________________
સાકાર અને નિરાકાર પ્રતિભાસ સ્વરૂપ :જ્ઞાન અને દર્શન સ્વરૂપ. સાકાર અનાકાર :જ્ઞાન સાકાર છે અને દર્શન અનાકાર છે. સાકાર મંત્રભેદ હાથ વગેરેની ચેષ્ટા ઉપરથી બીજાના અભિપ્રાયને જાણીને તે પ્રગટ
કરી દેવો તે સાકાર મંત્ર ભેદ છે. સાકાર-અનાકાર જ્ઞાન સાકાર છે અને દર્શન અનાકાર છે. (૨) સવિકલ્પ
નિર્વિકલ્પ. સાકાર-નિરાકાર :પ્રદેશત્વ ગુણના કારણે દરેક આત્માને પોતાનો અરૂપી આકાર છે
જ; પણ રૂપી આકાર નથી તે અપેક્ષા એ તે નિરાકાર કહેવાય છે. આત્માનો અરૂપી આકાર ઇન્દ્રિયગમ્ય નથી, એ અપેક્ષાએ નિરાકાર છે અને આત્માનો
આકાર જ્ઞાનગમ્ય છે, તેથી તે આકારવાન-સાકાર છે. સાંખ્યમત મુક્તાત્માના ચૈતન્યને સાંખ્યમતાનુનાયી નિરર્થક બતાવે છે. એ કહે છે
કે ચૈતન્ય શેયના જ્ઞાન વિનાનું હોય છે. આ વાતોનો નિષેધ કરતાં અહીં બે વિકલ્પ ઉપસ્થિત કરવામાં આવ્યાં છે - આત્માનું ચૈતન્ય નિરર્થક સ્વાભાવરૂપ છે કે નિરર્થક સ્વભાવરૂપ નથી ? આ બન્નેમાંથી કોઈની પણ માન્યતા પર નિરર્થકનો વિચાર બની શકતો નથી, એમ સૂચિત કરવામાં આવ્યું છે. આત્માનું ચૈતન્ય નિરર્થક સ્વભાવરૂપ નથી, આ દ્વિતીય વિકલ્પની માન્યતાથી તો ચૈતન્યની સ્વભાવથી સાર્થકતા સ્વતઃસિદ્ધ થઈ જાય છે અને તેથી આપત્તિ માટે કોઈ સ્થાન જ નથી રહેતું. બાકી આત્માનું ચૈતન્ય નિરર્થક સ્વભાવરૂપ છે એવો પ્રથમ વિકલ્પ માનતાં આત્માના ચૈતન્યને નિરર્થક બતાવવારૂપ વિચાર કેવી રીતે બંધ બેસતો નથી તે નીચે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ચૈતન્યને આત્માનો નિરર્થક સ્વભાવ માનવાનો અર્થ એ થાય છે કે ચૈતન્ય આત્માનો સાર્થક (સ્વકીય) સ્વભાવ ન હોતાં તેનો વિભાવ પરિણામ છે. કોઈ પણ વિભાવ પરિણામ પરના નિમિત્ત વિના થતો નથી. આત્માના વિભાવ પરિણામનું કારણ યૌલિક કર્મ હોય છે, જેને પ્રકૃતિ પણ કહે છે. વિભાવ પરિણામ જે ચૈતન્યરૂપ હોય તો તેને ઉત્પન્ન કરનાર પ્રકૃતિ પણ જ્ઞાનરૂપ કરે છે. પરંતુ જ્ઞાન પ્રકૃતિનો ધર્મ નથી. તેને પ્રકૃતિનો ધર્મ માનતાં
૧૦૩૧ પ્રકૃતિને ચેતનમણાનો પ્રસંગે ઉપસ્થિત થયા છે. જેને સાંખ્યમતના અનુયાયીઓએ પણ માન્યા નથી. પ્રકૃતિને ચૈતન્ય ધર્મનો સદ્ભાવ માનવામાં આવે તો તેને આત્મા (પુરૂષ) માનવો અનિવાર્ય બની જશે; કારણ કે સાંખ્યોએ પુરૂષ આત્માનો ચેતનરૂપે સ્વીકાર કર્યો છે અને પ્રકૃતિનો જડરૂપે. આ માન્યતાથી તેમના મતમાં વિરોધ ઉત્પન્ન થશે. તેથી ચૈતન્ય સ્વભાવથી જ્ઞાનરૂપ હોતાં નિરર્થકપણું કાંઈ જ બનતું નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ હોવાથી તેમાં નિરર્થકપણાની સંગતિ બેસતી નથી. આવી સ્થિતિમાં
સાંખ્યોની કત માન્યતા સદોષ કરે છે. સાંખ્યમતી:૫ર્યાય સમ્યગ્દર્શનનો વિષય નથી, પરંતુ ત્રિકાળ ધ્રુવ શાયકને વિષય
કરનાર પર્યાય છે, તેને ન માને તે સાંખ્યમતી છે. સાગમટે નોતરું :ભોજન સમારંભમાં ઘરની અબાલ વૃદ્ધ તમામને જમવાનું
આમંત્રણ આપવું તે. સાગર દશ કોડી કોડી પલ્યોપમનો એક સાગર થાય છે. એક પલ્યોપમકાળના
અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત અબજવર્ષ સમાય છે. સાગર એટલે સાગરોપમ (૨) બે હજાર ગાઉ ઊંડો અને બે હજાર ગાઉ પહોળો એવા ગોળ ખાડામાં કાતરથી જેના બે ટુકડા ન થઈ શકે એવા અને એક દિવસથી સાત દિવસ સુધીના જન્મેલા ઉત્તમ ભોગ ભૂમિના ઘેટાંના વાળથી તે ખાડો પૂરો ભરી દેવો. તેમાંથી એક વાળને સો સો વરસે કાઢવો. જેટલા કાળમાં તે બધા વાળને પૂરા કાઢી નાખવામાં આવે તેટલા કાળને વ્યવહાર પલ્ય કહે છે. વ્યવહાર પલ્યથી અસંખ્યાત ગુણ ઉદ્ધાર૫લ્ય અને ઉદ્ધારપત્યથી અસંખ્યાત ગુણા કાળને અદ્ધાપલ્ય કહે છે. દસ ક્રોડા ક્રોડી (૧૦ કરોડ * ૧૦ કરોડ). અદ્વાપલ્યોને એક સાગર કહે છે. (૨) ગર એટલે વિષયુકત તે સાગર કહેવાય છે. એટલે સાગરને “ગર’ વિષરોગ લાગુ પડ્યો છે. એટલે વિષયુક્તને જેમ વમન થાય. મોળ ચઢે, મોઢે ફીણ વળે ને ચેન ન પડે તેમ સાગરને ફીણ વળે છે તે બહાર કાઢે છે.