________________
મહેતા વિમલા-મહેતા શિવલાલ ત્રિભુવન
પિતાનું જીવનચરિત્ર છે. પિતા વિશે તેમ જ એ સમયે વિશે પ્રમાણભૂત અને શ્રદ્ધેય સામગ્રી એમાંથી પ્રાપ્ત થાય છે. ‘કોજાગ્ર?” એમનું વચનભંગ, વૈરવૃપ્તિ અને માનવીય સંવેદનાની વિષયસામગ્રીથી યુકત નાટક છે. ગ્રામોદ્ધાર’ એમના વૈચારિક વ્યકિતત્વને પરિચય કરાવે છે.
મહેતા વિમલા : બાળવાર્તાઓનો સંગ્રહ ‘હડતાલ રમકડાંની (૧૯૭૩)નાં કર્તા.
નિ.વા. મહેતા વિષકુમાર અમૃતલાલ (૩૦૩-૧૯૩૩) : નવલકથાકાર, નવલિકાકાર. જન્મ લીંબડીમાં. એમ.એ. સુધીનો અભ્યાસ. સર જશવંતસિંહજી હાઈસ્કૂલ, લીંબડીમાં શિક્ષક.
એમની પાસેથી નવલકથાઓ ‘દાવાનળ' (૧૯૬૦), 'મૃગજળનાં મીન (૧૯૬૯), 'કરું આકાશ' (૧૯૭૭), ‘મૃતિભંગ' (૧૯૮૧) અને ‘મનપિંજરનાં પંખી' (૧૯૮૩) તથા નવલિકાસંગ્રહ ‘નીલમ્માની નાઈટ' (૧૯૭૫) મળ્યાં છે.
નિ.વા. મહેતા વીરબલ હરિસુખરામ : બાળવાર્તાઓના સંગ્રહ ‘પર ધન મિટ્ટી સમાન' (૧૯૧૫), ‘જાદુઈ દી', ‘જાદૂઈ ઘોડો', ‘રત્નગઢના બાળકુમાર’, ‘કેવી કિંમત અને વેદિયા ઢોર’ તથા નિબંધસંગ્રહ ‘ગુજરાતી નિબંધા' (૧૯૦૯)ના કર્તા.
નિ.વા. મહેતા વૃજલાલ છગનલાલ (૨૩-૧૧-૧૯૧૨) : નવલકથાકાર. જન્મ વતન જામનગરમાં. અભ્યાસ બી.એસસી., એલએલબી. જીવન વીમા નિગમમાં ડિવિઝનલ મેનેજર.
‘નંદિની' (૧૯૬૨), ‘એક દીપ જલે અંતરમાં' (૧૯૭૦), ‘વત પદ્મ' (૧૯૭૯), 'પ્રા. ૨જનીશ” (૧૯૮૦) ઇત્યાદિ એમની નવલકથાઓ છે.
જ.ગા. મહેતા શરદચંદ્ર મનુભાઈ : કાવ્યસંગ્રહ ‘સૌદામિની' (૧૯૩૦)ને કર્તા.
નિ.વા. મહેતા શશીવદન : ‘નારાયણી અને બીજા નાટકો' (૧૯૩૨) ના કર્તા.
નિ.વો. મહેતા શંકરલાલ છગનલાલ: પદ્યકૃતિ “લેકદુ:ખદર્શક અનાવૃષ્ટિવાર્ણન - સં. ૧૯૧૫ નું પગળ' (૧૯૦૦) ના કર્તા.
નિ.વા. મહેતા શંકરલાલ જયંતીલાલ : પ્રવાસવર્ણનનું પુસ્તક “હિમાલય તથા કૈલાસની યાત્રા” (પ્રભુદાસ મહારાજ સાથ)ના કર્તા.
નિ.. મહેતા શંભુપ્રસાદ શિવપ્રસાદ (૧૮૭૧,-) : વિવેચક. જન્મસ્થળ
ભાવનગર, ૧૮૯૬ માં બી.એ. એ જ વર્ષથી વઢવાણ હાઈસ્કૂલમાં શિક્ષક. પછી મુંબઈમાં ખાનગી નક્કી.
‘ભવાઈ વિશે વિવેચન’, ‘દેવીચરિત્ર', ‘સિકંદરની સવારી', ‘મારી માનસિક મૂર્તિઓ' વગેરે એમનાં પુસ્તકો છે.
ચં.ટી. મહેતા શારદા સુમન્ત (૨૬-૬-૧૮૯૨, ૧૬-૯-૧૯૭૮): જીવનચરિત્રકાર, આત્મકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક કેળવણી મગનભાઈ કન્યાશાળામાં. માધ્યમિક કેળવણી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેન અંગેની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં. ૧૮૯૭માં મૅટ્રિક. ૧૯૦૧ માં તર્કશાસ્ત્ર અને નૈતિક ફિલસૂફી વિષયો સાથે બી.એ. થનાર ગુજરાતનાં પહેલાં મહિલા ગ્રેજ્યુએટ. ગુજરાતના નાગરિકત્વના વિકાસની અને ગુજરાતના મહિલાજીવનના ઉત્કર્ષની મહત્ત્વની સંસ્થાઓ સાથે સંલગ્ન. ‘ફરેન્સ નાઇટિંગેલનું જીવનચરિત્ર' (૧૯૦૭) ઉપરાંત એમણે ‘જીવને સંભારણાં(૧૯૩૮)માં પોતાનું આત્મચરિત્ર આપ્યું છે. એમાં એમને આંતરિક પરિચય ઓછો છે, પરંતુ એમના જાહેર જીવનને પરિચય વધુ છે. સ્ત્રીશિક્ષણ માટેના એમના પ્રયાસનું એમાં બયાન છે. પુરાણોની બાલધક વાર્તાઓ', બાળકનું ગૃહશિક્ષણ' (૧૯૦૫), 'પ્રાચીન કિશોરકથાઓ' વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. ‘સુધાસુહાસિની' (લેડી વિદ્યાબહેન સાથે, ૧૯૦૭) અને ‘હિંદુસ્તાનના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાન (૧૯૧૧) એમનાં અનુવાદપુસ્તકો છે.
એ.ટી. મહેતા શાંતિલાલ ઓધવજી, ‘શાંતિ આંકડિયાકર' (૧૧-૯-૧૯૨૮) : વાર્તાકાર. જન્મ અમરેલી જિલ્લાના મોટા આંકડિયામાં. ૧૯૪૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૬૩માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે બી.એ. ૧૯૬૬ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. રાજકોટ જિલ્લામાં શિક્ષણાધિકારી.
‘સ્મિતા' (૧૯૫૮) અને ‘વેલપિયાસી' (૧૯૬૪) એમના નવલિકાસંગ્રહો છે. ‘પરીક્ષા' (૧૯૬૦) અને ‘દિલનાં અજવાળાં’ (૧૯૬૧) બાળવાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત શિક્ષણ, પોઢશિક્ષણ અને કિશોરસાહિત્યનાં પણ કેટલાંક પ્રકાશને એમણે આપ્યાં છે.
ચં.ટો. મહેતા શાંતિલાલ કે, ‘સંઘર્ષ', ‘વિલોચન': કાવ્યસંગ્રહ ‘અભિષેક' | (૧૯૬૪) તથા સંપાદિત કાવ્યગ્ર થે ‘ગાંધીવંદના' (૧૯૭૮) અને ‘ગાંધીકાવ્યનવનીત'ના કર્તા.
નિ.વા. મહેતા શાંતિલાલ દીનાનાથ : ચરિત્રલક્ષી કૃતિ ‘સ્વામી રામતીર્થ' (૧૯૪૬)ના કર્તા.
નિ.વા. મહેતા શાંતિશંકર વ. : બ્રહ્મદેશના એક ખડક પર બાંધેલા પેગોડા ‘ચાઈકો’ની કરેલી યાત્રાનું વિગતપ્રધાન વર્ણન આપનું પ્રવાસકાવ્ય ‘ચાઈ યાત્રા' (૧૯૨૬)ના કર્તા.
નિ.વે. મહેતા શિવલાલ ત્રિભુવન : નવલકથા “પિશાચપ્રતિમા' (૧૯૨૪)ના.
૨,૨૬,
કર્તા.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ :૪૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org