________________
, પરિશિષ્ટ : ૨ જોડણીના સંશુદ્ધ નિયમોઃ ગૂજરાત વિદ્યાપીઠ
૧. તત્સમ શબ્દો ૧. સસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની.
૨. ભાષામાં તત્સમ તથા તદૂભવ બંને રૂપો પ્રચલિત હોય તો બંને સ્વીકારવાં. ઉદા. કઠિન-કઠણ; રાત્રિ-રાત; કાલ-કાળ; દુઃખ-દુખ, નહિનહીં; હૂબહૂ-આબેહૂબ, ફર્શ-ફરસ
૩. જે વ્યંજનાન્ત તત્સમ શબ્દો ગુજરાતી પત્યયો લેતા હોય તેઓને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, જગત, પરિષદ
૪. પશ્ચાત્, કિંચિત, અર્થાત્, ક્વચિત, એવા અવ્યયાત્મક શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દોની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાન્ત લખવા. ઉદા. કિંચિત્કર; પશ્ચાત્તાપ.
આવા અવ્યયો પછી જ્યારે “જ' આવે ત્યારે એઓને વ્યંજનાન્ત ન લખવા. ઉદા. ક્વચિત જ. .
૫. અરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો ન વાપરવાં. ઉદા. ખિદમત, વિઝિટ, નજર.
૬. “એ” “એ” તથા “ઓ' - “ઑ'ના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે પહોળા દર્શાવવા, ઊંધી માત્રાનો ઉપયોગ કરવો. ઉદા. કૉફી, ઑગસ્ટ, કૉલમ.
૭. અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો વાપરવાં નહીં. . નોંધ - શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પના અનુનાસિક વ્યંજનો વાપરી શકાય. ઉદા. અંત-અન્ત; દંડ-દડ; સાંત-સાન્ત; બેંક- બૅન્ક
: * ૨. હશ્રુતિ તથા યશ્રુતિ ૮. બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરો, મહોર જેવા શબ્દોમાં તથા કહે, રહે, પહેર, પહોંચ જેવા ધાતુમાં હ જુદો પાડીને લખવો.
૯. નાનું, મોટું, બીક, સામું, ઊનું, મોર (આંબાનો), મોં, મોવું (લોટને), જયાં, ત્યાં, ક્યારે, ત્યારે, મારું, તમારું, તારું, તેનું, અમારું, આવું વગેરેમાં હકાર ન દર્શાવવો..