________________
વહેવું]
વ્યવહારમાં ચાલી શકે એવું, વ્યવહા વહેવું અ.ક્રિ. પ્રવાહ ચાલવો; વીતવું; (લા.) વંઠી જવું; ખમવું, વેઠવું; ઊંચકવું. -ણ નપું. વહેવું, પ્રવાહ ચાલવો એ; પ્રવાહ. -ળો પું. નાનો પ્રવાહ. -ળિયું નપું. નાનો વહેળો. વહાણ નપું. મોટો મછવો, નાવ. વહાણવટું નપું. વહાણ ખેડવાનો ધંધો. વહાણોટ પું. ખલાસી, ખારવો વહેંચવું સ.ક્રિ. હિસ્સા પાડવા, વાંટવું. -ણ, -ણી સ્ત્રી. વાંટવું-વહેંચવું એ વહોરવું સ.ક્રિ. ખરીદ કરવું; (લા.) જોખમ ઉપાડવું; જૈનોમાં શ્રાવકને ત્યાંથી સાધુએ ખાદ્ય લઈ આવવું. -ત સ્ત્રી. વહોરવું એ; (લા.) જોખમ. વહોરો પું. (વેપાર વણજ કરનારો વેપારી – એ ઉપરથી) નાગર વાણિયા વગેરેમાં એક અટક; મુસલમાનોમાં શિયાપંથી લોટિયા-દાઉદ જમાતનો પુરુષ; મુસલમાન સુન્નીપંથનો એ નામથી ઓળખાતી જાતનો પુરુષ. વહોરી સ્ત્રી. વહોરાની સ્ત્રી વળગવું અ. ક્રિ. બાઝવું, ચોંટવું, લપેટવું; (લા.) આગ્રહથી કામે લાગવું. - નપું. વળગેલો પદાર્થ; (લા.) ભૂતપ્રેતનો વળગાડ. -ણી સ્ત્રી. લૂગડાં | મૂકવાનો છાપરામાં કે ધાબામાં દોરીએ
આડો બાંધેલો વાંસડો. વળગાડ પુ. વંકાવું જુઓ ‘વાંકડું’માં. (લા.) ભૂતપ્રેત વગેરેની છાયામાં | વાઈ સ્ત્રી. વાયુરોગ, ફેફરું આવી જવું એ. વળગાડવું સક્રિ. | વાગવું અક્રિ. વાજવું, બજવું, (વાદ્યનો)
[વાગવું
(પ્રેરક) વળગે એમ કરવું; (લા.) માથે
નાખવું વળવું અ.ક્રિ. વાંકા થવું; મરડાવું; પાછા ફરવું; ઊપજવું, ચાલવું; બંધાવું. વળ પું. આમળો; આંટો, ફેર; વગ; અંટસ, કીનો; આગ્રહ; વટ; સાંધામાં ઘલાતી ગાંઠ. વલણ નપું. વૃત્તિ; વળતર. વળતર નપું. બદલા તરીકે વાળી આપવાનું કે મજરે આપવાનું હોય એ. વળદાર વિ. વળવાળું. વળાકો પું. વલણ. વાળવું સ.ક્રિ. (કર્મક) વાંકું કરવું; નમાવવું; પાછા ફેરવવું; આકાર કરવો; કચરો કાઢવો; ઢાંકી દેવું; રસ્તો કરવો. વ(-વો)ળાવવું સ. ક્રિ. (કર્મક) કન્યા કે વહુને સાસરે મોકલવી. વળામણ નપું. વાળવાનું મહેનતાણું; વાળતાં નીકળેલો કચરો. વળામણું નપું. વળાવવું એ; વિદાય, વ(-વો)ળાવિયો, વળાવો પું. રસ્તામાં સંભાળ રાખનાર. વળાંક કું. માર્ગ જ્યાં વળતો હોય તે ભાગ; (અક્ષર કે લેખનનો) મરોડ. વિળયું નપું. સોના કે ચાંદીનું બાળકના પગનું ઘરેણું. વળી૧ અ. આમ થયા પછી. વળું નપું. જમીનનું પડ
પું. છાપરાનું મોટું અણઘડ પીઢ.
-ળીને સ્ત્રી. નાનો વળો
૨૧૧
વળો