________________
વકીલ જહાંગીર જે. –વકીલ રમણલાલ નરહરિલાલ
વકીલ ફાજલ પ્રધાન : ભજનનાં રસદર્શન કરાવતી કૃતિ ભજનભાવાર્થ' (૧૯૭૨)ના કર્તા.
મૃ.માં, વકીલ બંસીલાલ છોટાલાલ: નવલકથા 'સુરતની સહેલ' (૧૯૧૫) ના
કર્તા.
મુ.મા.
એમણે “કૌતુકમાળા અને બોધવચન'- ભા. ૧ (૧૮૮૫) નામનું પુસ્તક આપ્યું છે. આ ટુચકાસંગ્રહમાં ટુચકા પ્રકારની ૧૦૧ કથાઓ છે. એની લોકપ્રિયતાને કારણે આ પુસ્તકનાં ‘ઇન્ડિયન ફોકૉર' (૧૯૦૩) નામે અંગ્રેજીમાં ઉપરાંત હિન્દી, બંગાળી અને મરાઠીમાં પણ ભાષાંતરો થયાં છે.
ચિ.ટી. વકીલ જહાંગીર જે.: બાળસાહિત્યકૃતિ 'ઢેડની બાળક' (૧૯૩૨)ના કત.
મુ.મા. વકીલ જીવનલાલ નાથાલાલ : નવલકથા 'રાજલક્ષ્મી’ના કર્તા..
મૃ.મા. વકીલ ઝીણી રચશાહ : નવલકથા “સાચી પણ કાચી' (૧૯૨૩) નાં કર્તા.
મુ.માં. વકીલ ડાહ્યાભાઈ મે. : ભાગ-ગરૂડ સંવાદ સ્વરૂપની પદ્યકૃતિ ‘ઘટસ્ફોટ' (૧૯૫૭)ના કર્તા.
મુ.મા. વિકીલ દયાળજી રણછોડદાસ : નવલકથા 'વણિકવિદ્યાની વાતો'- ભા. ૧ના કર્તા.
મૃ.માં. વકીલ મૂરખાન અમરખાન : નવલકથા ‘ગવહરજાને અથવા અલબેલી નાર' (૧૯૧૧)ના કર્તા.
મૃ.મા. વકીલ નૃસિંહરામ શંકરલાલ : નવલકથા નેહનું કાતિલ સ્વરૂપ યાન ખૂન' (૧૯૨૪)ના કર્તા.
મૃ.મા. વકીલ પરમાનંદદાસ ગિરધરલાલ : નવલકથા ‘પાતાળની પ્રેમદા' (૧૯૦૫)ના કર્તા.
મૃ.માં. વકીલ પુષ્પા રમણ (૧૪-૯-૧૯૦૮) : કવિ, ચરિત્રકાર, સંપાદક, ૧૯૩૧માં ગુજરાતી વિષય સાથે બી.એ. મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં આચાર્યા. પછીથી નિવૃત્ત.
એમની પાસેથી ચરિત્ર મીરાંબાઈ' (૧૯૩૬), કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી' (૧૯૪૧) તેમ જ સહસંપાદિત વાર્તાસંગ્રહ’ (રમણ વકીલ સાથે, ૧૯૩૫) મળ્યાં છે.
મૃ.માં. વકીલ પ્રસન્નવદન ન. : સંશોધક-વિવેચક. એમ.એ., પીએચ.ડી.
એલ.ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક. પછીથી કલકત્તા-નિવાસ.
એમની પાસેથી શોધપ્રબંધ કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ (૧૯૫૧) ઉપરાંત ‘સવિયેટ શિક્ષણ'(૧૯૪૫) જેવાં પુસ્તકો મળ્યાં છે.
મૃ.મા.
વકીલ ભૂપેન્દ્ર ઠાકોરલાલ (૨૨-૮-૧૯૨૩) : નવલકથાકાર, કવિ,
સંપાદક. જન્મ વતન કઠોર (સુરત)માં. ૧૯૪૨ માં મૅટ્રિક. ૧૯૪૮ -માં બી.એ. ૧૯૬૨ માં એમ.એ. ૧૯૪૮ થી ૧૯૫૧ સુધી સુરતમાં ‘ગુજરાતદૈનિકના સાહિત્યવિભાગમાં. ૧૯૫૦થી શિક્ષક અને પછી આચાર્ય. ‘અભિલાષ’ના સંપાદક.
એમની પાસેથી નવલકથા 'પ્રીતમના કેટલાક પત્રો' (૧૯૫૦), કાવ્યકૃતિ ‘શાંતિદૂત' (૧૯૫૮), ચરિત્ર “આદર્શમૂર્તિ મારાજી દેસાઈ (૧૯૬૭) તથા ગુજરાતી ભાષાનું વ્યાકરણ' (૧૯૭૦) જેવાં પુસ્તકો મળ્યાં છે. વનફૂલ' (૧૯૭૪) એમનું સંપાદન છે.
મૃ.મા. વકીલ મુહૂંદજી દલપતરામ (૧૮૭૪) : જન્મ અંજાર (કચ્છ)માં. એમની પાસેથી નવલકથા ‘સવાઈહિ બહાદર’ મળી છે.
મૃ.મા. વકીલ રણછોડલાલ એમ. : “કાવ્યામૃત વાણી' (૧૯૧૬)ના કર્તા.
મૃ.માં. વકીલ રત્નેશ્વર ભવાનીશંકર : ચરિત્રો ‘શ્રી માતાજી' (૧૯૪૧) અને
સ્વામી આત્માનંદ સરસ્વતી' (૧૯૪૭) તથા નવલકથાઓ ‘મારો દેશ' (૧૯૨૫), 'ગૃહદાહ', 'પ્રણય-પંક', “સૈનિકની સુંદરી' તેમ જ ‘ટૂંકીવાર્તાઓ'ના કર્તા.
મૃ.મા. વકીલ રમણલાલ નરહરિલાલ(૧૧-૧૨-૧૯૦૮, ૭-૩-૧૯૭૫) :
કવિ, નાટયકાર, વાર્તાકાર, સંપાદક. જન્મ ભરૂચમાં. પ્રાથમિક શિક્ષણ ગોધરામાં. માધ્યમિક શિક્ષણ નડિયાદ, નાસિક અને ભરૂચમાં. ઉચ્ચ શિક્ષણ મુંબઈની વિલ્સન કોલેજમાં. ૧૯૩૧માં અંગ્રેજી-ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩માં એ જ વિષયોમાં એમ.એ. મુંબઈમાં પોતે સ્થાપેલી મોડર્ન હાઈસ્કૂલના આચાર્ય. મુકુર’ માસિકના તંત્રી.
એમણે પ્રણયકાવ્યો' (૧૯૩૨), ‘ચિત્રલેખા' (૧૯૩૯), ‘અંતિમા' (૧૯૪૭) જેવા કાવ્યગ્રંથે આપ્યા છે. આ ઉપરાંત ટુનાઈટ શેડોઝ એન્ડ ટુ યુરોપ' (૧૯૭૫) નામે અહિંસા, શાંતિ, પ્રેમ ને માનવતા વિષયક એમને અંગ્રેજી કાવ્યસંગ્રહ છે. આ સંગ્રહનું “ટુ યુરોપ” ચારસો પંકિતનું સુદી,યુરોપને કેન્દ્રમાં રાખીને બીજા વિશ્વયુદ્ધને ઉપલક્ષનું કાવ્ય ૧૯૪૨ માં અલગ પ્રગટ થયેલું. સૌનેટ, ગઝલ, મુકતક, ગીત, સુદીર્ઘ કાવ્ય આદિ પ્રકારોમાં વિષયની વિવિધતા, છંદપ્રભુત્વ, શિષ્ટ ભાવ, હૃદયની સચ્ચાઈ સાથે કયાંક તેજસ્વી કવિત્વ જણાય છે. અંગ્રેજી કાવ્યોય એમની અંદ-શકિત અને સુઝનાં પરિચાયક છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org