________________
નેહરાગાદિરૂપ ચીકાશ (૨) તેલ, ચીકણો પદાર્થ, સ્નિગ્ધતા, ચીકાશ (૩) તેલ |
આદિ ચીકણા પદાર્થો (૪) તેલ; ચીકણો પદાર્થ; સ્નિગ્ધતા; ચીકાશ (૫) વિષયોની આકાંક્ષા; પંચેન્દ્રિયના વિષયોની આસક્તિ. નેહગુણ સ્પર્શગુણના પર્યાયરૂપ ચીકાશ. (જેમ જ જુદા ચીકાશની સંમુખ વર્તતો
પરમાણુભાવી બંધથી પરાડમુખ છે, તેમ જેને રાગાદિ જીર્ણ થતા જાય છે
એવો પુરુષભાવી બંધથી પરમુખ છે.) નેહમર્દનકરણ :તેલ આદિના મર્દનનું કરવું થી તીર્થકર :ચોથું ગુણસ્થાન (સમ્યગ્દર્શન) સાથે લઈ જનાર આત્મા પુરૂષપણે
જન્મે છે, સ્ત્રીપણે જન્મતા નથી; તેથી સ્ત્રીપણે કોઈ તીર્થકર હોઈ શકે નહિ; કેમકે તીર્થકર થનાર આત્મા સમ્યગ્દર્શન સહિત જ જન્મે છે, તેથી તે પુરૂષ જ હોય છે. જો કોઈ કાળે પણ એક સ્ત્રી તીર્થકર થાય એમ માનીએ તો ભૂતભવિષ્યની અપેક્ષાએ અનંત સ્ત્રીઓ તીર્થકર થાય અને તેથી સમ્યગ્દર્શન
સહિત આત્મા સ્વીપણે ન જન્મે એ સિદ્ધાંત તૂટી જાય. સ્ત્રી પર્યાયની યુતિ ન થવાનું કારણ પ્રમાદમય મૂર્તિ - સ્ત્રીઓને સદા પ્રમાદ રહ્યા
કરે છે તેથી તેને પ્રમદા કહેવામાં આવે છે. પ્રમાદ શબ્દ માત્ર આળસ તથા અસાવધાનીનો વાચક નથી પણ તેમાં ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય; સ્ત્રી કથા, રાજ કથા, ભોજન કથા તથા ચોર કથા એ ચાર પ્રકારની વિકથાઓ; રાગ; નિદ્રા અને પાંચે ઈન્દ્રિયોના પાંચ વિષય અને ૧૫ વાતો સામેલ છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં એમની સ્વાભાવિક પ્રવૃત્તિ અથવા બહલતા હોય છે. આ પ્રમાદ ઉપરાંત વિષાદ, મમતા, ગ્લાનિ, ઈર્ષા, ભય એ તે માયાચાર દોષને ગણાવેલ છે, જે પ્રયન્તપૂર્વક ન હોતાં સ્વાભાવિક હોય છે.આ બધા દોષ મુકિતની પ્રાપ્તિમાં બાધક છે તેથી સ્ત્રીઓને પોતાની
તે પર્યાયથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. ત્યાનગદ્ધિ:આ એક નિદ્રાનો પ્રકાર છે, જેમાં ઊંઘમાં ઊભો થઈ જાય. ઘરનું કામ
કરે, પાછો સૂઈ જાય નિદ્રામાં ઢોર-ગાય-ભેંસ વગેરેને પાણી પાઈને પાછો
આવી જાય એવી નિદ્રા હોય છે. વિર :બૌધભિક્ષુ; મુનિ,પ્રોઢ સાધુ. (૨) સ્થિર; મુકુટ
૧૦૨૧ સ્થવિરકલ્પ જે સાધુ વૃધ્ધ થયેલ છે તેઓને શાસ્ત્રમર્યાદાએ વર્તવાનો, ચાલવાનો
જ્ઞાનીઓએ મુકરર કરેલો, બાંધેલો, નકકી કરેલો માર્ગ, નિયમ સ્થાત્કાર :આત શબ્દ (સ્કૃત-કથંચિત; કોઇ અપેક્ષાથી) સ્થાન :ઊભા રહેવું (૨) સ્થિતિ; સ્થિરતા સ્થાનપરિણામ :સ્થિરતારૂપે પરિણમેલાં. સ્થાનનું હેતુપણું સ્થિરતાનું નિમિત્તપણું. સ્થાપના નય :મૂર્તિપણાની માફક પુદ્ગલિક સ્થાપના કરી શકાય તેમ. સ્થાપના નિક્ષેપ હાજર ન હોય, એવી કોઇ વસ્તુનો બીજી ઉપસ્થિત (હાજર) વસ્તુમાં સંબંધ યા મનોભાવના જોડીને, આરોપ કરી દેવો કે આ તે જ છે, એવી ભાવનાને, સ્થાપના કહેવામાં આવે છે. (૨) અનુપસ્થિત (હાજર ન હોય એવી) કોઇ વસ્તુનો બીજી ઉપસ્થિત વસ્તુમાં સંબંધ યા મનોભાવના જોડીને આક્ષેપ કરી દેવો કે આ તે જ છે. એવી ભાવનાને સ્થાપના કહેવામાં આવે છે. આ આરોપ જયાં થાય છે ત્યાં જીવોને એવી મનોભાવના થવા
લાગે છે કે આ તે જ છે. સ્થાપવું લગાડવું રયાપી છે :લગાડી છે. સ્થાવર એકેન્દ્રિય પ્રાણીઓ સ્થાવર કહેવાય. (૨) થાવર નામકર્મના ઉદય સહિત
પૃથ્વી, જળ, અગ્નિ-વાયુ અને વનસ્પતિકાયિક જીવ. (૩) એકેન્દ્રિય જીવ. સ્થાવર જીવું જે એક સ્પર્શેન્દ્રિય સહિત એકેન્દ્રિય જીવ છે તે સ્થાવર છે, તેના પાંચ
ભેદ છે. પૃથ્વી કાયિક, જળકાયિક, અગ્નિકાયિક, પવનકાયિક અને વનસ્પતિકાયિક, (૨) પૃથ્વીકાયિક, વાયુકાયિક, અગ્નિકાયિક, જળકાયિક અને વનસ્પતિકાયિક જીવને સ્થાવર જીવ કહે છે. પાંચ સ્થાવરોમાંથી પૃથ્વીકાય, જળકાય, વાયુકાય, અને અગ્નિકાય એ ચારમાં તો નિગોદના જીવ રહેતા નથી, કેવળ એક વનસ્પતિમાં જ નિગોદના જીવન રહે છે. તેના પ્રત્યેક અને સાધારણ એવા એ ભેદ છે. જે શરીરનો એક જ સ્વામી હોય તેને પ્રત્યેક કહે છે અને જે શરીરના અનંત સ્વામી હોય તેને સાધારણ કહે છે. પ્રત્યેકના પણ બે ભેદ છે. સપ્રતિષ્ઠિત પ્રત્યેક એ અપ્રતિષ્ઠિત પ્રત્યેક. જે