________________
આ બીજી આવૃત્તિ પંદર વરસ બાદ પ્રસિદ્ધ થાય છે તે અંગે ઘણું જ માંગણી હોવા છતાં પણ પ્રેસ વગેરેના અનેક કારણોને લઈને પ્રકાશન કરવામાં ઢીલ થઈ છે તે સંતવ્ય ગણશે.
અંતમાં આ બીજી આવૃત્તિના પ્રકાશન અંગે ઉપદેશક પૂજયશ્રમણ ભગવંતો ને તેમજ આર્થિક સહાય કરનાર અનેક ગામોના શ્રી સંઘે તેમ જ ઉદાર દીલ શ્રાવકોની સહાયતા ઘણી જ ઉપયોગ રૂ૫ થઈ છે તે સર્વેને હમે આ તકે આભાર માનીએ છીએ.'
અંતમાં રામાનંદ પ્રેસના સંચાલક મહંત શ્રી ત્રિભુવનદાસજી શાસ્ત્રી પોતાની અનેક પ્રવૃત્તિઓ હોવા છતાં પણ આ ગ્રંથ છાપી આપ્યો તે બદલ તેઓના પણ અમો ઋણી છીએ તદુપરાંત આ ગ્રંથ છપાવવામાં મુખ્ય સહાયક સાબરમતીના ચંદુલાલ હવજીભાઈ ગુજરાત સ્લેઈટ કંપનીવાળા કે જેઓ પિતાના અનેક વ્યાવહારિક વ્યાપારિક પ્રવૃત્તિઓને ગૌણ કરી સંપૂર્ણ કાળજી રાખી ગ્રંથ છપાવવા તમામ સહાય કરી તે કેઈપણ રીતે ભૂલાય તેમ નથી. તેઓના પણ અમે અત્યંત ઋણી છીએ.
સાથે આ પ્રકાશનમાં પ્રેસમેટર, પ્રફ સંશોધન આદિ કાર્યોમાં પ. પૂ. આ. ભ. શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મ. તથા પૂ. મુનિ શ્રી હીં કાર ચંદ્રવિજયજી મ. પૂ. મુનિ શ્રી વિવેકચંદ્રવિજયજી મ. પૂ. બાલમુનિશ્રી સેમચંદ્રવિજયજી પૂ. મુનિ શ્રી કુશળચંદ્રવિજયજી મ. આદિ પૂજ્યાચાર્ય ભગવંત શ્રીમાનના ધર્મ પરિવારના શ્રમણને સહયોગ પ્રશસ્ય કક્ષાને હતો. જેથી અમે આ સુંદર પ્રકાશન કરી શક્યા છીએ.
પ્રથમવૃત્તિ માટે શ્રીયુત પંડિતપ્રવરશ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધીએ લખી આપેલી મનનીય અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના પણ આ દ્વિતીયાવૃત્તિમાં સાભાર મૂકવામાં આવી છે.
અંતમાં આ બીજી આવૃતિનો સદુઉપયોગ સૌ કોઈને થાયે તે અંગે મુખ્ય સહાયક સાબરમતી સંઘને તેમ જ બીજા સર્વ સહાયકોની સ્મૃતિ ધ્યાનમાં લઈ અમે અમારી કૃતજ્ઞતા પ્રદર્શિત કરીએ છીએ.
એજ લી. પ્રકાશક