________________
મહેતા લાલશંકર હરજીવનદાસ-મહેતા વિનાયક નંદશંકર
ચરિત્રો આપતી પુસ્તિકા છે.
‘જય જવાહર' (૧૯૪૦), “સરદાર અને પંતજી' (૧૯૬૧) વગેરે એમણે બાળકો માટે લખેલાં ચરિત્રો છે. તુલસીનાં પાન' (૧૯૪૦) અને “એનું નામ અપૂર્વ' (૧૯૬૧) એ એમનાં બાળવાર્તાનાં પુસ્તકો છે.
‘૧૫ દિવસને પ્રવાસ' (૧૯૪૦) એમનું પ્રવાસપુસ્તક છે. ‘જીવનમાંગલ્ય’ અને ‘સંસારમાધુરી' (૧૯૬૧) એમનાં પ્રસંગચિત્રોનાં પુસ્તકો છે.
‘પથેરપાંચાલી' (૧૯૪૦), 'માનસરોવર’ (૧૯૫૫), ‘તરુણીસંધ’ (૧૯૫૫) ઇત્યાદિ એમના બંગાળી નવલકથાઓના અનુવાદ છે.
જ.ગા. મહેતા લાલશંકર હરજીવનદાસ : ‘તારણહાર નાટકનાં ગાયને તથા ટૂંકસાર' (૧૯૩૧)ના કર્તા.
નિ.. મહેતા લીલીબહેન છગનલાલ: કથાકૃતિ “વિશાલખા' (૧૯૪૨)નાં
કતો.
નિ.. મહેતા વનલતા એન. : બાળનાટકોના સંગ્રહ ‘સાત નાટિકાઓ' (૧૯૭૭), ‘નવ બાલનાટિકાઓ અને અનૂદિત નાટક ‘મહિની' (૧૯૫૮)નાં કર્તા.
નિ.. મહેતા વર્ષા : પરીકથા “એક હતી રાજકુમારી' (૧૯૬૧)નાં કર્તા.
નિ.. મહેતા વલ્લભજી ભાણજી (૧૮૮૬,-): કવિ. જન્મ મોરબીમાં. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ.
વલ્લભકાવ્ય' (૧૯૮૬) એમને પ્રથમ કાવ્યસંગ્રહ છે. એમના અન્ય કાવ્યસંગ્રહ 'દયસી' (૧૯૧૪), 'વસંતવિલાસિની' (૧૯૨૧), 'ભારતકીર્તન' (૧૯૨૩), “અંતરનાં અમી' (૧૯૨૮), વાદળી' (૧૯૨૮), ‘વિભુની વાટે' (૧૯૨૯), 'કુંજ(૧૯૩૦) વગેરેમાં મુખ્યત્વે કાન્ત, કલાપી અને ન્હાનાલાલની શૈલીની અસર જોવાય છે.
નિ.વો. મહેતા વસુમતી : નાનાં બાળકોને ગાવાં ગમે તેવાં સરળ-સાદાં ગીતે,
જોડકણાં અને ઊખાણાંના સંગ્રહ ‘કાકા કડકડાટ’ (૧૯૬૨), ‘ઝણકાર' (૧૯૬૨) અને ‘રણકાર' (૧૯૬૨)નાં કર્તા.
નિ.. મહેતા વંદના દીપક (૨૨-૫-૧૯૪૨) : સૂચિકાર. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક, માધ્યમિક તેમ જ ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં. ૧૯૬૫માં સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૬૯થી મુંબઈ ઇઝ વીકલી” સાથે સંલગ્ન.
એમની પાસેથી લેખક અને પ્રકાશકને માટે ઉપયોગી થઈ પડે તે સંદર્ભગ્રંથ “જ્ઞાનમંજૂષા' (૧૯૮૧) તેમ જ “કથાસંદર્ભ (અન્ય સાથે, ૧૯૮૫) મળ્યા છે. ‘કલાનું સમાજશાસ્ત્ર’ એમને
અનૂદિત ગ્રંથ છે. આ ઉપરાંત સમાજશાસ્ત્ર વિશે પરિચય આપતી પુસ્તિકા ‘સમાજશાસ્ત્ર શું છે?' પણ એમની પાસેથી મળી છે.
નિ.વા. મહેતા વાડીલાલ ગંભીરલ: નવલકથા લક્ષ્મીવિલાસ'(૧૯૦૧)ના કર્તા.
નિ.વા. મહેતા વાસુદેવ નારાયણલાલ (૨૮-૩-૧૯૧૭) : પ્રવાસલેખક,
અનુવાદક. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૪૦માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. “પ્રભાત', ‘જનતા’, ‘વર્તમાન’, ‘ગુજરાત સમાચાર', ‘જનતંત્ર', 'સંદેશ' ઇત્યાદિ વર્તમાનપત્રોમાં અનુવાદક અને ઉપતંત્રી. ઈન્દુલાલ યાજ્ઞિકના ‘જનતારાજ' સાપ્તાહિકની સંપૂર્ણ જવાબદારી એમને સંપાયેલી. 'જનતંત્ર', ‘જનસત્તા અને લોકસત્તામાં થોડો સમય તંત્રી.
આ પેલું રશિયા' (૧૯૭૬) એ એમનું પોતે રશિયાને પ્રવાસ કર્યો એ પછી લખેલ પુસ્તક છે; તેને પ્રવાસગ્રંથ કહી શકાય, પરંતુ અન્ય પ્રવાસગ્રંથની જેમ અહીં પ્રવાસવર્ણન મુખ્ય નથી. અહીં મુખ્ય લક્ષ્ય છે રશિયામાં ચાલી રહેલા સામાજિક પરિવર્તનને પ્રત્યક્ષદર્શનથી સમજવાનું. એટલે, રશિયામાં સમાજવાદ કેવા અને કેટલે સિદ્ધ થયો એને આલેખ આ ગ્રંથમાં મળે છે. ‘પેલેસ્ટાઇન' (૧૯૪૭) એમની યહુદીઓ અને આરબ વચ્ચેના યુદ્ધની ભૂમિકાને સમજાવતી માહિતીસભર પુસ્તિકા છે.
‘ક્રાઈસ્લરની આત્મકથા' (૧૯૫૩), ‘ફંડ યુનિયન દ્વારા ટાઢી. ક્રાંતિ' (૧૯૫૪), ‘આધુનિક સામ્યવાદને ઉદય' (૧૯૫૭), ‘અમેરિકાની વિદેશનીતિ' (૧૯૬૨), ‘આગેકૂચને અવસર' (૧૯૬૫) વગેરે એમના અનુવાદગ્રંથો છે.
જ.ગા. મહેતા વિઠ્ઠલદાસ ગેકળદાસ : કથાકૃતિ 'સન્યને ભંડાર રત્નસિંહના કર્તા.
નિ.વા. મહેતા વિદ્યાગૌરી : કથાકૃતિ “વીરાંગના નીલાદેવી' (૧૯૮૦) નાં કર્તા.
નિ.વા. મહેતા વિનાયક નંદશંકર (૩-૬-૧૮૮૩, ૨૭-૧-૧૯૪૦) : ચરિત્રલેખક, નાટ્યકાર, વતન માંડવી (કચ્છ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરા અને સુરતમાં. ૧૯૦૨માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કોલેજમાંથી જીવશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૦૩માં ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની કિંઝ કૅલેજમાં જોડાયા. ૧૯૦૬ થી પુન: ભારતમાં આવીને સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અલહાબાદ, લખનૌ અને કાશીમાં સરકારી નોકરી. ૧૯૩૨-૩૫ દરમિયાન કાશ્મીરમાં મહેસૂલપ્રધાન. ૧૯૩૭-૩૮માં બિકાનેરમાં મુખ્યપ્રધાન. અંગ્રેજી, જર્મન, ફારસી, સંસ્કૃત અને ઉર્દૂ ભાષાના જાણકાર, હૃદય બંધ પડવાથી પ્રયાગ ખાતે અવસાન. નંદશંકર જીવનચરિત્ર'૧૯૧૬) એ એમણે લખેલું એમના
૪૬૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org