________________
રાવળ જાતિર ગોવિંદલાલ-રાવળ નલિન ચંદ્રકાન્ત
રાવળ નટવર અંબાશંકર (૨૮-૧-૧૯૩૨) : ચરિત્રકાર. જન્મ
ભાવનગર જિલ્લાના માંડવધારમાં. ૧૯૫૩ માં એસ.એસ.સી. ૧૯૬૪માં બી.એ. ૧૯૭૦માં એમ.એ. ૧૯૮૧માં એમ.ફિલ. પ્રારંભમાં ‘ફૂલછાબ' દૈનિકમાં ઉપતંત્રી. અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના પ્રાધ્યાપક.
જીવનચરિત્ર “મધર ટેરીઝા' (૧૯૭૫) ઉપરાંત સમાજશિક્ષણવિષયક ‘એક જ માટીનાં ઠામ' (૧૯૮૦) અને ‘નવા ચીલા' (૧૯૮૩) જેવાં પુસ્તકો એમના નામે છે.
રાવળ જયોતિર ગોવિદલાલ (૩૧-૩-૧૯૪૩) : નવલકથાકાર, વાર્તાકાર, નાટયકાર. જન્મ અમદાવાદમાં. વતન હળવદ (જિ. સુરેન્દ્રનગર). અભ્યાસ કોલેજના પ્રથમ વર્ષ સુધી. ૧૯૬૧થી ૧૯૬૬ સુધી વિવિધ પ્રકારની નોકરી. ૧૯૬૬ થી ૧૯૬૯ સુધી ઉનાવા (જિ. ગાંધીનગર)માં, ૧૯૬૯ થી ૧૯૭૧ સુધી લીંબોદ્રા (જિ. મહેસાણા)માં અને ૧૯૭૧ થી ૧૯૭૪ સુધી અમદાવાદમાં શિક્ષક. ૧૯૭૪ થી અંતરીક્ષ ઉપયોગ કેન્દ્રના ખેડા કોમ્યુનિકેશન પ્રોજેકટમાં લેખક અને નિર્માતા.
‘ઉર એક આગ જલે' (૧૯૬૯), 'ઝંખના” (૧૯૭૦), ‘સૂરજ થવાનું સમણું' (૧૯૭૭), ‘કોઈનેય કહેશે નહીં' (૧૯૭૮), ‘અડકો તે મારા સમ' (૧૯૭૯) વગેરે એમની પચીસેક સામાજિક નવલકથાઓને રહસ્યકથાઓ છે. 'દક્ષિણા' (૧૯૭૫), ‘તમે ન્યાય કરો’ (૧૯૭૭) અને ‘અટકચાળાં' (૧૯૮૦) એમના એકાંકીસંગ્રહો છે. ‘સૂરજ તારી છાયા' (૧૯૮૪) એમનું બાળનાટક છે. આ ઉપરાંત એમની ઘણી ટૂંકીવાર્તાઓ વિવિધ ગુજરાતી સામયિકોમાં પ્રગટ થઈ છે.
જ.ગા. રાવળ તાપીશંકર પ્રભુશંકર : તાપીશંકરનું ગદ્ય', ‘શાસ્ત્રોનું નવનીત' તથા પઘકૃતિ “શ્રીસયાજીરાત્રીના કર્તા.
રાવળ નથુરામ પીતામ્બર, ‘નથુરામ શર્મા’ (૧૧-૧૦-૧૮૫૮, ૧૯૩૧) : નિબંધકાર, કવિ. જન્મ મોજીદડ (લીંબડી)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી રાજકોટ ટ્રેનિંગ કૅલેજમાં તાલીમ લઈ સાતેક વર્ષ સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં ગામમાં પ્રાથમિક શિક્ષક, પછીથી માંગરોળ અને ભાવનગર રાજયની દીવાન ઓફિસમાં કારભારી સંસ્કૃત, હિન્દી, બંગાળી અને મરાઠી ભાષાના જાણકાર, યોગ અને વેદાંતના અધ્યયનના ફળરૂપે ૧૮૮૮માં વ્યવસાય છોડી બીલખા આનંદાશ્રમની સ્થાપના અને સદુપદેશ-પ્રવૃત્તિ.
એમણે નાના-મોટા સંખ્યાબંધ ગ્રંથો રચ્યા છે. એમાં ‘કીનાથકાવ્ય' (૧૯૧૦) તેમ જ ‘સ્વાભાવિક ધર્મ' (૧૮૭૯), ‘યોગ - કૌસ્તુભ' (૧૮૮૯), ‘યોગપ્રભાકર' (૧૮૯૧), ‘પાતંજલ યોગ - દર્શન' (૧૮૯૧), ‘સાંખ્યદર્શન' (૧૮૯૩), 'ભગવદ્ગીતા' (૧૮૯૬), ‘વેદાંતદર્શન’ (૧૮૯૯), ઉપનિષદો' (૧૯૦૩), ‘સુબોધ કલ્પલતા' (૧૯૦૩), ‘શ્રી શંકરાચાર્ય અકાદશ રત્નો' (૧૯૧૫), ‘સાંખ્યપ્રવચન' (૧૯૧૬), “ભકિતસુધા' (૧૯૧૬) તથા ‘વૈરાગ્ય સુધાકર' (૧૯૧૮) નોંધપાત્ર છે.
રાવળ ત્રંબકલાલ દેવશંકર : ‘ઇન્દુમતી' (૧૯૦૦), ‘નરસિંહ મહેતા' (૧૯૦૪), “મીરાંબાઈ' (૧૯૦૫), ‘ભકત પીપાજી’, ‘રાધા પ્રેમભકિત’, ‘ધ્રુવકુમાર’, ‘મહારાજા ગોપીચંદ’, ‘સૂર શ્યામ', ‘નર્મદા નાટક' (૧૯૦૮), 'ડોલતી દુનિયા' (૧૯૦૮) વગેરે નાટકોના પેરાના કર્તા.
- મૃ.મા. રાવળ દલપતરામ ભાઈશંકર : “કાંકિત કુમારિકા' (૧૯૧૮),
કપૂરમંજરી' (૧૯૨૧), “ધર્મજિજ્ઞાસુ અકબર અને આચાર્યશ્રી હીરવિજયસૂરિ'(૧૯૨૧), ‘ચક્રવર્તી અશોક, ‘દસ લાખને દલ્લો અને રત્નકંકણ’, ‘શારદાનું સ્વાર્પણ અને સેવાધર્મ સમીક્ષા', સંસારી કે સંન્યાસી’ વગેરે નવલકથાઓ તથા બાળસાહિત્યકૃતિ બાલગીતા' (૧૯૧૯)ના કર્તા.
મૃ.મા. રાવળ દશરથલાલ જગન્નાથ : ચરિત્રકૃતિ ‘સ્વરાજ સેવકો' (૧૯૩૧). તથા વાર્તાસંગ્રહ ‘પુરસ્કાર અને બીજી વાતો' (૧૯૩૧)ના કર્તા.
મૃ.માં. રાવળ દુર્લભરામ જટાશંકર : ‘સગુણ બ્રહ્મઉપાસક શ્રવણકુમાર (૧૯૧૪) નામક નાટયસાર તથા ગાયનેના કર્તા.
મૃ.માં. રાવળ દેવશંકર રામચંદ્ર : ધાર્મિક કૃતિ ‘પાંડવોનું ઉત્તર ચરિત્ર' તથા ‘ચંદ્રહાસનું આખ્યાન' (૧૮૮૨) ના કર્તા.
મૃ.મા. રાવળ દેવશંકર હરિશંકર : નાટક ‘વિદ્યાલક્ષ્મીને સંવાદ'(૧૯૧૨). -ના કર્તા..
મૃ.માં.
રાવળ નલિન ચંદ્રકાન્ત (૧૭-૩-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક, જન્મ અમદાવાદમાં. વતન વઢવાણ. પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં. ૭માં. માધ્યમિક શિક્ષણ ન્યૂ ઍજ્યુકેશન હાઈસ્કૂલમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૬ માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન કર્યા બાદ બી. ડી. આર્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજીના પ્રાધ્યાપક. રાજેન્દ્રનિરંજનની અનુગામી પેઢીના સત્ત્વશીલ આ કવિ એમની ટૂંકી રચનાઓમાં પ્રતીક-કલ્પનના વિશિષ્ટ સંદર્ભ સાથે વૈચારિક સૌન્દર્યને સુકુમારને સૂક્ષ્મ લયથી ઉપસાવે છે. “ઉગાર’ (૧૯૬૨) એમની એકવીસ રચનાઓને લધુસંગ્રહ હોવા છતાં એમાં કેટલીક આધુનિક નગરસંવેદનની કસબયુકત અભિવ્યકિતઓ મળે છે. સમયને, વૃદ્ધત્વને કે મુંબઈ યા ભરૂચ જેવા શહેરને લક્ષ્ય કરતાં કાવ્યો પરિણામગામી છે. ‘અવકાશ' (૧૯૭૨) કાવ્યસંગ્રહમાં પણ સુબદ્ધ રચનાઓ એમની સ્વકીય મુદ્રાઓ સાથે મળે છે. અભિવ્યકિતની સ્વતંત્ર શિસ્ત અને પ્રશિષ્ટ રંગદશિતા એમની કૃતિઓની ઓળખ છે. “અશ્વત્થામાની સ્વગતોકિત’ જેવા કાવ્યની અછાંદસ અભિવ્યકિત ધ્યાન ખેંચે છે.
ગુજરાતી સાહિત્કોશ - ૨ : ૧૧૯
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org