________________
વધારે પડે તેમ સાધકનો સાધક ભાવ વધારે ઉઘડે છે, તેને બાધક કરવા જગતમાં કોઈની તાકાત નથી, અનંતી પ્રતિકૂળતાની સામે ઉભા રહેવાની સાધકની તાકાત છે. (૨) અપૂર્ણ સ્વરૂપ; વર્તમાનમાં સ્વભાવની પ્રતીતિ,
જ્ઞાન અને રમણતા એ સાધક છે; મોક્ષમાર્ગ. સાધન મોક્ષ માર્ગની પર્યાય; મોક્ષોપાય. (૨) વસ્તુની ઉત્પત્તિના કારણને સાધન
સાધનજીવ :સમક્તિની જ્ઞાની. સાધનભત:કારણરૂપ સાધુના કેટલાક મૂળ ગુણ શ્રમણ-મુનિના ૨૮ અઠ્ઠાવીસ મૂળ ગુણ છે. પાંચ
મહાવ્રત (અહિંસા, સત્ય, અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ મહાવ્રત છે.) પાંચ સમિતિ (ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નક્ષેપણ અને પ્રતિષ્ઠાપન આ પાંચ સમિતિ છે.) પાંચ ઈન્દ્રિયોનો નિરોધ (સ્પર્શન, રસના, ધાણ, ચશ્ન એ શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિયો, જેમનો નિરોધ-વશ કરવું-અહીં વિવક્ષિત છે.) છે આવશ્યક (સામાયિક, સ્તુતિ, વંદના, કાયોત્સર્ગ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન આ છે પરમ આવશ્ય છે.) કેશલોચ. અસ્નાન, અચેલપણું (નગ્નપણું), અદંતધાવન, ભૂમિ-શયન, ઊભા રહીને ભોજન કરવું અને એક વખત ભોજન આ યોત્રીના અઠ્ઠાવીસ મૂળ ગુણ છે જે સદા પાળવા યોગ્ય છે. જેમનું વિસ્તૃત સ્વરૂપ લક્ષ્ય અને ઉપયોગિતાના વર્ણનથી મૂળાચાર, ભગવતી આરાધના, અનાચાર ધર્મામૃત આદિ ગ્રંથો વિશે, જાણવા માટે
વાંચવા ભલામણ છે. સાધ્ય સધાતું (૨) પ્રાપ્ત (3) આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ; સર્વથા
મોક્ષ. (૪) મોક્ષ. (૫) પૂર્ણ નિર્મળ અવસ્થા, ત્રિકાળી ટકનાર, પૂર્ણ આત્મસ્વરૂપ (૬) લક્ષ્મ, ધ્યેય (૭) સાધવા યોગ્ય (૮) સાધવા યોગ્ય; પ્રાપ્ત
કરવા યોગ્ય; મેળવવા યોગ્ય; ધ્યેય; નિશાન; લક્ષ્ય. સાધ્ય અને સાધન સાધ્ય-સાધન વિષેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે છઠ્ઠા
ગુણસ્થાને વર્તતી આંશિક શુદ્ધિ સાતમા ગુણસ્થાન-યોગ્ય નિર્વિકલ્પ શુધ્ધ
૧૦૪૧ પરિણતિનું સાધન છેઃ હવે છઠ્ઠા ગુણસ્થાને કેવી અને કેટલી શુધ્ધ હોય છે-એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવતો હોય તો, વિસ્તારથી એમ નિરૂપણ કરાય કે જે શુધ્ધિના સદૂભાવમાં તેની સાથે મહાવ્રતાદિના પણ કહે છે કે, ચોથે ગુણસ્થાન કે થી તેરેમાં ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્ય ભેદ છે. જો ચોથે ગુણસ્થાન કે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય તો, મિથ્યાત્વ જવાનું ફળ શું થયું? કંઇ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે. અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યત્વથી તથા રૂપ સ્વરૂપસ્થિતિ ન હોય, તો શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય ? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અલ્પ સંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિ સમકિતનું બળ છે. પાંચમે અને છ ગુણસ્થાન કે ચારિત્રનું બળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનકમ તો છઠું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકો ઉપદશેની પ્રવૃત્તિ
કરી શકવા યોગ્ય નથી; એટલે તેરમે અને છટ્ટ ગુણસ્થાન કે તે પદ પ્રર્તે છે. સાધ્યભાવ પૂર્ણ સ્વરૂપ; જ્ઞાન સ્વરૂપ આત્માની પૂર્ણ સિદ્ધ પર્યાય. સાધ્ય-સાધન સાધ્ય-સાધન વિષેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે છઠ્ઠા ગુણસ્થાને
વર્તતી આંશિક શુધ્ધિ સાતમા ગુણસ્થાન યોગ્ય નિર્વિકલ્પ શુધ્ધ પરિણતિનું સાધન છે. હવે છઠ્ઠા ગુણસ્થાને કેવી અથવા કેટલી શુદ્ધિ હોય છે. એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો, વિસ્તારથી એમ નિરૂપણ કરાય કે જે બુદ્ધિના સદભાવમાં, તેની સાથે સાથે મહાવ્રતાદિના શુભ વિકલ્પો હઠ વિના સહજપણે વર્તતા હોય છે તે છઠ્ઠા ગુણસ્થાન યોગ્ય શુધ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુધ્ધ પરિણતિનું સાધન છે. આવા લાંબા કથનને બદલે, એમ કહેવામાં આવે છે છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવ્રતાદિના શુભ વિકલ્પો સાતમા ગુણસ્થાન યોગ્ય નિર્વિકલ્પ શુધ્ધ પરિણતિનું સાધન છે; તો એ ઉપચરિત નિરૂપણ છે. આવા ઉપચરિત નિરૂપણમાંથી એમ અર્થ તારવવો જોઇએ કે મહાવ્રતાદિ શુભવિકલ્પો નહિ પણ તેમના દ્વારા સૂચવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાન યોગ્ય નિર્વિકલ્પ શુધ્ધ પરિણતિનું સાધન છે.