________________
લેકિસાહિત્યનું સમાલોચન – વકીલ ગણેશજી જેઠાભાઈ
લોહાણા રુદ્રદર્પ : કથાકૃતિ ‘જીવનની જવાળાઓ' (૧૯૪૧)ના કર્તા.
નિ.વા. લેહી વરસતા ચંદ્ર: સળિયા, બારી, રાંક જવાં પ્રતીકાની સૂચકતા વચ્ચે કમલની ખુલ્લાપણાની ભીતિને નિરૂપતું મહેશ દવનું એકાંકી.
ચં..
લોહીની સગાઈ : ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં ગાંડી દીકરી પરત્વેની માતૃત્વની ઉત્કટતાનું છેવટે ઉન્મજાતામાં થતું પરિવર્તન લક્ષ્ય બન્યું છે.
ચ.ટા. લોહીનું ટીપું : જયંત ખત્રીની આ ટૂંકીવાર્તામાં વંશાનુગત મળેલા સરકારની કેદનું સૂક્ષ્મ cલંકાનાથી નિરૂપણ થયું છે.
ચં.ટો.
લગ્ન, પ્રેમ, સાસરાના પ્રશ્નોની આસપાસ થયું છે. બીજો ખંડ રિા જોર પ્રસંગોને છે. સામાજિક, રાજકીય, ધાર્મિક પ્રવાહનું એમાં વિશ્લેષણ નિરીક્ષણ છે. પ્રજાની નબળાઈઓ અને સમાજની બદીઓનાં આ ચિત્રો પાછળ સુધારણાનું ધ્યેય છે. લોકહિતચિંતક તરીકે આ લેખક પાત્રો ને પ્રસંગોને કોઈ પણ કલાઘાટ આપવાની. ખેવના કર્યા વગર સીધેસીધાં રજૂ કરે છે, તેમ છતાં વાર્તાતત્ત્વ કયાંક કયાંક નોંધપાત્ર બન્યું છે.
ચં.ટો. લોકસાહિત્યનું સમાલોચન (૧૯૪૬) : ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૩ -માં હક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે લોકસાહિત્ય પર આપેલાં પાંચ વ્યાખ્યાનોને ગ્રંથ. કમ્ ભાષાના સાહિત્ય- સીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રકટાવનારાં સંસ્કારબળો', ‘કડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત’ અને ‘સર્વતોમુખી સમુલ્લાસ’-એ અહીં વ્યાખ્યાન-વિષયો છે. પ્રથમ વ્યાખ્યાનમાં કથ્ય ભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને પ્રાંતપ્રાંતના લોકસાહિત્યની તુલનાત્મક રીતે વિચારણા થઈ છે; બીજા વ્યાખ્યાનમાં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સેરડી સંસ્કારિતાનો પરિચય અપાયો છે; ત્રીજા વ્યાખ્યાનમાં ગુર્જર લોકસાહિત્યના અન્વેષણ વિવેચનનો ઇતિહાસ છે; ચોથા વ્યાખ્યાનમાં લોકકવિતા અને કવિસજિત કવિતાના નિરૂપણમાં રહેલા ભેદ દર્શાવાયો છે; તો પાંચમાં વ્યાખ્યાનમાં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનું દિગ્દર્શન છે. આ વ્યાખ્યાનમાં લેખકનો લકસાહિત્ય પ્રત્યેને પક્ષપાત વિશેષરૂપે પ્રગટ થતે દેખાય, છતાં લોકસાહિત્યના સ્વરૂપની આટલી વ્યવસ્થિત ચર્ચા ગુજરાતી સાહિત્યવિવચનમાં એ પૂર્વે કે પછી થઈ નથી એ દૃષ્ટિએ આ ગ્રંથનું ઘણું મૂલ્ય છે.
જ.. લોકસાહિત્ય શબ્દકોશ (૧૯૭૮) : જેઠાલાલ ત્રિવેદી અને મંગલાગૌરી ત્રિવેદીએ સંપાદિત કરેલા આ કોશમાં ચારેક હજાર ઉપરાંત શબ્દોને વર્ગીકૃત કરીને ગોઠવ્યા છે ઉપરાંત પુરવણીમાં લક- સાહિત્યનાં સ્વરૂપને લગતા શબ્દો પણ મૂકયા છે. ઉપલબ્ધ સમગ્ર લોકસાહિત્યને તપાસી જે શબ્દો અહીં લીધા છે તે દરેકની સુલભ વ્યુત્પત્તિ, એને અર્થ, અંગ્રેજીમાં પણ એને અર્થ અને મૂળ સાહિત્યકૃતિની નોંધ આપ્યાં છે. અહીં શબ્દચયન પાછળ સાહિત્યપ્રકારના વૈવિધ્યથી માંડી પ્રદેશ અને બોલીનું વૈવિધ્ય જોવાય છે.
ચં.ટો. લોખંડવાલા મુહમ્મદ એફ. : ચરિત્રલક્ષી પુસ્તક “હજરત મુહમ્મદ (૧૯૩૫), બાળપયોગી કથાકૃતિ ‘મહમુદ બેગડો' (૧૯૩૭) તથા ફારસી સાહિત્યનો ઇતિહાસ' (૧૯૪૮)ના કર્તા.
નિ.વા. લેધિયા (હાજી) સુલેમાન શાહમહમ્મદ : “પૃથ્વીની પ્રદક્ષિણા' વગેરે પ્રવાસકથાઓના કર્તા.
ર.ર.દ.
વકાણી એલ. એમ. : પદ્યકૃતિ ‘દશઘેલા ગાંધીજીના છઠ્ઠીના લેખ (૧૯૩૦)ના કર્તા.
મૃ.મા. વકીલ અનંત : નવલકથાઓ ‘દેશના દુશ્મન (૧૯૩૮) અને ‘જીવતું હાડપિંજર' (૧૯૪૮); ત્રિઅંકી સચિત્ર નાટક ‘રાજા ભરથરી' (૧૯૪૧); બહારવટિયાવિષયક વાર્તાકૃતિઓ “જોગીદાસ ખુમાણ (૧૯૩૬), ‘કાદુ મકરાણી' (૧૯૩૬), ‘મોવર સંઘવાણી' (૧૯૩૬), ‘રામવાળો' (૧૯૩૬), “ભીમ જાટ’ (૧૯૩૬) તથા પ્રવાસપુસ્તક ‘ભારતની તીર્થયાત્રા' (અન્ય સાથે, ૧૯૬૮)ના કર્તા.
મૃ.મા. વકીલ અમૃતલાલ કૃપાશંકર : નવલકથા ‘મહારાજા રાવ ઘણ’ (૧૮૯૭)ના કર્તા.
મૃ.મા. વકીલ અમૃતલાલ પ્રેમજી : નવરાકથા દુર્ગાશંકર દીવાન' (૧૯૦૨) - કતી.
મૃ.મા. વકીલ કુંવરજી કલ્યાણજી (૧૮૬૭, ~): નાટકાર, ગદ્યલેખક. જન્મ કેરા (કચ્છ)માં. વકીલાતનો વ્યવસાય.
એમની પાસેથી ગદ્યપદ્યમિશ્ર કૃતિઓ ‘ચંદ્રબા અને બેચરસિંગ’, ‘કરછ મુંદ્રામાં મરકીને ઉપદ્રવ’, ‘હડહડતી હલાકી'- ભા. ૧ (૧૯૦૦) તેમ જ ત્રિઅંકી નાટક 'નંદસેન અને દીપમણિ મળ્યાં છે.
મૃ.મા. વકીલ કેશવજી જેરામ: ચરિત્રકૃતિ જૂનાગઢના રાજા રા મંડલિક’ (૧૯૧૨)ના કર્તા.
મૃ.મા, વકીલ ગણેશજી જેઠાભાઈ (૧૯મી સદીના ઉત્તરાર્ધ) : લીંબડીના વતની.
૫૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org