________________
પરિશિષ્ટ : ૧ નિષ્કર્ષરૂપ જોડણીવ્યવસ્થા
જોડણી વિશે એક ચોક્કસ સ્વરૂપ સ્થિર થયું છે એને આંચ ન આવે અને જોડણીમાં શક્ય એટલી એકવાક્યતા જળવાય એ માટે સરકારે નીમેલા વિદ્વાનો પાસેથી અભિપ્રાયો જાણી, એમના નિબંધ અભિપ્રાયોને લક્ષમાં રાખી સરકારે સર્વસંમતિથી જોડણી અંગે લીધેલા મહત્ત્વના નિર્ણયો નીચે મુજબ છે : (ક) પરભાષાના શુદ્ધ (તત્સમ) શબ્દોની જોડણી
(૧) સંસ્કૃત, અરબી, ફારસી, અંગ્રેજી વગેરે ભાષાના શુદ્ધ શબ્દોની જોડણી ગુજરાતી ભાષામાં જાણીતાં ઉચ્ચારણોને ધ્યાનમાં રાખી મૂળ પ્રમાણે કાયમ રાખવી.
સંસ્કૃતનાં રૂપો પ્રત્યય વિનાનાં પહેલી વિભક્તિ એકવચનમાં જ નોંધવાં. ઉદા. સંમતિ, મતિ. એ જ રીતે ગુરુ, હરિ, નીતિ, શાંતિ, નિધિ, સ્થિતિ, શ્રીયુત, પાશ્ચાત્ય, પૌરસ્ત્ય, પ્રામાણિક, કર્તા, પિતા, વિદ્યાર્થી, હસ્તી, યશસ્વી, મનસ્વી, વિદુષી, ભગવતી, શ્રીમતી, સુદિ, વદિ; આગાહી, અમીર, ઉર્દૂ, કાબૂ, કાબુલી, કિસ્સો, કીમતી, ખૂબી, ગિરો, ચાકૂ, જાદૂ, જાસૂસી, તંબૂ, તૂતી, તૈયારી, દારૂ, દાવુદી, પીલુ, બાજૂ, રજૂ, રૂબરૂ; મ્યુનિસિપાલિટી, કમિટી, યુનિવર્સિટી વગેરે.
(૨) જેને છેડે વ્યંજન હોય તેવા શબ્દો ગુજરાતી પ્રત્યય લેતા હોય એઓને અકારાંત ગણીને લખવા : જગત, વિદ્વાન, ભગવાન, પરિષદ, સંસદ, ધનુષ, આશિષ, આયુષ, અકસ્માત; અકીક, અજબ, અંગુર, અંજીર, આલિશાન, ઇજારો, ઇમારત, ઇલાજ, કબૂતર, કબૂલ, કસૂર, કાનૂન, કૂચ, કોશિશ, કોહિનૂર, ખુદ, ખૂન, ગૂમ, ચાબુક, જરૂર, જાસૂસ, ઝનૂન, તવારીખ, તારીખ, દસ્તૂર, દીવાન, દીવાલ, સાબિત, અપીલ; કોર્ટ, કેબલ, પેન્સિલ, બૂટ, સ્કૂલ, બુક, ડૉક્ટર, સ્ટેશન, વગેરે.
પશ્ચાત્, કિંચિત્, અર્થાત્, ક્વચિત્, સાક્ષાત્, અકસ્માત્ જેવા શબ્દો એકલા આવે ત્યારે એ જેમ છે તેમ વ્યંજનાંત લખવા, પણ એ શબ્દો પછી ‘જ’ કે ‘ય’ અવ્યયો આવે ત્યારે સ્વરાંત લખવા; જેમ
દ