SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ હિંડોચા વસંતરાય– હેમાણી ત્રિભુવન વીરજીભાઈ હિંડોચા વસંતરાય : પ્રવાસકથા “આફ્રિકાને ઉજાસ' (૧૯૫૮)ના કર્તા. હિંડોચાહુતાદેવજીભાઈ (૧-૯-૧૯૩૧): કવિ. જન્મ પૂર્વ આફ્રિકામાં. મૅટ્રિક. સંગીત અને ચિત્રકલામાં રસ. “સાવિત્રી’ મહાકાવ્યને અનુલક્ષીને ચિત્રમાળાનું સર્જન. એમણે શ્રી માતાજીને ઉદ્દેશીને રચેલી ભાવમય પ્રાર્થનાઓને ' સંગ્રહ ‘ચરણવંદના' (૧૯૬૩) આપ્યો છે. આ ઉપરાંત કેટલાંક અંગ્રેજી પુસ્તકો પણ એમણે આપ્યાં છે. પા.માં. હિંદહિતચિંતક : જુઓ, ધ્રુવ આનંદશંકર બાપુભાઈ. હિંદુસ્તાન મધ્યેનું એક ઝુંપડું (૧૮૬૨): પારસી લેખક સોરાબશા મુનસફના દ્વારા લખાયેલી અર્વાચીન ગુજરાતીની પહેલી ગદ્યાત્મક વાર્તાકૃતિ. મૂળે ફ્રેન્ચના અંગ્રેજી અનુવાદને આ ગુજરાતી અનુવાદ છે. આજ સુધી નંદશંકર તુલજાશંકર મહતાની નવલકથા 'કરણઘેલો'થી ગુજરાતી નવલકથાના આરંભ ગણાતો હતો; પણ આ નવલકથા એનાથી ચાર વર્ષ પૂર્વે પારસી ગુજરાતી બોલીમાં લખાયેલી છે. એક અસ્પૃશ્ય પારીયા સાથે થયેલું વિધવા બ્રાહ્મણીનું લગ્ન રામાજ જીરવી શકે તેમ ન હોવાથી આ દંપતી જંગલના એકાંતમાં પડી બાંધીને સંસાર રચે છે એવું એનું કથાવસ્તુ છે. વર્ષો સુધી વિસરાયેલી આ દુર્લભ કૃતિનું સંપાદન મધુસૂદન હીરાલાલ પારેખે કરેલું છે. - ચ.ટા. હીરપરા પ્રેમજી નારણ: રાસસંગ્રહ રાસ મંડળ'ના કર્તા. ચોપાઈથી માંડી શંખધારી અને મારા જેવા છંદોનો ઉપયોગ થયો છે. પ્રૌઢિની રીતે દલપતરામની સારી ગણાતી રચનાઓમાંની આ એક છે. ચંટો. હુસેની કલીમુદ્દીન અબ્દુલહુસેન : વાર્તાસંગ્રહો “અરબના ચાંદતારા' (૧૯૫૩), “ધરતીના તારા' (૧૯૫૯) અને ‘ફિરદોસનાં ફૂલ (૧૯૬૦)ના કર્તા. નિ.. હુસેની નિઝામુદ્દીન નુરુદ્દીન: ‘ઉમિશ ગુજરાતી કોશ' (૧૯૧૨) તથા નવલકથા, નાટક, પ્રવાસ, બાળસાહિત્યના રડવરૂપનાં તથા રાજનીતિશાસ્ત્ર પરનાં બાણું પુસ્તકોના કર્તા. ર.ર.દ. હુસેની મહમદ લાઈશાહેલે : કથાકૃતિ ‘ચતરીકાનાંમુ ઇઆને રચીનના શાહજાદાને કીશ' (૧૮૫૧)ના કર્તા.. ચં.ટા. હું પશલા છું:વિષગ્ર બની રાજકુમારીને જીતવા ગયેલા પશલાને પ્રેમ નહિ, ભકિત મળે છે એની કરુણતા પ્રગટાવતું ઇન્દુ પુવારનું એકાંકી. ચ.ટા. હું પાત: કથાકૃતિ ‘હારો ભવાડો યાને તમારી ઢોલકી'ના કર્તા. નિ.. હું મુજ પિતા: પિતાના મૃત્યુ નિમિત્તે રચાયેલી ઉશનસ્ ની આકર્ષક રૉનેટમાળાનું એક સોનેટ. પિતા સાથેના તાદામ્યભાવની અસરકારક વ્યંજના અહીં ઊપસેલી છે. ચંટો. હૃદયત્રિપુટી : રમા અને શાભના પ્રત્યેની લાગણીના સંઘર્ષમાંથી પ્રગટેલું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, ‘કલાપીનું આત્મકથાત્મક ખંડકાવ્ય. ચં.ઢો. હૃદયપલટો : હિમાલયના પરિવશમાં વેશ્યા બની ગયેલી મા કુંતી અને દીકરા દોલતના છેવટના મિલન દ્વારા માતૃભાવને મહિમા કરતી ધૂમકેતુની ટૂંકીવાર્તા. ચં.. હૃદયથાગી : જુઓ, શાહ અમૃતલાલ મોતીલાલ. હેમચંદ્ર મેહનદાસ: ‘ડિકશનરી ઈગ્લીશ ઍન્ડ ગુજરાતી' (૧૮૮૬) -ના કર્તા. નિ.વા. હેમાણી ત્રિભુવન વીરજીભાઈ, ‘ઝુકાનેવાલા', ‘પાતાળકેતુ, પ્રકૃતિપૂજક’, ‘પ્રગતિપૂજક', 'નઈ.ણી.” (૧૩-૧૨-૧૯૦૩, ૧૬-૯-૧૯૮૬):ચરિત્રકાર, સંપાદક. જન્મ જેતપુરમાં. ૧૯૨૧માં અમરેલીથી મૅટ્રિક. મિડલ સ્કૂલ, લલિકામાં બે વર્ષ શિક્ષક તરીકે રહ્યા પછી કમરીબાઈ હાઈસ્કૂલ, જેતપુરમાં તેવીસ વર્ષ મુખ્યશિક્ષક તરીકે. એક વર્ષ બી. શિવચંદ અમૃતલાલ ઍન્ડ કંપનીમાં મૅનેજર. નિ.વા. હીરાદાસ: પદ્યકૃતિ શિવાગમન અને વાલમીકિ આખ્યાન' (૧૯૫૬) -ના કર્તા. નિ.વા. હીરામાણેક નરગેશ તેહપુરસ્પ: કથાકૃતિ “પતિ વધુ કે પિતા?' (૧૯૪૧) નાં કર્તા. નિ.વા. હીરાલાલ ઉમીયાશંકર : પદ્યકૃતિ ‘ગોલ્ડસ્મીથની મુસાફરી'(૧૮૫૯) -ના કર્તા. નિ.. હીરાલાલ જીભાઈરામ : સ્તુતિસાગર'-૧ (કબલાલ લાલજીભાઈ સાથે, ૧૮૯૮)ના કર્તા. નિ.વો. હુનરખાનની ચડાઈ (૧૮૫૧) : દલપતરામની પ્રારંભકાલીન કૃતિ. આ લાંબી સળંગ રચના કુલ ૧૭૦ કડીની છે. લક્ષ્મી મળવાના ઉપાય, હુન્નરનાં સાધનો વિશે, સ્વદેશીઓ પ્રતિ ઉકિત, છાપખાના વિશે - એમ એમાં ઔદ્યોગિક વિચારણાને કેન્દ્રમાં રાખેલી છે. આમ, આર્થિક પ્રશ્ન પરત્વે જાગૃતિ પ્રગટ કરતી આ રૂપકકથા છે. છતાં પ્રસંગનિરૂપણ, પાત્રનિરૂપણ અને કથાનિરૂપણ થોડુંક રસપ્રદ થઈ શકયું છે. યુદ્ધપ્રસંગોને ખીલવવાને યત્ન પણ છે. દોહરા ગુજરાતી સાહિત્યકાશ - ૨ :૬૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy