________________
૩૬
પ્રયાગ ગણીને સંચર્ચા છે. અમુક રાબ્દ સાથે જે અમુક શબ્દને રૂઢિથી વાપરવેા જોઈએ, તે પણ નોંધવા પ્રયત્ન કરવામાં આવ્યેા છે.
વ્યુત્પત્તિ પેઠે જ શબ્દપ્રયોગનો સંગ્રહ કરવાનું કામ અમને કામ કરનારાઓને બહુ રસિક થઈ પડયું હતું. આ કામ પણ આગળ એક ખૂબ જરૂરી સુંશેાધનની દિશા ખોલે છે, એમ કહી શકાય.
ઉચ્ચારણ વિષેની આ નોંધ, એક રીતે જોતાં, ગુજરાતી કાશેામાં પહેલી વાર ઊતરે છે. જોકે, નમૈકાશકારે આ વિષે વિસ્તૃત નોંધ લખી, હશ્રુતિ, પહોળા એ, આ વગેરે વાળા શબ્દોની યાદી પેાતાની પ્રસ્તાવનામાં આપી છે.
ઉચ્ચારણ
આપણી લિપિ રામન જેવી નથી; તેમાં ધ્વનિને વ્યક્ત કરવા માટે ઘણી સવડ છે. છતાં કેટલાક ધ્વનેિઝુએ કે શ્રુતિ આપણે લિપિમાં ઉતારી શકતા નથી; તે રૂઢિ પર છેાડી ચલાવી લઈએ છીએ. જેમ કે, વિસ્તૃત એ, એ; હશ્રુતિ; ચક્ષુતિ; એ અનુસ્વાર. આ ખાખતમાં કેટલાક વિદ્વાનેએ સંકેતાનાં સૂચને કરેલાં છે, જે વાપરીએ તેા કાંઈક મુશ્કેલી એછી થાય. પરંતુ, સામાન્ય લખનારી આમપ્રજા એવી ઝીણવટની ઝંઝટમાં પડે નહીં. તેથી જોડણીના નિયમમાં એમને સ્વીકારવામાં આવ્યા નથી, અને તેથી ખાસ મુશ્કેલી નડતી નથી. પણ કાશકારે તે તે ઉચ્ચારણનાં સ્થાને જોડણીની સાથેાસાથ ખતાવવાં જોઈએ. વાચક જોશે કે, ત્રીજી આવૃત્તિ વખતે એક પરપ્રાંતી ભાઈએ આવી માગણી પણ કરી હતી. આ આવૃત્તિમાં તે પૂરી કરવામાં આવી છે, અને હશ્રુતિ, ચક્ષુતિ, બે અનુસ્વાર, મૈં ઔં ઉચ્ચારા, તથા અલ્પપ્રયત્ન અકાર (કહેવું) પણ સૂચવવામાં આવ્યા છે. તેમને માટે યાજેલા સંકેતા ને સમજૂતી સૂચનાઓમાં તથા સંકેતસૂચિમાં આપ્યાં છે.
ઉચ્ચારણની આ ખાખતમાં પણ શંકાને સ્થાન છે એ ઉધાડું છે. વ્યુત્પત્તિ તેમાં કાંઈક ઉકેલ દર્શાવી શકે. પણ છેવટે તેા શિષ્ટ મનાતા ચાલુ ઉચ્ચાર શા છે તે ોવાનું રહે. તેમાં પણ પ્રશ્નને સ્થાન તે રહે. આથી કરીને, આ ખાખતમાં પણ વિવેક કરવાને તેા ઊભેા રહે જ છે. તેમાં શંકાને સ્થાન હોય તેા પ્રશ્ન કર્યાં છે. કાશની આ નવી બાબતમાં પણ પરિપૂર્ણતા સાધવા માટે, તેને જ સ્વતંત્ર રૂપે તપાસવી જોઈએ. એ પણ એક નવું કાર્યક્ષેત્ર ઊધડે છે એમ ગણાય.
શબ્દભંડોળ
ભાષાના શબ્દો જ્યાં જ્યાં પડેલા હાય, – જૂના નવા સાહિત્યમાં તથા ચાલુ ભાષા તથા તળપદી ખાલીઓમાં,– ત્યાં ત્યાં બધેથી. વાણી વીણીને સંધરવા, એ તે કાશનું મુખ્ય કામ અને પ્રત્યેાજન છે. એટલે તે તે સદાનું ચાલુ કામ જ અમે માન્યું છે. તેથી એને સંધરા સારી પેઠે મેટા થયા છે.
Jain Education International
ઉપરાંત કેટલાક ભાષાપ્રેમી મિત્રા પણ એમાં મદદ કરે છે. તેમાં ખાસ ઉલ્લેખ શ્રી. રા૦ વિ॰ પાઠકના કરવા જોઈએ. એક નિયમપૂર્વક તે, નવા શબ્દો
કે ઉદાહરણ સાથે પેાતાના કાશમાં ઢાંકી રાખે છે; અને દર નવી આવૃત્તિ વખતે કાશ જ અમને મેાલી આપી તે શબ્દો ઉમેરાવી લે છે. આજે ગુજરાતીના અનેક અધ્યાપકો આ પ્રમાણે જો કરે, તા સહેજે કેટલી બધી મદદ થઈ શકે? આ કામ આવી મદદથી જ થઈ શકે એવું છે, એ તેા ઉઘાડું છે. અધ્યાપકો શબ્દો ઉપરાંત કાશનાં ખીન્ન અંગેામાં પણ સુધારાવધારા કરવામાં ખૂબ મદદ કરી શકે. આવી બધી મદદ આવકારપાત્ર થશે એ તેા કહેવાનું હોય નહિ; અમે તે માટે પ્રાર્થના કરીએ છીએ.
અંદાજ છે કે, શબ્દભંડાળ પાણા લાખની આસપાસ હવે પહોંચ્યું હશે.
જોડણી
જોડણીના નિયમેામાં કશેા ફેરફાર કરવાના હોય નહિ. એક ભૂલ સુધારી લેવામાં આવી છે: નિયમ ૧૦માં ચાહ'નાં રૂપમાં ચહાત, ચહાતે,-તી,-તું
છપાયું છે, તે ચાહત, ચાહતા,-તી,-તું કરી લીધું છે. પહેલી આવૃત્તિના શબ્દોમાં પણ ચાહતું’વિ॰ કરીને આપ્યું છે, તે પરથી પણ આ ભૂલ હતી એમ સ્પષ્ટ
થાય છે.
જોડણી ખાખતમાં આનંદની એક વાત નોંધવાની રહે છે તે એ કે, ઈ. સ. ૧૯૪૦ માં મુંબઈ સરકારે પણ શિક્ષણ તથા પાચપુસ્તકો માટે જોડણીકાશને માન્ય કર્યો છે. આથી કરીને પૂ॰ ગાંધીજીએ લગભગ ૨૫ વર્ષ પર ઉપાડેલું કામ ઠીક ઠીક સફળતા મેળવે છે. એ ઠરાવ જોઈ તેઓશ્રીએ જે આનંદ વ્યક્ત કર્યો હતા, તે એમના જ શબ્દોમાં* ઉતારું છું:- ...
*આ એમનું લખાણ આ કાશમાં, આ અગાઉ, પા. ૨૨ ઉપર ઉતાર્યું છે; તે પાન ઉપર ગૂજરાતી જોડણી ’ એવા મથાળે ગાંધીજીના આ લેખ છે તે જુઓ.
For Personal & Private Use Only
www.jainelibrary.org