________________
પ્રસ્તાવના
પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્યને પ્રસાદ
श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥" -નાટયદર્પણ-વિવરણમાં મહાકવિ રામચન્દ્ર અને ગુણચન્દ્ર
ગુજરાતના મહાન સુપુત્ર, સુપ્રસિદ્ધ સિદ્ધસારસ્વત સુરિ-શિરોમણિ વિકારત્ન કલિકાલ–સર્વજ્ઞ' બિરુદથી પ્રખ્યાત આચાર્ય શ્રી હેમચન્ટે ગુજરાત પર જ નહિ, સમસ્ત જગત્ પર વિવિધ પ્રકારે અને ઉપકાર કર્યા છે. ખાસ કરીને ગુજરાતની કૃતજ્ઞ જનતા તો એમના વિશાલ ઉપકારનું વિસ્મરણ કરી શકે નહિ. વિવિધ વાડ્મયનું વિશિષ્ટ વિજ્ઞાન આપનારી. એમની અત્યુ સુસંસ્કારી સાહિત્ય-સમૃદ્ધિએ વિદ્યાભ્યાસી સાહિત્યસેવી , સમાજ પર ચિરસ્મરણીય અસાધારણ ઉપકારે કર્યા છે, તેનું મૂલ્ય આંકી : શકાય નહિ, વિશેષતઃ સાહિત્ય-સમુપાસકે સદા તેમના ઋણી રહેશે. • વિવિધ વિદ્યા–વિશારદ વિદ્યા–વ્યાસંગી, નિઃસ્વાર્થ પરોપકાર–પરાયણ સકર્તવ્યનિષ્ઠ એ મહાન આચાર્યે કોપકાર માટે ઉપયોગી વિવિધ સાહિત્યની સુયશસ્વી રચના કરી છે. ગુજરાતના વિશાલ સામ્રાજ્યમાં અને ઈતર દેશમાં વિદ્વત્તાને વિકાસ કેવી રીતે થાય? પ્રજામાં વકતૃત્વશક્તિ અને કવિત્વશક્તિ સુગમતાથી કઈ રીતે ખીલે ? સમાજમાં વ્યુત્પત્તિ-વિજ્ઞાન સાથે શુભ સંસ્કારો કેવી રીતે સ્થાપી શકાય ? ગુજરાતનું વાસ્તવિક ગૌરવ કઈ રીતે થઈ શકે ? એ સર્વને દીર્ધદષ્ટિથી વિચાર કરી ઉદાર-ચરિત એ આચાર્યવ વાડ્મયના વિવિધ વિષયનું અવગાહન કરી-દોહન કરી રચેલી અમૃતમય વિશાલ સાહિત્યસૃષ્ટિ સમાજને સમર્પણ કરી છે.
મહાન પ્રતાપી ગુર્જરેશ્વર મહારાજા સિદ્ધરાજ જયસિહે અને કુમારપાલભૂપાલે આવા વિહરત્નની અદભુત ગ્યતા પીછાણ હતી. તે બને