________________
બીજી આવૃત્તિ ૧૯૩૧માં બહાર પડી, તેને ત્યારના અગ્રગણ્ય વિદ્વાનોએ અને લેખકોએ આવકાર આપ્યો. તેમ જ અનેક ભાષાપ્રેમી લેખક પ્રકાશક તથા શિક્ષક ભાઈબહેને આ કાશની જોડણીને અનુસરવા લાગ્યાં.
૧૯૩૬માં ૧૨મી સાહિત્ય પરિષદ અમદાવાદમાં મળી, તેણે જોડણીકોશના આ કામને પોતાની માન્યતા આપી; અને કોશની નવી (ત્રીજી આવૃત્તિ તે વખતે થતી હતી, તેમાં સર્વ વિદ્વાને સહકાર આપે, એવી વિનંતી કરતો ઠરાવ કર્યો. (આ ઠરાવ કાશને પ્રારંભે અવતરણ રૂપે ટાંકયો છે, તે જુઓ પા. ૪)
૧૯૩૭માં ત્રીજી આવૃત્તિ બહાર પડી. તેને મુંબઈ યુનિવર્સિટી જેવી શિક્ષણ સંસ્થાએ પણ માન્યતા આપી. અને તેમ ધીમે ધીમે ૧૦ વર્ષના ગાળામાં જોડણીકોશ વિવિધ રીતે માન્યતા પામતો ગયો એટલું જ નહિ, શાળાના શિક્ષણમાં પણ તેનું અનુસરણ શરૂ થતું ગયું. તથા સામાન્ય ગુજરાતી લખાણમાં પણ જોડણું આ કેશને આધારે થતી ગઈ. ત્રીજી આવૃત્તિના નિવેદનમાં જોડણીના અનુસરણ અંગેની આ પ્રગતિની નેંધ લેતાં આશા પ્રગટ કરી હતી કે,
જોડણીકોશને આમ ૧૯૩૬ના (સાહિત્ય સંમેલનની) માન્યતા મળ્યા પછી, આજ હવે આપણે આગળ જોડણીની અરાજકતાને પ્રશ્ન એટલા પૂરતો પતી ગયો મનાય. હવે કરવાનું રહે છે તે સ્વીકૃત થયેલી એવી આ જોડણીની બાબતમાં કાળજી રાખી તેને વાપર વધારવાનું. તે કામ ગુજરાતના શિક્ષકગણ, લેખકવર્ગ તથા છાપાંવાળા અને માસિકના તંત્રી, વ્યવસ્થાપક તથા પ્રકાશન સંસ્થાઓ—એ બધાંએ કરવાનું રહે છે...”
આ આશા ફલીભૂત થવામાં નોંધપાત્ર પગલું, ૧૯૪૦માં મુંબઈ સરકારે જોડણીને માન્યતા આપી, એ ગણાય. તેણે તે સાલ તેના કેળવણી ખાતા તરફથી એવો હુકમ બહાર પાડયો કે, સરકાર જોડણીકાશને માન્યતા આપે છે અને શાળાનાં પાઠ્યપુસ્તકોમાં તેને અનુસરવું જોઈશે. આમ ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક કેળવણીમાં એનો સ્વીકાર થવાથી,–ગાંધીજીના આદેશ અને આશીર્વાદથી શરૂ થયેલા આ કામને,– ૧૨ વર્ષે યશ મળ્યો-જોડણુંકેશના કામને ગુજરાતના આશીર્વાદપૂર્વક સ્વીકૃતિ મળી, એમ ગણાય.
મુંબઈ સરકારના આવા ઠરાવ પ્રસંગે ગાંધીજીએ “હરિજનબંધુ' (તા. ૪-૨-૧૯૪૦)માં પિતાનો આનંદ વ્યક્ત કરતું નિવેદન કર્યું હતું. આ તેમ જ તે પૂર્વેનું ૧૯૨લ્માં ૧લી આવૃત્તિને આવકાર આપતું –એ બંને નિવેદનો જોડણીકેશને માટે આશીર્વાદ રૂપ ગણાય. આ આવૃત્તિમાં તે બંને નિવેદનો આ પછી આપવામાં આવ્યાં છે. જોડણીકેશના ઈતિહાસમાંય એ હવે યાદગાર બનતાં હોઈ નોંધપાત્ર ગણાય.
બીજા ૧૯૪૦ના નિવેદનમાં તેઓશ્રીએ પિતાની આશા અને વિનંતી પ્રગટ કરી કે, “સૌ પત્રકારો અને લેખકો વિદ્યાપીઠના કોશને અનુસરશે'; અને તે અંગે એક વિશેષ સૂચના કરી કે,
આમ તેઓ કરી શકે તેને સારુ વિદ્યાપીઠે તુરત સાધને પૂરાં પાડવાં જોઈએ. દરેક ભાષાપ્રેમીના ખિસ્સામાં કે તેની પાટલી ઉપર જેમ, અંગ્રેજી લખતો હોય તો, અંગ્રેજી કેશ હેય જ છે, તેમ ગુજરાતી જોડણીકોશ હોવો જોઈએ. ગુજરાતી લેખકને પિતાની ભાષાની શુદ્ધિ વિષે એટલો ગર્વ હોવો જોઈએ, જેટલે અંગ્રેજોને પોતાની ભાષાને વિષે હોય છે. જે અંગ્રેજ શુદ્ધ જોડણીથી પિતાની ભાષા નહીં લખી શકે, તે જંગલી ગણાશે. પણ અંગ્રેજોને જવા દઈએ. આપણી અંગ્રેજી નિશાળમાં ભણનારા જેટલી ચીવટ અંગ્રેજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org