________________
૮ પત્રવાળી પ્રતિ, ઉપર્યુક્ત શેષનામમાલા સાથે લખાયેલી છે, તે ને, વિ. કે. જ્ઞાનમંદિર–સુરતની છે. પ્રાયઃ સત્તરમા સૈકાની છે.
ઉપસંહાર એ રીતે પ્રાપ્ત સાધન-સામગ્રીદ્વારા આ સંસ્કરણને વિશુદ્ધ પ્રકાશિત કરવા તેમણે કરેલે શક્ય પ્રયત્ન જણાઈ આવે છે.
અહિં પ્રારંભમાં આપેલ અભિધાન-બીજક એ પ્રાચીન બીજકોને અનુસરી ચાલુ ભાષામાં રચેલ વિસ્તૃત વિષયાનુક્રમ દર્શાવે છે, તથા પરિશિષ્ટોમાં પ્રકાશિત કરેલ મૂળ સાથે સંબંધ ધરાવતી શેષનામમાલા તથા શિલા...૭ પણ અભિધાન–ચિંતામણિ કેશના અભ્યાસીઓને પૂર્તિરૂપ જ્ઞાન આપશે, તથા તે ત્રણે કેશોમાં આવેલા સંસ્કૃત શબ્દોની દર્શાવેલી અકારાદિ અનુક્રમણિકા, તથા ગૂર્જરભાષા–ટીકા “ચંદ્રોદયા માં અર્થરૂપે દર્શાવેલા ગુજરાતી શબ્દોની તેવી અનુક્રમણિકા વિદ્યાર્થીઓને, તથી જિજ્ઞાસુ શબ્દશોધકોને-સાક્ષરોને પણ ઉપયોગી થશે તેવી સંભાવના છે.
આચાર્ય શ્રી હેમચંદ્રને અભિધાનચિંતામણિ કેશ, ભાષાટીકા જોડીને તથા પરિશિષ્ટમાં બીજા કોશો જોડીને આવી રીતે પ્રાથમિક અભ્યાસીઓને તથા જિજ્ઞાસુ સુજનોને સુગમ–સુલભ કરી આપવા માટે આચાર્ય શ્રીવિજ્યકસ્તૂરસૂરિજીને ધન્યવાદ ઘટે છે. તેમણે રચેલી પ્રસિદ્ધ પ્રાકૃતવિજ્ઞાન પાઠમાલા જેમ અભ્યાસીઓમાં આદર પામી લોકપ્રિય થઈ. તેમ ચોદયા ટીકા સાથેનું આ કેશનું નવું વિશુદ્ધ સંસ્કરણ પણ પઠનપાઠન દ્વારા સર્વત્ર પ્રચાર પામી લેક-પ્રિય થાય અને અભ્યાસીઓને તથા અધ્યાપકોને પણ ચિંતામણિરત્નની જેમ અભીષ્ટ અર્થ—અભ્યદય આપનાર થાય–તેવી પરમાત્માને પ્રાર્થના કરતાં વિરમું છું.
સંવત્ ૨૦૧૨ શરપૂર્ણિમા | ઘીકાંટા વડીવાડી,
વડેદરા,
લાલચંદ્ર ભગવાન ગાંધી (નિવૃત્ત પંડિત-વડેદરારાજ્ય)