________________
મહારાજાઓની ભક્તિ-ભરપૂર સાહિત્ય-રચના-પ્રાર્થનાને સૂરીશ્વરે સફલા બનાવી હતી. પરિણામે સિદ્ધહેમચંદ્ર જેવા અષ્ટાધ્યાયમય નવીન શબ્દાનુ શાસન (લિંગાનુશાસન, ધાતુપારાયણ, ઉણાદિગણ આદિ સાથે) ની તથા કાવ્યાનુશાસન, દેનુશાસન આદિની વિશિષ્ટ પજ્ઞ રચના કરી એ સર્વને આવશ્યક વૃત્તિ-વિવરણોથી વિભૂષિત કરી હતી. શબ્દાનુશાસન દ્વારા આપેલા સંસ્કૃત, પ્રાકૃત આદિ પ્રાચીન ભાષાના વ્યુત્પત્તિ-વિજ્ઞાનને પ્રયોગો દ્વારા પરિપકવ કરાવવા સંસ્કૃત-પ્રાકૃત દ્વયાશ્રય જેવા વિશિષ્ટ મહાકાવ્યની રચના કરી સ્વોપજ્ઞ સમગ્ર શબ્દાનુશાસનનાં આદિથી અંત સુધીનાં ઉદાહરેને એ મહાકાવ્યમાં ક્રમશઃ ઉતારી, યુક્તિ-સંકલિત કર્યા -ગ્રધ્ધાં અને એ પ્રયત્ન દ્વારા બીજા કાર્ય તરીકે ચૌલુક્ય–વંશને ઇતિહાસમાં અમર કર્યો છે. સેલંકી-પૂર્વજોના ગુર્જરેશ્વર મહારાજા મૂલરાજથી લઈને પોતાના સમકાલીન પૂર્વોક્ત ભક્ત બંને મહારાજા પર્યન્તનાવિશેષતઃ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ અને પરમાર્હત કુમારેપાલ ભૂપાલના પ્રમાણિક જીવન-ચરિત્રથી પણ આપણને પરિચિત કર્યા છે, તથા ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણની સાચી પ્રભુતાથી પણ માહિતગાર બનાવ્યા છે.
પરમહંત મહારાજા કુમારપાલની અભ્યર્થનાને અનુસરીને શ્રી હેમચંદ્રાચાર્યો ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર જેવા વિશાલ સંસ્કૃત મહાકાવ્યની રચના કરી હતી. દશપર્વમય જે મહાકાવ્યમાં ૨૪ તીર્થકરે, ૧૨ ચક્રવતીઓ, ૯ બેલદે, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવો. જેવા રેખાંક્તિ-નામાંક્તિ ૬૩ મહાપુરુષોનાં જીવનચરિત્રો સરસ શૈલીથી ગુંથ્યાં છે, તથા તેના પરિશિષ્ટપર્વમાં ભગવાન મહાવીરની પટ્ટ-પરંપરામાં વજસ્વામી–પર્ધન થઈ ગયેલા આચાર્યોનાં ચરિત્ર રચ્યાં છે. પજ્ઞ વિવરણવાળા બારપ્રકાશમય યોગશાસ્ત્રની તથા વીશપ્રકાશમય વીતરાગ-સ્તોત્રની રચના પણ એ જ પરમહંત મહારાજા કુમારપાલની પ્રાર્થનાને આભારી છે. ગંભીર તત્ત્વજ્ઞાનવાળી અયોગ-વ્યવચ્છેદ અને અન્યોગ-વચ્છેદ નામની ત્રીવર્ધમાન