________________
રાજ્ય-સમયમાં વ્યુત્પત્તિરનાકર નામની વિસ્તૃત વૃત્તિ રચી હતી; જેની પ્રતિ જેસલમેરમાં થીરશાહના ભંડારમા વિદ્યમાન છે. તેની ૧૨ પદ્યવાળી અંતિમ પ્રશસ્તિ અમે જેસલમેર ભાં. ગ્રન્થસૂચી (ગા. એ. સી. નં. ૨૧ ૫ ૬૧)માં સંવત ૧૯૭૮ માં દર્શાવેલ છે તથા ત્યાં અપ્રસિદ્ધ ગ્ર– ગ્રન્થકૃત પરિચય (પૃ. ૬૪)માં પરિચય કરાવ્યો છે.
આ કોશ પર કુશલસાગરની ટીકા તથા સાધુરત્નની અવચૂરિ હોવાનું અન્યત્ર નોંધાયેલ છે, તથા અ. ચિં ના ની પ્રતીકાવલી પણ જણાય છે.
તથા અભિધાનચિંતામણિનામમાલાનાં ૩ બીજકો જાણવામાં આવ્યાં છે. (૧) સં. ૧૬૬૧ માં શુભગણિવિજયનું, (૨) દેવવિમલગણિનું અને (૩) અજ્ઞાતનામવાળું છે. વેલનકર-સંકલિત “જિનરત્નકેશ” પૃ. ૧૩–૧૪ "માં એની નોંધ છે.
અભિધાન-ચિંતામણિનાં પ્રકાશને
વિક્રમની ઓગણીસમી સદીમાં (૧) શ્રી હેમચંદ્રાચાર્યના શબ્દ-કેશોએ છેલ્લા બે સૈકામાં પણ આ દેશના અને પરદેશના અનેક વિદ્વાનોનું લક્ષ્ય ખેચ્યું જણાય છે, તેને પરિણામે મુદ્રણયંત્રના આ યુગમાં લગભગ દોઢસો વર્ષો પહેલાં-વિ, સં. ૧૮૬૪માં (વેર્વેનાનાથ-વિમાન્ડે =ઈસ્વીસન ૧૮૦૮માં વિપ્ર બાબુરામે લિખિત આ અભિધાનચિંતામણિ કેશ, અનેકાર્થસંગ્રહ આદિ સાથે કલિકત્તાથી કેલબ્રક સાહેબની આજ્ઞાથી વિદ્યાકર-મિશ્રની સૂચિ સાથે પ્રકટ થયો હતો.
વિક્રમની વીસમી સદીમાં (૨) આ કેશ ઈ. સન ૧૮૪૭માં (વિ. સં. ને સાથે લિગમાં મુદ્રિત થઈ સેન્ટપિટર્સબર્ગથી પ્રકાશિત થયો હતો. બેટલિક અને યુ નામના જર્મન વિદ્વાનોએ ૨૦૪ શ્લોવાળી શેષનામમાલા સાથે તેને સંપાદિત કર્યો હતો.