________________
લાગે, તો આ દિશામાં કામ કરવાને માટે ઈષ્ટ ચાલના મળે; તો હિંદની વિવિધ પ્રદેશોની ભાષાઓના સાહિત્ય તથા લેકજીવન સાથે પણ સંપર્ક સધાય, એ પણ એક ઈષ્ટપત્તિ જ છે. | શબ્દપ્રયોગના અંગ વિષે પણ ખાસ નવું કામ, આ આવૃત્તિ માટે, કરાયું નથી. શબ્દભંડોળની પેઠે આ પણ એવું કામ છે કે, તેમાં ઘણું કરી શકાય; – કરવા જેવું બાકી પણ છે. શબ્દ ને તેના અર્થો પેઠે જ શબ્દપ્રયોગો આપણું શિષ્ટ સાહિત્યમાં ઊતરેલા જે મળે, તે બધાને પણ વીણીને સંઘરવા જોઈએ. તે માટે પણ સાહિત્ય-વાચન થવું જોઈએ.
આમ, જોડણીકેશને માટે ભાવી વિકાસનાં આવાં આવાં અનેકવિધ કામો પડેલાં છે. ગુજરાતના જુદા જુદા ભાગોની તળપદી બેલીઓ, આદિ-જાતિઓની બોલીઓ ઉપરાંત પારસી, ખ્રિસ્તી, ખજા, પીરાણું વગેરે કામોએ ખેડેલું સાહિત્ય –એવાં એવાં અનેક ક્ષેત્રોમાં કામ ઊભું છે તે વિષે અગાઉની વૃત્તિઓમાં નિર્દેશ કરેલા જ છે. ભાષાની સેવાને માટે અખૂટ ક્ષેત્ર પડેલું છે – કામ કરનારા જોઈએ.
આ આવૃત્તિમાં મુખ્યત્વે શબ્દભંડોળની વૃદ્ધિનું ખાસ ધ્યાન આપ્યું છે, કે જે કાશકારનું મુખ્ય કામ ગણાય. આ કોશનો મૂળ હેતુ તો ભાષાના શબ્દોની જોડણી એકવ્યવસ્થિતિમાં લાવવાનો હતો અને છે. તે હેતુથી જ આગળ વધતાં, આજ લગભગ ૪૦ વરસે અત્યારની સ્થિતિ તેણે પ્રાપ્ત કરી છે. આવા એના સહજ કમે થતા રહેલા વિકાસનો ઈતિહાસ તેનાં આવૃત્તિવાર નિવેદનમાં કહેવાતો રહ્યો છે. આ બધાં નિવેદન, પ્રારંભમાં, આ આવૃત્તિમાં પણ ઉતાર્યા છે, જેથી અભ્યાસી વાચકને એનો ઈતિહાસ મળી રહે.
પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૨૯માં પ્રસિદ્ધ થઈ. જોડણીના નિયમો નકકી કરીને તદનુસાર ભાષાના શબ્દોની જોડણું દર્શાવતો કેવળ શબ્દકોશ (અર્થ વિના) જ આપ્યો હતો. એને આવકાર આપતાં ગાંધીજીએ ‘નવજીવન’માં લખ્યું, તેમાં તે વખતે તેમણે જણાવ્યું હતું કે,
આ કોશની જ જોડણી ખરી ને બીજી બબર નહિ એ કેમ કહેવાય ? આવો પ્રશ્ન કેઈ કરે તો જવાબ એ છે કે, અહીં ખરા-ખેટાનો નિર્ણય કરવાનો સવાલ નથી. ઠીક ઠીક ગુજરાતી જાણનારા, વ્યાકરણશુદ્ધ ગુજરાતી લખવાનો પ્રયત્ન કરનારની કલમેથી જે જોડણી ઊતરી તે ખરી ગણાય. આ ધોરી નિયમને અનુસરીને કોશ તૈયાર થયો છે.”
શ્રી. કાકાસાહેબે કેશને આ ઘેરી નિયમના અનુસરણ વિજે, તેની પહેલી તથા બીજી આવૃત્તિઓનાં નિવેદનમાં, વિગતમાં જઈને સ્પષ્ટીકરણ કર્યું છે. આમ પ્રારંભમાં જણાવીને ગાંધીજીએ એમના તે લેખમાં આગળ કહ્યું હતું કે,
અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે, તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. મારા જેવા અધૂરું ગુજરાતી જાણનારને આ કેશની મદદ લઈને જ પોતાના કાગળ પત્રો લખવાની ભલામણ
પહેલી આવૃત્તિ થોડા જ વખતમાં પૂરી થતાં, બીજી આવૃત્તિ તૈયાર કરી, તેમાં મહત્ત્વનું નવપ્રયાણ એ કર્યું કે, કેવળ જોડણી આપતી પહેલી આવૃત્તિ આ વખતે સાથે કરવામાં આવી. આ નવપ્રયાણમાંથી ક્રમે ક્રમે આગળ વધીને આજે ભાષાને વ્યવસ્થિત ચાલુ કાશ (શબ્દનું ઉચ્ચારણ, વ્યુત્પત્તિ, તેના પ્રયોગ ઈ. સહિત) તે બની શક્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org