાય છે. સ્વભાવગતિ કિયા ચૌદમા ગુણવસ્થાના અંતે જીવ ઉર્ધ્વગમન સ્વભાવી લોકાંતે
જાય તે જીવની સ્વભાવગતિ ક્રિયા છે. આત્માનું ભાન થઈને કેવળજ્ઞાન થયા પછી અયોગી દશા અવસ્થા પ્રગટે તે ચૌદમું ગુણસ્થાન છે.અને તેને અંતે જીવ દેહથી છૂટો પડી સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે ત્યારે અહીંથી પોતાના કારણે તે આમ ઊર્ધ્વ એકાંતે જાય છે. તો ઊર્ધ્વગમન સ્વભાવથી જીવ આમ લોકાંતે જાય તે જીવની સ્વાભાવિક ગતિક્રિયા છે. આત્મા જ્યારે પૂર્ણ અયોગી દશા