________________
વિરા લલ્લુભાઈ મેતીચંદ વ્યાસ અનંત
આપ્યાં છે. ગુજરાતીમાં ગદ્ય - સ્વરૂપ અને વિકાસ' (અન્ય સાથે, ૧૯૬૭) એમનું સંપાદન છે.
વેરા હીરાલાલ કરૂણાાંકર : નવલકથા 'મીલ મૂકય મા િયાન પ્રીતિદર્પણ'ના કર્તા.
મૃ.મા. વ્યાકુલ વૈષ્ણવ (૧૯૭૭) : વ્યાકુલ મનાદશ માં વિવિધ રામય લખાયેલી ઉશનસ ની ઈકોતેર કાવ્યરચનાઓના સંગ્રહ. ! રચનાઓમાં ભાવના સૂત્રની સળંગતાની કવિને અપેક્ષા છે. આ રચનાના ‘ગીતિ' સ્વરૂપમાં ‘નિવેદનાત્મક રીતિ’ છે અને છંદથી ભિન્ન માત્રામેળ લયનું પદ્યરૂપ છે, જે ગીતથી જુદા પડે છે. રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ'ની કવિતાને ઘેર સંસ્કાર અહીં અછતો નથી. અહીંનું કાવ્ય/ગત પ્રેમની ભિન્ન ભિન્ન સ્થિતિઓનાં ભકિતરૂપાંતરો આપવા મળ્યું છે.
વારા લલુભાઈ મોતીચંદ : પદ્યકૃતિ ધારા ના ચિતાર અને કુવંગી રૂઢિ નિષેધક' (૧૯૦૬) તથા ‘ઋષભદેવ ભગવાનનું ચરિત્ર' (૧૯૫૪)ના કર્તા.
J.મા. વારા વાડીલાલ ઓઘડભાઈ : પઘવાતાં હળીભદ્ર શિયળ માહાભ્ય (૧૮૯૦)ના કતાં.
મૃ.મા. વોરા વ્રજલાલ છાટમલાલ ; ચરિત્ર “નવનારી'•ા કતાં.
મુ.મા. વિારા સવાઈલાલ છાટમલાલ (૧૮૫૬, ): ચરિત્રકાર. જન્મ
ભાવનગરમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૭૮ થી ભાવનગર રાજયમાં નોકરી. ૧૮૯૧ માં નિવૃત્ત. ‘ભાવવિલાસ’ અને ‘મુકતાહાર' કાવ્યગ્રંથો ઉપરાંત એમણે ભગવકરાચાર્યચરિત્ર’, ‘સમ્રાટ અકબરનું જીવનચરિત્ર', ‘છત્રપતિ શિવાજીનું જીવનચરિત્ર', ‘રામાનુજચરિત્ર', ‘વીરકેસરી નપાલિયન બોનાપાર્ટનું જીવનચરિત્ર' વગેરે ગ્રંથો આપ્યા છે. ‘કુરકુમકુમારી’ એમની નવલકથા છે. ‘દચિતામણિ’ સંસ્કૃતગુજરાતી કોશ પણ એમના નામે છે.
ચ.ટા. વોરા સાકરચંદ ડાહ્યાભાઈ : ‘શાંત સુધાર સ્તવન સંગ્રહ ('૯૧ 3)ના કર્તા.
મૃ.માં. વારા સુનંદા જગતચંદ (૨૩ ૧૧ ૧૯૨૨) : કવિ. અમદાવાદમાં. અભ્યારા હિન્દી કોવિદ સુધી. કોબા (ગાંધીનગર)માં અપંગ સેવા પ્રવૃનિ.
એમની પાસેથી કાવ્યગ્રંથો “ગીતમંજુષા' (૧૯૬૩) ઉપરાંત ‘પંચધારા(૧૯૭૨), ‘જાગી ઊઠે જગદંબ' (૧૯૭૪), 'મુમુક્ષતાને પંથે' (૧૯૮૨), ‘ધ્યાન એક પરિશીલન' (૧૯૮૩), “ચેતનાની ભીતરમાં' (૧૯૮૪) જેવાં પ્રકીર્ણ પુસ્તકો તથા સંપાદન ‘ગંગાસતી એમ બેલિયાં રે' (૧૯૭૫) મળ્યાં છે.
મૃ.મા. વરા હર્ષકાત : પ્રસંગચિ ‘પોઢનાં શમણાં' (૧૯૫૮) અને ‘ફૂલપાંદડી'- ભા. ૧-૨ (૧૯૫૯) તથા અનુવાદ ‘શિક્ષણવિચાર” (૧૯૫૮)ના કર્તા.
મૃ.મા. વારા હિમાંશુ વ્યંકટરાવ (૧૦-૨-૧૯૨૮) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભાવનગરમાં. ૧૯૫૪માં મૅટ્રિક. મુંબઈની રૂઈઆ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક-અનુસ્નાતકની ઉપાધિઓ. ૧૯૫૩-૫૪ માં વલ્લભવિદ્યાનગરમાં પ્રાધ્યાપક. ૧૯૫૪ થી ૧૯૫૯ સુધી બોમ્બે સ્ટેટ ફાઈનેન્શિયલ કોર્પોરેશનમાં અધિકારી. પછીથી જીવન વીમા નિગમમાં આસિસ્ટન્ટ સેક્રેટરી.
એમણ કાવ્યસંગ્રહ ‘ઉચ્ચાર' (૧૯૬૨), નવલકથા ‘બંધ દિશાઓ’ (૧૯૬૮), વાર્તાસંગ્રહો “હુની સંગે' (૧૯૬૪) અને ‘વિઠ્ઠલનું મરણચરિત્ર' (૧૯૬૯) તથા વિવેચનસંગ્રહ ‘મંતવ્ય' (૧૯૮૧)
વ્યાજને વારસ (૧૯૪૬) : નાયક વિનાની નવલકથાના પ્રયાસરૂપ ચુનીલાલ મડિયાનું કથાસર્જન. નવલકથાનાં સ્થાપિત ધરણાથી. જુદી પડવા છતાં આ કૃતિ પ્રમાણમાં સુશ્લિમ છે. ઉમાશંકર જણાવે છે તેમ, ‘કથાની ખરી નાયિકા તો છે લક્ષમી, વ્યાજનો પૈરો. એને નાયક છે ગામડાના ગરીબ સમાજ.’ આભાશાની મિલકતના એક માત્ર વારસ યુવાન રિખવનું ઓચિંતું મૃત્યુ થતાં આભાશાની મિલકત પચાવવા અને બચાવવાના ઉધામાઓ શરૂ થાય છે અને ત્યારે લક્ષ્મીના સાચા ઉપભગ તીર્થરૂપ વ્યકિતઓ મારફત એકમાત્ર સમાજ કરી શકે એમ છે. એવા મુખ્ય વિચારના છેવટે કલાક ઘાટ સર્જાય છે. સૌરાષ્ટ્રના ધીરધાર કરનારા કુટુંબની આ ખટપટલીલામાં ક્યારેક આયાસને પુટ વર્તાય છે; તેમ છતાં સૌરાષ્ટ્રસમાજજીવનને એની બધી પ્રાદેશિક લાક્ષણિકતાઓ સાથે કાવ્યાત્મક ગદ્યમાં જે અભિવ્યકિત મળી છે તે અત્યંત નેખી છે.
વ્યાપક ધર્મભાવના (૧૯૩૭) : ગાંધીજીના ધર્મવિષયક લેખાના પ્રથમ સંગ્રહ “ધર્મમંથન’ પછીને, એમની વ્યાપક ધર્મભાવનાના સ્વરૂપને રજૂ કરતા લેખેને સંગ્રહ. અહીં ગાંધીજીનાં લખાણામાંથી તારવીને લેખે લીધા છે; અને આપણે એક છીએ', ‘સર્વધર્મસમભાવ', ‘સર્વોદય’, ‘નીતિધર્મ અથવા ધર્મનીતિ', “ચરિત્રકીર્તન’, ‘સમાજધર્મ’, ‘સેવાધર્મ’, ‘સ્વદેશીધર્મ', ‘રાજાપ્રજાધર્મ’ - એમ નવ ખંડોમાં તેમને વહેંચવામાં આવ્યા છે. સર્વ પ્રશ્નોને બુદ્ધિની કસોટીએ ચડાવતી ચેતનાનું સંવેદન આ લખાણમાં છે. ગદ્યની સરલ આભા પણ, અન્યત્ર તેમ છતાં પણ નોંધપાત્ર છે.
ચં.ટો. વ્યાસ અનંત, ‘સ્મિત' (૧૭૭-૧૯૩૬) : જન્મ ભાવનગરમાં. બી.એ. ‘પગદંડી'ના સહતંત્રી.
એમની પાસેથી બાળસાહિત્યકૃતિ ‘ભૂદો મહારાજ' (૧૯૬૧) તથા પ્રસંગ પરિમલ' (૧૯૬૨) મળ્યાં છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org