SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ એમની પાસેથી એકાંકીરાંગ્રહ ‘ચહેરા વગરનો માણસ’ (અન્ય સાથે) તથા હિન્દી એકાંકીસંગ્રહ ‘નયે રંગ’ મળ્યા છે. નિવ શાહ દોલતરામ ખેમચંદ : પદ્યસંગ્રહ ‘આત્મોપદેશ સ્તવનાવળી’ - બા.૧(૧૯૧૧) ગામે અંબાજી માતાના ગરબા’(૧૯૧૩)ના કર્તા. નિવેા. શાહ ધનાણી ખેંચ : પોતાની અને અન્યની પદ્યકૃતિઓનાં સંપાદનો ‘રસધારા’(૧૯૬૩), ‘રસમંજરી’(૧૯૬૩) અને ‘ભકિતનું ઝરણુ’(૧૯૭૧)નાં કર્તા. ઉનાવા. શાહ ધનવંત તિલકરાય ૨૬-૧૨-૧૯૩૯): વિવેચક. જન્મસ્થળ ભાવનગર, ૧૯૫૫માં એસ.એસ.સી. ૧૯૬૦માં બી.એ. ૧૯૬૨ માં એમ.એ. ૧૯૬૯માં પીનેચ.ડી. પહેલાં મુંબઈની કોલેજમાં ગુજરાતીના વ્યાખ્યાના, અત્યારે એરિસ્ટો મિકલ પ્રા. સિડમાં મૅનેજિંગ ડિરેકટર. કવિ નાનાલાલની કવિતામાં માનવવાદર્શન'(૧૯૭૭) એમના શોધપ્રબંધ છે. ચા શા ધનંજય રમણલાલ, ‘પાર્થ', 'મન’(૨૯-૮-૧૯૩૫, ૨૮-૭-૧૯૮૬): જન્મ વડોદરામાં. ૧૯૪૨માં મૅટ્રિપલેશન કર્યાં પછી ૧૯૪૮માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને ૧૯૫૯માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી એમ.ઍડ. ‘કોપરા ’અને 'બાલઘર'માં અધ્યાપક. આકાશવાણીમાં પ્રોગ્રામ એકિઝકયુટિવ. ગુજ્જત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોરિશનમાં સંપર્ક અધિકારી. પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑવ ઇન્ડિયાના તથા બાળસાહિત્ય સભાના ચૅરમૅન. એમણે બાળકો માટે મોટી સંખ્યામાં વાર્તાઓ, સાહસકથાઓ, નીતકથાઓ, પરીકથાઓ, નાટકો અને ગીતો લખ્યાં છે. રત્નો રબારી'(૧૯૫૫), 'ગીબાબા અને ચાલીશ થાર'(૧૯૫૯), પાંખાળા પાડો’(૧૯૬૧), 'હસનાં પરાક્રમો'(૧૯૬૧), ‘ઝરમરિયાં’(૧૯૬૩) એમના મુખ્ય બાગયો છે. ઉપરાંત 'સાટી અને પોડી'ના પાંચ સેટ, 'સ્વાતંત્ર્ય કથામાળા'ના ત્રણ સેટ તેમ જ ‘રૂપકથામાળા’, ‘નીતિકથામાળા’, ‘રંગકથામાળા’, ‘શૂરકથામાળા’, ‘પરીકથામ બા’, 'વીરકથામાળા’, ‘લાલુ પગધિયા'ના પ્રચલિત સેટ પણ એમણે આપ્યા છે. એમના ‘ઢીંગલા' નાટકનું ચિલ્ડ્રન સાસાયટી ઑવ ઇન્ડિયા દ્રારા ફિલ્મીકરણ થયું છે. ચં.ટો. શાહ ધીરજલાલ ટોકરશી (૧૮-૩-૧૯૦૬) : નિબંધકાર, બાળસાહિત્યકાર. જન્મ સૌરાષ્ટ્રના મૂળી તાલુકાના દાણાવાડા ગામમાં. વિદ્યાપીઠમાંથી ‘વિનીત'. ચી. ન. વિદ્યાવિહારમાં તાલીમ લઈ ચિત્રકાર. ૧૯૨૬ થી ૧૯૩૦ સુધી એ જ શાળામાં ચિત્રશિક્ષક. ‘જૈન યાતિ' માસિકના સંપાદક. શતાવધાની, એમણે નિબંધસંગ્રહ ‘જીવનવિચાર પ્રવેશિકા’(૧૯૨૮) આપ્યો Jain Education International શાહ દોલતરામ ખેમચંદ — શાહ નગીનદાસ જીવણલાલ છે. કુદરત અને કાધામમાં વીસ દિવસ’(૧૯૩૧), ‘અજંતાનો યાત્રી'(૧૯૩૧), ‘અચલરાજ આબુ'(૧૯૩૧) વગેરે એમનાં પ્રવાસપુસ્તકો છે. બાળગ્રંથાવલીની અનેક પુસ્તિકાઓ ઉપરાંત એમણે બાળકોને રરાપ્રદ માહિતી આપતી કૃતિઓ ‘પાવાગઢનો પ્રવાસ'(૧૯૩૧), 'જળમંદિર પાવાપુરી'(૧૯૩૧) તેમ જ સંપાદિત કૃતિ 'જૈન બાળગ્રંથમાળા' પણ આપી છે. .િવે. શાહ ધીરજલાલ દલસુખદાસ, 'સત્યકામ' : વાર્તાસંગ્રહ ‘પુન:સ્મૃતિ’ (૧૫)ના કર્તા, નિવા. શા ધીરજલાલ ધનજીભાઈ (૧૨-૧૧-૧૯૧૨, મે ૧૯૮૨): વાર્તાકાર, ચરિત્રકાર, રોજનીશીલેખક. જન્મ ભાવનગરમાં. ૧૯૩૧માં મૅટ્રિક. ૧૯૪૨માં બી.એ. ૧૯૬૨માં પીએચ.ડી. ૧૯૩૮માં તેનું હિન્દવર્ધક કાર્યાલયમાં પ્રેસ-વ્યવસ્થાપક. ૧૯૪૦માં ‘અમદાવાદ મ્યુનિસિપલ સમાચાર'ના પ્રથમ તંત્રી. ૧૯૪૨ની ‘હિંદ છોડો'ની ચળવળમાં સક્રિય ભાગ. ૧૯૪૩થી વેપાર, ૧૯૫૩થી ૧૯૫૮ સુધી ગુજરતી સાહિત્ય પરિષદના મંત્રી. મુંબઈની જૈન સંસ્થાઓના અગ્રણી કાર્યકર, 'ચા-ઘર'ના સભ્યમાંના એક એમની પાસેથી ત્રિવથી અને પ્રસંગકથાનો આલેખતી કૃતિઓ ‘બા’(૧૯૪૪), ‘શ્રામણ ભગવાન મહાવીર’(૧૯૪૫), ‘સોળ ચી”, ‘ઘાટનો ડનાયક’, ‘જાર’, ‘ભાઈબીજ’(૧૯૪૮), ‘મહાગુજરાતનો મંત્રી’, ‘મહામાત્ય’, ‘સહકારક્ષેત્રે ગુજરાત', ‘માર ખાચ’(૧૯૬૩) વગેરે મળી છે. વિમલપ્રબંધ' એમનું સંશોધિત-સંપાદિત પુસ્તક છે. નિબંધસંગ્રહ ‘ચિંતન અને મનન’ (૧૯૬૭)પણ એમણે આપ્યા છે. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં રોજ સાંજે મળના ચાદિત્યકારોની સમિલનના સ્મરણાર્થે આલેખતી રોજનીશી ‘ચા-ઘમ'(૧૯૬૪) એમનું નોંધપાત્ર પ્રદાન છે. નિ.વા. શત. ધીરુભાઈ : ચિંતનાત્મક ગદ્યખંડોના ચાંચ ‘મંથન (૧૯૫૬)ના કર્તા. [.. શા નકુભાઈ કાળુભાઈ નાટયકૃતિઓ ‘અસૂર વન” (બી. આ. ૧૯૩૨), 'સતી તોરલ’(૧૯૧૫), ‘છત્રવિ૫’(૧૯૨૦), ‘સંસારગીલા” (ત્રી. ભ. ૧૯૨૪), 'નિમદન'(૧૯૨૭) અને ‘સરસ્વતીચંદ્ર’ (તેરમી . ૧૯૪૦)ના કર્તા, નિર્દેશ. શાદ નગીનદાસ જીવણલાલ (૧૩-૧-૧૯૩૧): સંશાધક, સંપાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં. ૧૯૫૨માં એસ.એસ.સી. સંસ્કૃત વિષય સાથે ૧૯૫૬માં બી.એ., ૧૯૫૮માં એમ.એ., ૧૯૬૪માં પીએચ.ડી. ૧૯૫૮થી ૧૯૬૦ સુધી કે, વી. કૉલેજ, જામનગરમાં વ્યાખ્યાતા. ત્યારબાદ ક. લા. ભારતીય પ્રઅવિદ્યામંદિર, અમદાવાદમાંરિસર્ચ ઓફિસર, નાયબ અધ્યક્ષ, અધ્યક્ષ અને સંસ્કૃત વિષયમાં રીડર, ગુજરાતી સાહિત્યકોશ - ૨:૫૭૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy