________________
કર્યું છે, તેથી તેઓ વિશેષતઃ અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે. મુનિ બંધુઓની સંપાદન શૈલી એટલી સરસ અને સુરમ્ય છે કે અભ્યાસી કે ઉપયોગ કરનાર વ્યક્તિ તે તરફ આકર્ષિત બની રહેશે. સર્વને ઉપકૃત બની રહે, તથા વિહારાદિમાં પૂ. સાધુસાધ્વી વર્ગને કંઠસ્થીકરણ માટે સુગમતા રહે તે હેતુથી મુનિવરોએ અતિ મહેનત કરીને પરિશ્રમપૂર્વક સંક્ષેપમાં સંયોજન કર્યું છે. જેથી આ અભિધાન ચિંતામણિ શબ્દકોશનો પ્રચાર વિસ્તૃત બની
શકે.
- સંક્ષેપ કરવા માટે તથા શબ્દોના અર્થ જલ્દીથી ધ્યાનમાં આવી જાય તે માટે તે તે અર્થોને શ્લોક નીચે નહિ મૂકતાં ઉપર મૂકવામાં આવેલ છે તથા શબ્દનો પ્રારંભ અને અંત ક્યાં થાય છે, એક અર્થવાળા કેટલા શબ્દો છે, વગેરે ખ્યાલમાં આવી રહે તે માટે શબ્દોની સંખ્યા આંકડામાં પણ આપવામાં આવી છે.
આ કોશના પ્રશસ્ય સંપાદન કાર્યમાં પૂજ્યપાદ અધ્યાત્મયોગી પરમશાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમવિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. તથા પ્રગુરુદેવ પંન્યાસવર્યશ્રી કલાપ્રભવિજયજી ગણિવર આદિના શુભ આશીર્વાદ અને પ્રેરક બળ મળ્યું છે. -
- અધ્યાત્મયોગી પૂ.આ. શ્રી વિજયકલાપૂર્ણ
સૂરિપાદરેણુ મુનિ પૂર્ણચન્દ્રવિજય
વિ.સં. ૨૦૪૮, મહા સુદ ૧૪ તા. ૧૭-ર-૧૯૯૨ (કલિકાલ સર્વજ્ઞ આ.શ્રી હેમચન્દ્રસૂરિ-દીક્ષા-દિન) ૨.છ. જૈન ઉપાશ્રય નવસારી (દ. ગુજરાત).