________________
પ્રકાશકીય
અમારા આ કાષની દ્વિતીય આવૃત્તિના પ્રકાશનથી ખૂબ જ આનંદ થાય છે કે અમારી આ ગ્રંથમાળા દરેક વર્ષે કોઈ ને કાઈ નવીન પ્રકાશન કરી જનતાને લાભ આપી રહી છે.
પ્રસ્તુત પ્રકાશન બાળકથી માંડી સાક્ષરા સુધીના તમામે તમામ વર્ગને ઉપયાગી છે. તે તેના પરિચયમાં આવનારા સૌ કાઈ જાણી શકશે અને કહી શકશે કે આ પ્રકાશનની સમાજને ઘણી જ જરૂર હતી. તે કા` આજ વર્ષાની મહેનત બાદ પ. પૂ. સિદ્ધાંત મહેદધિ પ્રાકૃત વિશારદ, વિદ્વ આ. મ. શ્રી વિજય કસ્તૂર સૂરીશ્વરજી મ. શ્રીએ તૈયાર કર્યું છે. તેઓશ્રીના અગાધ પરિશ્રમથી ભાષાંતર થયેલ હેા ધણું જ આવકાર પાત્ર થશે એમ આશા રાખવી ઉચિત છે. તેથી જ પૂ. આચાર્યશ્રીના ઉપકાર અમે ભૂલી શકીએ તેમ નથી.
પૂ. આ. સ. શ્રી એ અભિધાન ચિંતામણિ ગ્ર ંથનું ભાષાંતર ઘણાં થાના તેમજ વ્યાકરણાના અર્થાને ખ્યાલમાં રાખી, કેટલાક પર્યાય-વાચક શબ્દોના ગુજરાતી ભાષામાં સહેલાઈથી સમજી શકાય તેવી રીતે અં આપી ક્યું છે. તેઓશ્રી નિર ંતર શિષ્ય પ્રશિષ્યાદિને વાચના આદિ આપવાના અભ્યાસી હાઇ તેએશ્રીએ સાધારણ મુદ્ધિવાળાને ઉપયાગી થાય તેમ ખ્યાલમાં રાખી લિંગ (જાતિ)ની વ્યવસ્થા પણ કરી છે. સંસ્કૃતના અભ્યાસીને મોટાકોષના ભાગેા સાથે રાખવામાં મુશ્કેલી પડતી હાવાથી આ ગ્રંથને નાના કદમાં રામાનંદપ્રેસમાં ખંતપૂર્વકના સાધનથી તૈયાર કરવામાં આવ્યા છે.
સાથે ગુજરાતી શબ્દો ઉપરથી પણ સંસ્કૃત શબ્દો જાણુવા માટે ગુજરાતી અનુક્રમણિકા તથા વિષયવાર બીજક આપવામાં આવ્યુ છે એટલે આ ગ્રંથને તેનાં બધા અંગેથી વિશિષ્ટ રીતે શણગારવામાં આવ્યું છે.
જૈન સાહિત્યના અભ્યાસીએએ અમારા આ પ્રકાશનની પહેલી આવૃત્તિ ખૂબ જ ઉત્સાહભેર વધાવી લીધી છે તે જાણી સંતાષ થયા છે.