________________
૧૦૪
અયથાચાર :અયથાતથ આચાર; અયથાર્થ ચારિત્ર; અન્યથા આચરણ. અયથાજતરૂપધર :(આત્માનું) અસહજ રૂપ ધરનાર. અયથાતથપણે ગ્રહે છે જેવા નથી, તેવા સમજે છે. અયથાતથ :જેવા નથી તેવા. અયથાર્થ મિથ્યા; અવાસ્તવિક; ખોટું; યથાર્થ નહિ એવું. અયથાલબ્ધ જેવો મળે તેવો નહિ, પણ પોતાની પસંદગીનો; સ્વેચ્છાલબ્ધ. અયન :પ્રયાણ; વિષુવવૃત્તની દક્ષિણમાં અને ઉત્તરમાં દેખાતી સૂર્યની ગતિ; એ
ગતિને લાગતો વખત; છ માસ; ઉત્તરાયણ અને દક્ષિણાયનનું દૂરમાં દૂરનું
બિંદુ; સોસ્ટિસ. આયુરાણ :ભવધારણનું નિમિત્ત (અર્થાત્ મનુષ્યાદિ પર્યાયની સ્થિતિનું નિમિત્ત)
તે આયુપ્રાણ છે. અયશઃ કીર્તિનામ કર્ણ જે કર્મના ઉદયથી જીવની લોકમાં પ્રશંસા ન થાય તેને
અયશઃ કીર્તિમામ કર્મ કહે છે. અયોગ :સપુરુષ સાથે જોડાણનો અભાવ; મન, વચન, કાયરૂપ યોગનું ન
હોવાપણું. અયોગી દેહરહિત; નિરાકાર. અયોગી સિદ્ધ :દેહરહિત સિદ્ધ આત્મા; નિરાકાર શુદ્ધ ચૈતન્યમૂર્તિ. અરંગ રંગરહિતપણું. અર્ચન પૂજા, કપાળે ચંદન લગાડવું તે. અર્થનિક પૂજા કરવાને યોગ્ય. અર્થવું :પૂજન. ભક્તિ કરવી; કપાળે ચંદન વગેરે લગાડવું. અર્થી પૂજા; સન્માન. (૨) (આત્માની અર્ચા) આધ્યાત્મરસની આર્દ્રતા; આત્મ
અનુભવ. પૂજન, અર્ચન. (૩) પૂજાનું સન્માન. અરુચિ :દિલગીરી (૨) દ્વેષભાવ. (૩) અનાદર. (૪) અપ્રીતિ; અણગમો. અશિપણું મલિનતા; શુભાશુભભાવ; દુર્ગધમય,; અપવિત્ર. અર્જન :પ્રાપ્તિ. અર્ણવ સમુદ્ર
આરત :આર્ષ; પીડિત; ભીડમાં આવી પડેલું; પીડા; ભીડ; ગરજ. અંતર્ગર્ભિત :આંતરિક માર્મિક; અર્થસૂચક. અસાવધ ગાફેલ; બેદરકારી; ગફલત; સચેત નહિ તેવું. અરતિ :અપ્રતીતિ; ઉદ્વેગ; આસક્તિનો અભાવ; પ્રેમનો અભાવ-દ્વેષ. (૨) ભય.
(૩) શોક. (૪) રતિનો અભાવ. (૫) અપ્રિય; બૂરું લાગે તેવો ભાવ. (૬)
રતિ-આસક્તિનો અભાવ, (૭) ખેદ. (૮) નારાજગી; ગમગીની. અરતિનોકષા વેદનીય મોહનીય કર્મ નારાજગીના પરિણામ થાય તે મોહનીય
કર્મનું ફળ છે. અર્થ:૫દાર્થ (૨) લક્ષ્મી; તત્વ; શબ્દનું બીજુ નામ; (૩) સમજ. (૪) અનેક
શબ્દોના સંબંધથી કહેવામાં આવતી, વસ્તુપણે એક એવો પદાર્થ. (૫) ઋ ધાતુમાંથી અર્થ શબ્દ બન્યો છે. ઋ એટલે પામવું. પ્રાપ્ત કરવું, પહોંચવું, જવું. અર્થ એટલે (૧) જે પામે-પ્રાપ્ત કરે-પહોંચે છે, અથવા (૨) જેને પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય તે. (૬) અનેક શબ્દોના સંબંધથી, કહેવામાં આવતો, વસ્તુપણે એક, એવો પદાર્થ. (૭) દ્રવ્ય, ગુણ, પર્યાય. (૮) ઉદ્દેશ, હેતુ, કારણ, આશય, ભાવ, માયનો, પદાર્થ, વસ્તુ, કાર્ય, કામ, પ્રસંગ, ધન, દોલત, પૈસો, ચાર પરુષાર્થમાંનો બીજો, લાભ, કાયદો, ગરજ, ખરી પરિસ્થિતિ, પરિણામ, જરૂરિયાત, શક્તિ, તાકાત. (૯) આત્મા ત્રિકાળી વસ્તુ છે તે અર્થ છે. આત્મા ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે અર્થ છે. (૧૦) લક્ષ્મી; (૧૧) વસ્તુ; દ્રવ્ય; પદાર્થ. (૧૨) હિત. (૧૩) (a) જે પામે-પ્રાપ્ત કરેપહોંચે છે, અથવા (b) જે ને પમાય -પ્રાપ્ત કરાય- પહોંચાય તે. અર્થો (પદાર્થો એટલે દ્રવ્યો, ગુણો અને પર્યાયો. એ સિવાય વિશ્વમાં બીજું કાંઇ નથી. વળી એ ત્રણમાં, ગુણો અને પર્યાયોનો આત્મા (તેમનું સર્વસ્વ) દ્રવ્ય જ છે. આમ, હોવાથી કોઇ દ્રવ્યના ગુણો અને પર્યાયો, અન્ય દ્રવ્યના ગુણો અને પર્યાયો રૂપે, અંશે પણ થતા નથી, સર્વ દ્રવ્યો પોતપોતાના ગુણપર્યાયોમાં રહે છે.-આવી પદાર્થોની સ્થિતિ મોહ- ક્ષયના નિમિત્તભૂત, પવિત્ર જિનશાસ્ત્રોમાં કહી છે. (૧૬) પ્રયોજન. (૧૭) આત્માપદાર્થ. (૧૮) સ્વ-પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. વિશ્વ એટલે સમસ્ત