________________
જોડણીના નિયમો
૧, તત્સમ શબ્દ ૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની.
૨. ભાષામાં તત્સમ તથા તદ્દભવ બંને રૂપો પ્રચલિત હોય તો બંને સ્વીકારવાં. ઉદા. કઠિન–કઠણ, રાત્રિ – રાત; દશ—દસ; કાલ – કાળ; નહિ–નહીં; હૂબહૂ – આબેહૂબ ફર્શ –ફરસ.
૩. જે વ્યંજનાન્ત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યે લેતા હોય તેમને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, જગત, પરિષદ.
આ નિયમ અંગ્રેજી, ફારસી, અરબી વગેરે ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે.
૪. પશ્ચાત, કિચિત, અર્થાત, કવચિત, એવા શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દોની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાન્ત લખવા. ઉદા. કિંચિકર, પશ્ચાત્તાપ.
આવાં અવ્યો પછી જ્યારે “જ' આવે ત્યારે તેમને વ્યંજનાન્ત ન લખવાં. ઉદા. કવચિત જ
૫. આરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિ ન વાપરવાં. ઉદા. ખિદમત, વિઝિટ, નજર.
૬. “એ” તથા “ઓના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ. પરંતુ અંગ્રેજી શબ્દોના એ “ઓના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે, તે દર્શાવવા ઊંધી માત્રાને ઉગ કરો. ઉદા. કોફી, ફેશન, ઑગસ્ટ, કલમ. ૭. અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ.
નેંધ – શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિકે વાપરી શકાય. ઉદા. અંત, અન્ત; દંડ, દડ; સાંત, સાન્ત; બેંક, બૅન્ક.
૨. હશ્રુતિ તથા યશ્રુતિ ૮. બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરો, મહોર જેવા શબ્દમાં તથા કહે, રહે, પહેર, પહોંચ જેવા ધાતુઓમાં હ જુદો પાડીને લખવો.
૯. નાનું, મોટું, બીક, સામું, ઊનું, મેર (અ૦), મેં, મેવું (લોટને), જ્યાં, ત્યાં, ક્યારે, ત્યારે, મારું, તમારું, તારું, તેનું, અમારું, આવું, વગેરેમાં હકાર ન દર્શાવવો.
(એટલે કે, હું જ્યાં દર્શાવવો ત્યાં જુદો પાડીને દર્શાવો અને ન દર્શાવવો ત્યાં મુદ્દલ ન દર્શાવવો; “હ”ને આગલા અક્ષર સાથે જોડવો નહિ.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org