________________
કવિ કાલિદાસ નરસિંહ– કવિ દયાશંકર ભગવાનજી
ઉપરાંત એમણે “અધ્યાત્મભજનમાળા', “કાઠિયાવાડી સાહિત્ય, ‘ચમત્કારિક દૃષ્ટાંતમાળા’, ‘સત્સંગશિરોમણિ', “સાહિત્યરત્નાકર - તેમ જ સાહિત્યસંગ્રહ’ જેવાં સંપાદન પણ કર્યા છે.
૨૨.દ. કવિ કાલિદાસ નરસિહ : બાલાપયોગી ‘એકલાં એકલાં : ૧-૯' (૧૯૩૭), બેધપ્રધાન નાટયકૃતિ પ્રતિભાને સ્વયંવર અથવા કલાનો નાદ' (૧૯૪૦), “માતૃભાષાનું શિક્ષણ' (૧૯૪૪) તેમ જ ‘ભાષાદર્શન' (૧૯૫૦)ના કર્તા.
પા.માં. કવિ કાલિદાસ ભગવાનદાસ (૧૯૦૦,-): કવિ. જન્મ પાટણમાં. પ્રાથમિક કેળવણી. ત્રિચિનાપલ્લીમાં ઝવેરી વેપારી પેઢીમાં નોકરી.
એમણે ભકિતકાવ્યોનો સંગ્રહ 'ભજનામૃત' (૧૯૨૭), પુરુષોત્તમમાસ ભજનિકા', ‘પ્રભુ પ્રેરિત હારા સ્વરચિત ઉગારો' (૧૯૩૮) તથા ગઝલે ને ગીતાનો સંગ્રહ ‘કાવ્યપ્રસાદી' (૧૯૫૭) રચ્યાં છે. વળી, ‘મારા શુભ વિચારો” (૧૯૩૧), હરિબાપુ, કુબાકુંભાર, નફીઝ અને પંજુ ભટ્ટનાં ચરિત્રો આપનું ‘નૂતન વર્ષની ભેટ’ (૧૯૫૭) જેવાં પુસ્તકો અને ‘નારાયણ કવચ અને આરતીઓ' (૧૯૫૭)નું સંપાદન એમણે આપ્યાં છે.
પા.માં. કવિ કાશીરામ દેવશંકર : સ્ત્રીને રાપત્ની હોવાને કારણે સહેવાં પડતાં દુ:ખનું વર્ણન કરતું કાવ્ય ‘શક્યસપાટો' (૧૮૮૬)ના કર્તા.
નિ.. કવિ કાળિદાસ/ કરણસિહ કવિ: ભાવ, ભાષા અને છંદની દૃષ્ટિએ સુયોજિત કાવ્યોનો સંગ્રહ કર્ણકાંડ અને બીજાં કાવ્યોના કર્તા.
નિ.. કવિ કર્ણાનંદ : વકીલ બાપુભાઈને ગરબ’ના કર્તા..
નિ.વો. કવિ કૃષ્ણદાસ (૧૯ મી સદી): કચ્છી કવિતા કુડો નાતોના કર્તા.
પા.માં. કવિ કૃષ્ણરામ: ધ્રુવાખ્યાન' (કવિ કાળિદાસ સાથે, ૧૯૫૧) માં પ્રકાશિત કૃતિ “કળિકાળનું વર્ણન’ના કર્તા.
નિ.. કવિ ગણપતરામ વિશ્વનાથ: શ્રી રામચંદ્રના અશ્વમેધયજ્ઞનું વર્ણન આપતી પદ્યકથા ‘રામાશ્વમેધ' (૧૮૮૧) ના કર્તા.
| નિ.. કવિ ગંગાશંકર જેશંકર : માઘપંડિતની બે પુત્રીની વાર્તા દ્વારા સ્ત્રી- શિક્ષણની હિમાયત કરનું કાવ્ય “વનિતાવિદ્યાભ્યાસ' (૧૮૫૯) તથા ‘નામમાળા ગ્રંથ'ના કર્તા.
નિ.. કવિ ગિરધરલાલ હરકિશનદાસ: ‘ડાકોરલીલા' (૧૮૭૬), ‘મોહિની' (૧૮૮૪), 'નવરત્ન' (૧૮૮૯), 'રસરંગના ખ્યાલ' (૧૮૯૬), તથા ભરતખંડને પ્રવાસ' (૧૮૯૭) ના કર્તા.
કવિ અનુભુજદાસ: હિંદીમિશ્રિત ગુજરાતી ભાષામાં ચોપાઈબદ્ધ પદ્યકૃતિ 'મધુમાલતીની વારતા' (૧૮૭૪)ના કર્તા.
નિ.. કવિ ચુનીલાલ દ.: પ્રહલાદજીનું ચરિત્રના કર્તા.
નિ. . કવિ છોટાલાલ: ‘ગુજરાતને તપસ્વી'ના રમૂજી પ્રતિકાવ્યરૂપે, “જામે
જમશેદ'ના તંત્રીને ઉદ્દેશીને રચાયેલી પદ્યકૃતિ “મદીખાનાને તપસ્વી' (૧૯૩૩) ના કર્તા.
નિ.. કવિ છોટાલાલ દલપતરામ: જીવનચરિત્ર 'કાઠિયાવાડી કવિ ભવાની શંકર નરસિંહરામ' (૧૯૨૨) ના કર્તા.
નિ.વો. કવિ જનસુખરામ નરહરરામ; “અહિંસાભાસ્કર' (૧૯૧૩), જનસુખરત્નમાળા' (૧૯૧૫), ‘મૂર્તિપૂજા' (૧૯૧૫), ‘સનાતન ધર્મભા' (૧૯૧૫) તથા “કૃષણના પરમ ભકત મેરધ્વજનું આખ્યાન' વગેરે પુસ્તકોના કર્તા.
નિ.. કવિ જયંત ન્હાનાલાલ: આફ્રિકામાં શિક્ષક તરીકેને વ્યવસાય. પ્રાસંગિક વ્યાખ્યાને, ચાર લેખે, એક વાર્તા અને સાત કાવ્યરચનાઓને સમાવત સંગ્રહ “સાહિત્ય સરવાણી (૧૯૬૭)ના કર્તા.
નિ., કવિ જોરસિંહ: દહાછંદમાં લખાયેલી 'પંડિત જવાહરલાલ નહેરુને અંજલિના કર્તા.
નિ.વે. કવિ ડાહ્યાભાઈ દેવચંદ: ભારતના ૨૬૩ સંતભકતાનાં જીવનચરિત્રોને સરલ-રસિક વાર્તારૂપે નિરૂપતું પુસ્તક “ભકતમાલ’(૧૮૯૫) ના કર્તા.
નિ.વે. કવિ ડાહ્યાલાલ શિવરામ: ગુણ-અવગુણને સનાતન ધ્રુદ્ધ તેમ જ ગાંધીજીની ૧૯૧૪ની પ્રવૃત્તિઓને વિષય બનાવીને લખાયેલું વ્યવસાયશૈલીનું સામાજિક નાટક 'દુઃખી સંસાર” (કવિ કાન્ત સાથે, ૧૯૧૫) ના કર્તા.
કૌ.બ. કવિ તુલજારામ ઈજજતરામ: કૃષ્ણનાં સુંદર ચિત્ર રજૂ કરતું કાવ્ય ‘સુબોધચંતામણિ' (૧૯૦૯)ના કર્તા.
પા.માં. કવિ ત્રાપજકર : જુઓ, ભટ્ટ પરમાનન્દ મણિશંકર. કવિ ત્રિભુ: જુઓ, છાયા ત્રિભુવનલાલ અનુપરામ.
૨.૨,દ. કવિ દયાશંકર ભગવાનજી (૧૮૫૯, ~): ચરિત્રલેખક, અનુવાદક. જન્મ જામનગરમાં. ૧૮૮૪ માં જામનગર સ્ટેટમાં વકીલની પરીક્ષામાં સેકન્ડ કલાસ પાસ. અન્ય સ્થળોએ વકીલાત કર્યા બાદ ૧૮૯૧ થી જામનગર ખાતે સફળ વકીલાત..
એમણે આપેલા ચરિત્રગ્રંથમાં કસ્તૂરબાને, પતિમાં આત્મવિલોપન કરનાર સહધર્મચારિણી તરીકે સારો પરિચય કરાવતું
પર: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org