________________
રાજ-રાણપુરા સવિતા
રાજુ: પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથા 'માનવીની ભવાઈ'ની
અવિસ્મરણીય નાયિકા. કાળુ સાથે લગ્ન ન થઈ શક્યાં છતાં બીમાર પતિને અને એની દરિદ્રતાને સતત સહન કરતી આ નાયિકા ભયંકર દુકાળ વખતે કાળુનું પ્રોત્સાહન અને કાળુની મરણતોલ અવસ્થામાં એનું જીવનદાન બને છે.
ચં.. રાજે ઉષા: “શેર-શાયરી' (૧૯૭૧)નાં કર્તા.
રાઠોડ ભાણાભાઈ મૂળાભાઈ (૧૬-૯-૧૯૩૯) : ચરિત્રકાર. જન્મ અમરેલી જિલ્લાના દુદાણા ગામમાં. ઍગ્રિકલ્ચરમાં ડિપ્લેમા. સોરઠી સંત વીરા ભગત' (૧૯૭૩) એમને ચરિત્રગ્રંથ છે.
ચં.ટો. રાઠોડ મંગળભાઈ જેઠાભાઈ (૧૮-૨-૧૯૩૯) : કવિ. જન્મ મુંબઈ માં. ૧૯૬૫માં બી.એ. ૧૯૭૦માં ગુજરાતી-સંસ્કૃત વિષયમાં એમ.એ. સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કોલેજમાં અધ્યાપન.
એમણે આધુનિક વ્યકિતચેતનાને નિરૂપતી અછાંદસ કૃતિઓને સંગ્રહ ‘બાગમાં' (૧૯૮૨) આપ્યો છે.
રાજયગુરુ આણંદજી વાહલજી : નાટકો 'કજોડા વિશે સંભાષણ
(૧૮૭૯), ‘શિષ્યબેધ' (૧૮૮૮) અને ‘લક્ષ્મણોદય’ (૧૮૮૮). તથા મરાઠી નાટકને અનુવાદ ‘નારસિંહાવતાર' (૧૮૮૧)ના કર્તા.
૨.ર.દ. રાજયગુરૂ ઉમાકાન્ત વજેશંકર (૧-૬-૧૯૪૪) : વ્યાકરણવિદ, જન્મ
વાવડીમાં. એમ.એ.,બી.ઍડ. તળાજાની એમ.જે. દોશી હાઈસ્કૂલમાં શિક્ષક. ‘ભાષાશુદ્ધિનું શિક્ષણ-૧:હૃસ્વ દીર્ધ' (૧૯૮૨) એમનું પુસ્તક છે.
ચં... રાજયપુરોહિત એન. એમ. : પદ્યકૃતિ “ચાલુ જમાનાને ચિતાર (૧૯૩૪) ના કર્તા.
રાજયરંગ (૧૯૩૫): નર્મદને ઇતિહાસગ્રંથ. મૂળમાં “રાજયરંગ'
ભા. ૧ 'નર્મગદ્ય'- ભા. ૨માં છપાય છે, જયારે ‘રાજયરંગ'- ભા. ૨ ફૉર્બસ ગુજરાતી સાહિત્યસભા દ્વારા ૧૯૩૫ માં પ્રકાશિત થયો છે. ‘મહાદર્શન - પહેલું'માં પ્રલયકાળથી ઈ.સ.ના પાંચમા સૈકા લગીને, તે ‘મહાદર્શન -બીજુમાં ઈ.સ. ના પાંચમા સૈકાથી ઈ.સ. ૧૮૫૮ સુધીને ઇતિહાસ છે. આ લેખન માટે લગભગ બસે જેટલા ગ્રંથને નર્મદે અભ્યાસ કર્યો છે. એમાં એમનાં વિશ્વસંબંધી મારાજય અને વિચાર અંકિત છે. જગતનાં રાજા અને સંસ્કૃતિનાં ઉત્થાનપતનના આ ઇતિહાસગ્રંથની શૈલી મહત્ત્વાકાંક્ષી છે.
ચં.. રાઝ નવસારવી : જુઓ, સૈયદ સગીરઅહમદ અલીજાન. રાઠોડ જસ્ટીન એલ. : ‘પલેસ્ટાઈનને પ્રવાસ' (૧૯૭૯)ના કર્તા.
૨.૨.દ. રાઠોડ દિવાળીબાઈ ઝીણાભાઈ: લધુજીવનચરિત્રને સંગ્રહ ‘આપણા દેશના મહાન પુરુષની વાતો'-ભા. ૧,૨ (૧૯૩૧, ૧૯૩૨) તથા “ઐતિહાસિક વાતો'- ભા. ૧ (૧૯૪૧) નાં કર્તા.
૨,૨,દ. રાઠોડ ધીરેન્દ્રસિંહ, ‘કેકાકિન' (૨૨-૬-૧૯૩૪) : કવિ. જન્મ ચાપલધરા (જિ. વલસાડ)માં. ૧૯૬૦માં સિનિયર પી.ટી.સી. પ્રાથમિક શાળામાં આચાર્ય.
એમણે બાળકાવ્યોને સંગ્રહ “એન ઘેન દીવાદેન' (૧૯૮૧) આપ્યો છે.
૨૨,દ.
રાઠોડ રામસિંહજી કાનજીભાઈ (૮-૧૨-૧૯૧૭) : વિવેચક. જન્મ કચ્છના ભૂઅડમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૩૭માં ડિપ્લોમા ઇન ફોરેસ્ટ્રી. ૧૯૪૯માં બનારસ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. પહેલાં કરછ રાજયમાં ફોરેસ્ટ સુપરિન્ટેન્ડન્ટ, પછી વનવિભાગના વડા, પછી સ્પેશ્યલ ફોરેસ્ટ ઓફિસર. ત્યારબાદ ગુજરાત રાજયમાં કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર જિલ્લાઓમાં વિભાગીય વનઅધિકારી. પછીથી ગુજરાત રાજયના વનવિભાગના પબ્લિસિટી ઍન્ડ લિયાયઝન ઑફિક્સર. છેલ્લે ભારતીય વન સેવામાં વનઅધિકારી. ૧૯૬૧ને રણજિતરામ સુવર્ણચંદ્રક.
કચ્છનું સંસ્કૃતિ દર્શન' (૧૯૫૯) સંદર્ભગ્રંથ ઉપરાંત બીજા પણ કેટલાક પરિચયગ્રંથો એમના નામે છે.
.ટો. રાણપુરા દિલીપ નાગજીભાઈ (૧૪-૧૧-૧૯૩૨) : નવલકથાકાર,
વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ ધંધુકામાં. ૧૯૫૦માં વર્નાકયુલર ફાઇનલ. ૧૯૫૯માં જુનિયર પી.ટી.સી. શરૂમાં સર્વોદય
જનામાં જોડાયા પછી શિક્ષણવ્યવસાયમાં. જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા પછી અત્યારે બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય.
‘સૂકી ધરતી સૂકા હોઠ' (૧૯૬૭), “આવું છું' (૧૯૬૯), ‘હળાહળ અમી' (૧૯૬૯), ‘આતમ ઊંઝે પાંખ' (૧૯૭૦), “ભીંસ' (૧૯૭૦), “મધુડંખ' (૧૯૭૨), ‘હરિયાળાં વેરાન' (૧૯૭૨), “કોઈ વરદાન આપો' (૧૯૭૬), 'કારવાં ગુજર ગયા' (૧૯૭૬), “નિયતિ' (૧૯૭૬), 'કાન તમે સાંભળે તે' (૧૯૭૭), 'અમે તરસ્યાં પૂનમનાં' (૧૯૭૮), 'રે અમે કોમળ કોમળ' (૧૯૭૯), ‘મને પૂછશે નહીં' (૧૯૮૦), “વાસંતી ડૂસકાં' (૧૯૮૧), 'કૂંપળ ફૂટયાની વાત' (૧૯૮૩), ‘આંસુભીને ઉજાસ” (૧૯૮૪), 'મીરાંની રહીમહેક' (૧૯૮૫), 'પીઠે પાંગર્યો પીપળા' (૧૯૮૭), 'અંતરિયાળ' (૧૯૮૯) વગેરે એમની નવલકથાઓ છે. આ ઉપરાંત વાર્તાસંગ્રહો ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૭૫) અને ‘પણ માંડેલી વારતાનું શું?” (૧૯૮૬); સંસ્મરણકથા ‘દીવા તળે ઓછાયા' (૧૯૭૭) તથા ચરિત્રનિબંધસંગ્રહો “વાત એક માણસની' (૧૯૮૫) અને છવિ' (૧૯૮૮) પણ એમના નામે છે.
રાણપુરા સવિતા (૨૮-૧૦-૧૯૩૩, ૧૨-૮-૧૯૭૭) : વાર્તાકાર,
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૫૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org