________________
શાસ્ત્રી મગનલાલ ગણપતિરામ -- શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસ
એમણે ‘કી પુરુષો રામજીનું ચરિત્ર' (૧૯૨૯) આપ્યું છે. આ ઉપરાંત ‘ફલપ્રકરણ સુબોધિની', “શાંડિલ્ય ભકિતસૂત્ર ભાષ્ય, ‘સિદ્ધાંતરહસ્ય’, ‘ન્યાયમૂર્તિના સુકાદો', ‘પુષ્ટિમાર્ગને ઇતિહાસ વગેરે તેત્રીસ ગ્રંથ સંપાદિત કર્યા છે.
શાસ્ત્રી મગનલાલ ગણપતિરામ (૭-૧૨-૧૮૭૩, ૧૮-૭-૧૯૩૫) : કવિ, સંપાદક. જન્મ માતર (જિ. ખેડા)માં. ૧૯૦૨ માં એમ.એ. મુંબઈના રેવન્યુખાતા સાથે સંલગ્ન. પછીથી ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ અને પૂના ડેક્કન કૉલેજમાં સંસ્કૃતનું અધ્યાપન. વલ્લભાચાર્યતત્ત્વજ્ઞાનના જ્ઞાતા.
એમણે “હરિપ્રિયા' (૧૯૧૭) અને ‘શુદ્ધા સિદ્ધાંતપ્રદીપ’ (૧૯૦૩) આપ્યાં છે. ‘ગાયત્રીભાષ્ય' (૧૯૦૩), ‘શ્રી દશમસ્કંધ પ્રથમોધ્યાય સુબોધિની'(૧૯૧૦), ‘શ્રી ગોપિકાગીત સુબોધિની (૧૯૨૫), ‘વદસ્તુતિ સૂક્ષ્મ ટીકા' (૧૯૨૬), “વેણુગીત સુબોધિની' (૧૯૨૭), ‘શ્રી યુગલગીત સુબોધિની' (૧૯૩૧) વગેરે સંસ્કૃતગુજરાતી ગ્રંથનું સંપાદન પણ એમણે કર્યું છે.
૨.ર.દ. શાસ્ત્રી મણિશંકર હરિકૃષ્ણ : “શંકરાચાર્યચરિત્ર' (૧૯૮૬) ના કર્તા.
શાસ્ત્રી મંગળજી ઉદ્ધવજી, ‘મંગલ’: જીવનચરિત્ર ‘ભકત રોહિદાસ’ (૧૯૧૫) તથા સંપાદને ‘ભકત સૂરદાસનાં પદો'(૧૯૪૭), 'ધીરા ભગતનાં પદો'(૧૯૪૭), 'ભોજા ભગતના ચાબખા' (૧૯૪૭) વગેરેના કર્તા.
૨.ર.દ. શાસ્ત્રી લક્ષ્મીનાથ બદ્રીપ્રસાદ : વડોદરાના સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય. પછીથી ફેકલ્ટી ઑવ ફાઈન આર્ટમાં માના અધ્યાપક.
એમણે સાહિત્ય, ચિત્ર, શિલ્પ, સંગીતાદિ લલિતકલાઓની મીમાંસા કરતા ગ્રંથ ભારતીય સૌન્દર્યશાસ્ત્ર' (૧૯૫૯) આપ્યો છે.
ર.ર.દ. શાસ્ત્રી લલિતકુમાર ભવાનીશંકર (૯-૭-૧૯૩૧): વાર્તાકાર, નવલકથાકાર, નિબંધલેખક. જન્મ ઉત્તર ગુજરાતના હીરપુરા ગામે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૬૨ માં બી.એ. પછી એમ.એ. પ્રતાપ'ના તંત્રી વિભાગમાં કાર્ય. પછી આકાશવાણીમાં પ્રોગ્રામ એકિઝક્યુટિવ.
આતંકનો એક ચહેરો' (૧૯૪૩), ‘અમૃત અને આસવ' (૧૯૬૪), ‘ઇશિતા' (૧૯૬૫), 'હૃદયપિયાસી' (૧૯૬૭),
અસત્યના પ્રયોગો’, ‘માટીની માયા' (૧૯૭૧), ‘મનમઝધારે (૧૯૭૧), ‘આત્મીયા' (૧૯૭૫), ‘આવરણ-અનાવરણ' (૧૯૭૫), “કચકડાની કામિની' (૧૯૭૭) અને “તૂટયો તંબૂરાનો તાર’ એમની ઘટનાપ્રધાન નવલકથાઓ છે. “એક દિવસ માટે (૧૯૬૪), ‘માધવનો માળો’, ‘રંગ, રેખા અને રૂપ” વગેરે એમના પરંપરાગત વાર્તાઓના સંગ્રહો છે. “અમૃતધારા'-ભા. ૧થી ૪માં એમના ચિંતનાત્મક ગદ્યખંડો સંગૃહીત છે.
નિ.. શાસ્ત્રી લાધારામ: “ભીમા જમાદારની ભવાઈ' (૧૮૮૯)ના કર્તા.
૨.૨.દ. શાસ્ત્રી વસંતરામ હરિકૃષ્ણ : જીવનચરિત્રલેખક. જન્મ અમદાવાદમાં. સંસ્કૃત પાઠશાળામાં વ્યાકરણ, અલંકાર, ન્યાય, કાવ્ય, વેદાંતાદિનો અભ્યાસ. વ્યવસાયે પત્રકાર.
શાસ્ત્રી વિજ્ય રમણલાલ (૧૦-૮-૧૯૮૫): વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, અનુવાદક. જન્મ સાન્તાકુઝ (મુંબઈ)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૬૫માં ગુજરાતી-સંસ્કૃત વિષ રાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. દમણની કોલેજમાં, સુરતની વાડિયા મહિલા કોલેજમાં અને પછી ૧૯૬૮થી સુરતની આર્સ કૉલેજમાં અધ્યાપક. ‘મિસિસ શાહની એક બપોર' (૧૯૭૧), ‘અહીં તા' (૧૯૭૩), હાવું એટલે હોવું' (૧૯૭૮), ઇતરેતર' (૧૯૭૯) અને ‘ઇત્યાદિ (૧૯૮૭) એમના વાર્તાસંગ્રહો છે. હું અને હું' (૧૯૭૦) અને
એક હતા માણસ' (૧૯૭૦) એમની નવલકથાઓ છે. કથાસર્જક તરીકે તેઓ પ્રગતરફી વલણ ધરાવે છે અને એમાં માનવીય સંવેદનાને તીવ્રતમ સ્વરૂપે અભિવ્યકત કરવાનો એમનો પુરુષાર્થ જોવાય છે.
એમના વિવેચનગ્રંથોમાં ‘મહાકવિ દાન્ત (૧૯૭૦), આસ્વાદ લેખોનો સંગ્રહ ‘ઉદ્ગાર (૧૯૭૬), ‘અત્રતત્ર' (૧૯૮૨), 'ટૂંકીવાર્તા' (૧૯૮૪) અને કથાપ્રત્યક્ષ' (૧૯૯૦) સમાવેશ થાય છે. ‘સંસ્કાર ખાતર' (૧૯૭૧) અને વિશ્વની પ્રતિનિધિ વાર્તાઓ (૧૯૭૪) એમના અનુવાદો છે.
૨.પા. શાસ્ત્રી વૃજલાલ કાળિદાસ (૨૬-૧૧-૧૮૨૫, ૧૪-૧૧-૧૮૯૨) :
ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક, કવિ. જન્મ મલાતજ (તા. પેટલાદ)માં. અવટંકે ત્રવાડી. પ્રાથમિક શિક્ષણ મલાતજમાં. સંસ્કૃતને અભ્યાસ પેટલાદમાં. વ્યાકરણ, દર્શન, કાવ્ય ને કાવ્યશાસ્ત્રને વિશેષ અભ્યાસ. ૧૮૫૭માં અમદાવાદની કન્યાશાળામાં શિક્ષક. બુદ્ધિપ્રકાશ'ના એકવેળાના તંત્રી. ‘ધર્મપ્રકાશ'ના તંત્રી. ૧૮૭૬ માં વર્નાક્યુલર કૉલેજ ઑવ સાયન્સમાં અને પછી ૧૮૭૯ માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૮૮૧ માં મલાતજમાં સ્થાયી નિવાસ.
આ લેખકનું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી તેમ જ પાલીનું અધ્યયન એમને ગુજરાતી ભાષાના વિકાસ અને એની વ્યુત્પત્તિ સંબંધે પાયાની વિચારણા તરફ લઈ ગયું છે. આથી ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ' (૧૮૬૬), ઉત્સર્ગમાળા' (૧૮૭૦), ‘ધાતુસંગ્રહ (૧૮૭૦), 'ગુર્જરભાષાપ્રકાશ' (૧૮૯૨) તેમ જ ‘ઉકિતસંગ્રહ’ જેવા મૂલ્યવાન ભાષાવિષયક ગ્રંથો એમની પાસેથી મળ્યા છે. ‘રસગંગા” (મરણોત્તર, ૧૯૩૪) એમનું રસશાસ્ત્ર પરનું પુસ્તક છે. ‘હિતોપદેશ શબ્દાર્થ (૧૮૭૦) તેમ જ “વૈશેષિક તર્કસાર” (મરણોત્તર, ૧૮૯૮) એમના પ્રકીર્ણ ગ્રંથો છે.
.શા.
૫૭૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org