________________
પ્રદેશમાત્ર અસંખ્યાત દ્રવ્ય છે. તેના પરિણામના નિમિત્તે સમય, આવલી આદિ વ્યવહાર કાળ છે. આ રીતે જીવ દ્રવ્ય સહિત છ દ્રવ્ય જાણવા. કાળને બહુ પ્રદેશ નથી, તેથી કાળ સિવાય પંચાસ્તિકાય કહીએ. એમાં જીવતત્ત્વ અને પુદ્ગલઅજીવત્ત્વના પરસ્પર સંબંધથી, અન્ય પાંચ તત્ત્વ થાય છે.
(૩) આસ્રવતત્ત્વ = જીવના રાગાદિ પરિણામથી, યોગ દ્વારા આવતા પુદ્ગલોના આગમનને, આસ્રતત્ત્વ (કહીએ). (૪) બંધતત્ત્વ = જીવને અશુદ્ધતાના નિમિત્તે આવેલાં, પુદ્ગલોનું જ્ઞાનાવરણાદિરૂપ, પોતાની સ્થિતિ અને રસ, સંયુકત પ્રદેશો સાથે સંબંધરૂપ થવું, તે બંધ તત્ત્વ કહીએ. (૫) સંવરતત્ત્વ = જીવના રાગાદિ પરિણામના અભાવથી, પુદ્ગલોનું ન આવવું, તેને સંવર કહીએ.
(૬) નિર્જરાતત્ત્વ = જીવના શુદ્ધોપયોગના બળથી પૂર્વે બંધાયેલાં, કર્મોના એકદેશ નાશ થવો, તેને સંવરપૂર્વક નિર્જરા કહીએ. કર્મફળને ભોગવીને નિર્જરા કરવામાં આવે, તે નિર્જરા, મોક્ષને આપે નહિ.
(૭) મોક્ષતત્ત્વ = સર્વથા કર્મનો નાશ થતાં, જીવનો નિજભાવ પ્રગટ થવો, તેને મોક્ષ કહીએ. આ સાત તત્ત્વાર્થ જાણવાં પુણ્ય-પાપ આસવાદિના ભેદ છે. માટે જુદાં કહ્યાં નથી. આ રીતે આ તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ કહીએ. સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવે છે? ઃ મોક્ષતત્ત્વ =સર્વજ્ઞ-વીતરાગ સ્વભાવ છે, તેના ધારક શ્રી અર્હત સિદ્ધ છે, એ તે જ નિર્દોષ દેવ છે. તેથી જેને મોક્ષતત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે.
(૧)
૧૦૩૬
(૨) સંવર-નિર્જરા =સંવર-નિર્જરા નિશ્ચયરત્નત્રય સ્વભાવ છે, તેના ધારક ભાવલિંગ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે તે જ નિગ્રંથ દિગમ્બર ગુરૂ છે, તેથી જેને સંવર-નિર્જરાની સાચી શ્રદ્ધા છે તેના સાચા ગુરૂની શ્રદ્ધા છે. (૩) જીવ તત્ત્વ =જીવતત્ત્વનો સ્વભાવ રાગાદિ ઘાતરહિત શુદ્ધ ચૈતન્ય પ્રાણમય છે, તેના સ્વભાવ સહિત અહિસાધર્મ છે. તેથી જેને શુદ્ધ જીવની શ્રદ્ધા છે તેને નિજ આત્માની અહિંસારૂપ ધર્મની શ્રદ્ધા છે. સાત ધાતુઓ :
રકત, વીર્ય,માંસ, મજજા, રસ, મેદ, અસ્થિ, આ સાત ધાતુનું શરીર બનેલું છે. સંત બીજ પલટે નહિ, જો જુગ જાય અનંત;
ઊંચ-નીચ ઘર અવતરે, તો ય સંત કો સંત
(એક વખત આત્મ જ્ઞાન થયા પછી તે ગમે ત્યાં જાય, પણ તે બીજ કાયમ રહે છે.)
સાત નયો :
(૧)
એવંભૂત દૃષ્ટિથી ૠજુસુત્ર સ્થિતિ કર :- જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવંભૂત શુદ્ધ સ્વરૂપ સ્થિતિ છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી ૠજુસૂત્રપણે- વર્તમાન પર્યાયમાં તથા પ્રકારે સ્થિતિ કર! એટલે કે વર્તમાનમાં શુદ્ધ સ્વરૂપમાં વર્ત.
(૨) ૠજુસૂત્ર દષ્ટિથી એવંભૂત સ્થિતિ કરઃ- અને વર્તમાન પર્યાયથી ૠજુસૂત્રની દૃષ્ટિએ પણ, જેવા પ્રકારે આત્માનું એવંભૂત શુદ્ધ નિશ્ચિય સ્વરૂપ છે, તેવા પ્રકારે સ્તિથિ કર! અથવા વર્તમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ, પણ જેવું શુદ્ધ આત્મા સ્વરૂપ છે તેવી સ્થિતિ કર! શુદ્ધ સ્વરૂપસ્થ થા!
(૩) નૈગમ દૃષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર :- નૈગમ દૃષ્ટિથી એટલે કે, જેવા પ્રકારે ચૈતન્ય લક્ષણથી આત્મા લોકપ્રસિદ્ધ વ્યવહારથી વ્યવહારાય છે, અથવા અંશગ્રાહી નૈગમ દૃષ્ટિથી જણાય છે, તે દૃષ્ટિથી- તે લક્ષમાં રાખી, એવંભૂત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે સ્થિતિ કર! અથવા નૈગમ એટલે જેવા પ્રકારે, વીતરણભકિત, વૈરાગ્યાદિ, મોક્ષસાધક વ્યવહાર લોકપ્રસિદ્ધ છે તે દૃષ્ટિ થી,