________________
OWN
.
૪.
- પરિશિષ્ટ-૩ (અભિધાન ચિન્તામણિ નામમાલાનાં અર્વાચીન સંપાદનો) વિ.સં. ૧૮૬૪, ઈ.સ. ૧૮૦૮ કોલમ્બ્રક સાહેબની આજ્ઞાથી વિપ્ર બાબૂરામ સંપાદિત, વિદ્યાકર મિશ્રની સૂચિ સાથે કલકત્તાથી પ્રકાશિત. વિ.સં. ૧૯૦૪, બોટ લિંક અને રયુ નામના જર્મન વિદ્વાનો દ્વારા સંપાદિત સેન્ટપિટર્સબર્ગથી પ્રકાશિત. વિ.સં. ૧૯૩૪, શ્રી કાલીવર શર્મા અને રામદાસસેન દ્વારા સંપાદિત સંક્ષિપ્ત સંસ્કૃત ટીકા સાથે કલકત્તાથી પ્રકાશિત. વિ.સં. ૧૯૫૩ (ઈ.સ. ૧૭૯૭). “અભિધાન સંગ્રહ'ના બીજા ભાગમાં અન્ય કોશો સાથે નિર્ણય સાગર પ્રેસ-મુંબઈ દ્વારા પ્રકાશિત. વિ.સં. ૧૯૭૧, સ્વોપજ્ઞવૃત્તિ સહિત શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાળા બનારસ દ્વારા પ્રકાશિત.
આ શબ્દાનુક્રમણિકા આદિ સાથેનો તેનો બીજો ભાગ તે જ ગ્રન્થમાળા દ્વારા વિ.સં. ૧૯૭૬માં પ્રકાશિત. વિ.સં. ૧૯૮૧, ૫. વાસુદેવ શર્મા દ્વારા રચિત “રત્નપ્રભા’ નામની સંક્ષિપ્ત વ્યાખ્યા સાથે મુક્તિ-કમલ-જૈન મોહન માલા-વડોદરા દ્વારા પ્રકાશિત. વિ.સં. ૨૦૦૨, શેઠ દેવચંદ લાલચંદ પુસ્તકોદ્ધાર ફંડ દ્વારા પ્રકાશિત. વિ.સં. ૨૦૧૨, પૂ.આ.શ્રી વિ. કસ્તૂરસૂરિ-રચિત ગુજરાતી ચન્દ્રોદયા’ ટીકા સાથે પ્રકાશિત. વિ.સં. ૨૦૩૨, પૂ.ઉપા.શ્રી હેમચન્દ્રવિજય ગણિ દ્વારા સ્વોપજ્ઞ ) સંસ્કૃત ટીકા તથા સાર્થ શબ્દાનુક્રમણિકા સાથે સંપાદિત-સંશોધિત, જૈન સાહિત્યવર્ધક સભા દ્વારા પ્રકાશિત.
ENCOURA