________________
લલિતાદુઃખદર્શક—- લાખાણી ઈબ્રાહીમ વલીમહમ્મદ
લહેરી અમૃતલાલ નારણદાસ : નાટકૃતિઓ રસિકોને રમુજી ફાર' (૧૮૮૨), 'નરસિહ મહેતાનું નામ તથા ડી' (૧૮૮૩) વગેરેના કર્તા
નિ.વી. લહેરી કમલ : ચરિત્રપુસ્તક ‘ગાંધીજીનું વામન પુરાણ' (૧૯૪૯)ના કર્તા.
લહેરી પોપટલાલ દુલાભાઈ : લોકપ્રિય થયેલા ઢાળામાં લખાયેલાં ભ૧૪નાને સંગ્રહ ‘સતાયાતપ્રકાશ' (બી. આ. ૧૯૪૯)ના કતાં.
નિ.વા. લંગડાના ડોસાભાઈ ફરામજી, ‘ફીક' (૧૮૬૯, ૧૯૩૮) : ‘ગમગીન ગુલાં' (૧૯૮૪), કાનું બન્યું(૧૯૦૪), ‘ગુલઝાર (૧૯૦૮) વગેરે નવલકથાઓના કર્તા.
ચં.ટ.
કરાણાન નાટક ‘લલિતાદુઃખકની નાયિકા. દુષ્ટપતિ નંદનકુમારે ત્યજી દીધા પછી દુ:ખોની પરંપરામાં ફસેલી લલિતા અંતે મૃત્યુ પામતી વેળાએ, લગ્ન બાબતે વર-કન્યાની સંમતિ લેવાને ઉપદેશ આપે છે.
એ.ટી. લલિતાદુઃખદર્શક (૧૮૬૬): રણછોડભાઈ ઉદયરામ દવેનું સામાજિક વાસ્તવને આલેખતું પંચાંકી નાટક. એના કેન્દ્રમાં ભવાઈન કોડાને વેશ છે. લલિતા નામની એક સુશીલ સ્ત્રીના ચારિત્રભ્રષ્ટ ધનિક નંદન સાથે લગ્ન થયેલાં છે. નંદનકુમાર પત્ની લલિતાને ત્રાસ આપી મારઝૂડ કરીને કાઢી મૂકે છે, પણ પૂરણમલ મૈયો નંદનનું ખૂન કરીને લલિતાનું અપહરણ કરવા જાય છે ત્યાં પંથીરામ આવી પહોંચે છે અને લલિતાનું રક્ષણ કરતાં માર્યો જાય છે. ત્યાંથી પર્વતપુરના રાજાના હાથમાં સપડાયેલી લલિતા નદીમાં ઝંપલાવે છે, તો ખારવાઓ તેને બચાવે છે; પણ પછી પ્રિયંવદાની બહેન ચંદ્રાવલિના પંજામાં તે સપડાય છે. આ પછી કુભાંડીના પંજામાં સપડાય છે. કુભાંડીને વાઘ મારી નાખે છે એટલે અથડાતીકુટાતી લલિતા પોતાના ગામ ચંપાનગરીમાં આવે છે. અહીં બધાં તેને ભૂત ગણીને મારે છે પણ અંતે લલિતા પિતાના પિતાને ખરી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે અને નાટક અહીં પૂરું થાય છે. કજોડાના લગ્નની અવદશાનો ઉપદેશ આપતું આ નાટક મુંબઈમાં મહેતાજીઓએ ભજવેલું, ત્યારથી ગુજરાતી નાટકની મંડળી સ્થપાઈ અને પછીથી રણછોડભાઈ પારસી રંગભૂમિથી જુદા પડેલા. આમ, રંગભૂમિના ઉદ્ભવ અને વિકાસના સંદર્ભે આ નાટકનું ઐતિહાસિક મૂલ્ય પણ છે.
બ.જા. લલુભાઈ કરમચંદ : “સદેવંત સાવળિગાની વારતા' (૧૮૫૮)ના કર્તા.
નિ.વો. લલુભાઈ છગનલાલ અમદાવાદી : જુઓ, મામીન વલીમહમ્મદ. લલુભાઈ જમનાદાસ: ‘બાગના ગરબા' (૧૯૩૪) ના કર્તા.
નિ.. લલુભાઈ દામોદરદાસ : ‘યતરુદન ગરબાવળી’ના કર્તા.
નિ.. લલલુભાઈ પ્રાણવલ્લભદાસ : શબ્દકોશ ‘શબ્દાર્થભેદ' (૧૮૯૫), ચરિત્રલક્ષી પુસ્તક ‘શ્રીમદ્ વલ્લભાચાર્યનું ચરિત્ર' અને પુષ્ટિમાર્ગના અનુયાયીઓ માટે ઉપયોગી બની રહે તેવાં ધર્મવિષયક પુસ્તકો ‘શ્રીકૃષ્ણલીલામૃત’ અને ‘શ્રીતત્ત્વાર્થદીપ’ના કર્તા.
નિ.વા. લવજી રૂપસિંગ મથુરાદાસ: બાળવાર્તાઓનું પુસ્તક “હાઇબાબાનાં સાહસે' (૧૯૬૪)ના કર્તા.
નિ.વા. લવંગિકા દેસાઈ : જુઓ, શાહ શાન્તિલાલ મગનલાલ. લશ્કરી શંભુપ્રસાદ બેચરદાસ: “ભરતખંડને પ્રવાસ' (૧૮૯૩)ના કિર્તા.
નિ..
લંગડાના મંચરજી કાવસજી, “મનસુખ' (૧૮૨૭, ૧૯૪૨) : સ્ત્રીકેળવણી વિષયક લેખે, ‘રૂસ્તમ સેરાબ' નામક સ્વતંત્ર વીરરકાવ્ય, સામાજિક લેખ, ઐતિહાસિક વાર્તાઓ અને ચરિત્રકૃતિ
ઓને સમાવતા ચૌદ ભાગમાં વહેચાયેલા ગ્રંથ 'ગજનમેદ' (૧૮૫૫)ના કર્તા.
ચં.ટો. લાંગડાના મીનુ: હાસ્યરસિક નાટક ‘પારસી હરિશ્ચંદ્ર' (ડાં. વાડીઆ સાથે)ના કર્તા.
નિ.વા.
લાઇટવાળા એમ. એન. : પદ્યકૃતિ 'ભદ્રકાળી માતાની સ્તુતિ” (૧૯૧૪)ના કર્તા.
નિ.વા. લાઇન : શહેરીજીવનની લાઇનની યાંત્રિકતા વચ્ચે નારદ સાથે આવી
ખુદ વિષ્ણુની પણ પારણું બનાવવાની શકિત હણાઈ જાય છેએવા નર્મપૂર્ણ નાટયવસ્તુની આસપાસ રચાતું ચંદ્રકાન્ત શેઠનું એકાંકી.
રાં... લાકડાવાળા યુસુફઅલી હસનઅલી : ‘હઝરત મહંમદ પૈગંબરસાહેબનું જીવનચરિત્ર' (૧૯૨૮) અને ચિંતનાત્મક નિબંધો સંગ્રહ જિદગી' (૧૯૨૫) ના કર્તા.
નિ.વો. લાખાણી ઈબ્રાહીમ વલીમહમ્મદ (૧૮૭૫, ૨૪-૧૨-૧૯૪૧) : વાર્તાકાર, નિબંધકાર. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ કેળવણી ભાવનગરમાં. જૂનાગઢની મોહબ્બત મદ્રસા હાઈસ્કૂલમાં શિક્ષક અને હેડમાસ્તર. ૧૯૩૦માં જૂનાગઢના એજયુકેશનલ ઑફિસર. ૧૯૩૨માં રાજકોટ ખાતેના જૂનાગઢના સ્ટેટ વકીલ.
એમની પાસેથી ‘કન્યાભૂષણ'(૧૯૧૪), 'ટૂંક ઇસ્લામી તવારીખ ' (૧૯૩૬), હું અને મારી વહુ(૧૯૩૬), “બોધક કિસ્સાઓ'
પર: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org