________________
મહેતા જે. વી.– મહેતા ત્રિભુવનદાસ નારણજી
મહેતા જે. વી.: રહસ્યપૂર્ણ નવલકથા પારાની પૂતળી'ના કર્તા.
મૃ.માં. મહેતા જેકોબહેન મંગળદાસ : ભકિતગીતસંગ્રહ ‘બાળાનાં પદો'(૧૯૭૬)નાં કર્તા.
મૃ.મા. મહેતા જેઠાલાલ હરજીવન : કથા કૃતિઓ રકતપિપાસુ રાજકુમારી
અથવા શુદ્ધ પ્રણય અને ભાષણ બેવફાઈનું દ્વયુદ્ધ' (૧૯૩૮) તથા શત્રુંજયના શયામ અને જોગણીનું ખપ્પરના કર્તા.
મૃ.મા.
મહેતા ઝવેરીલાલ રાંપતરામ: પદ્યકૃતિ ‘ત્રિપુરેશ્વરી સ્તવન (૧૯૪૯)ના કર્તા.
મુ.મા. મહેતા ડાહ્યાભાઈ છોટાલાલ : 'અરસેનરિકા. નાટકનાં ગીત'ના કર્તા.
મૃ.મા. મહેતા ડાહ્યાભાઈ જગજીવનદાસ: વ્યાકરણ શિખવવાની ચાપડી'ના કર્તા.
મૃ.મા. મહેતા ડાહ્યાભાઈ રામચન્દ્ર(૧૮૭૨,-) : નવલકથાકાર, ચરિત્રકાર.
જન્મ ભરૂચમાં. ગુજરાતી-અંગ્રેજીનો અભ્યાસ. ‘દિનમણિ’ છાપખાનામાં નોકરી. પછી ભરૂચના પ્રિન્સ ઑવ વેલ્સ’ પ્રેસમાં, પછી અંકલેશ્વર જિનિંગ ફેકટરીમાં. ૧૯૦૨માં મુંબઈ ગયા. સચિત્ર માસિક ‘ભારતજીવન શરૂ કર્યું.
ચંપકકલિકા' (૧૯૦૫), “અયોધ્યા અને અંગ્રેજ' (૧૯૬૭), ‘પ્રતિવ્રતા બેગમ જીત્યુન્નિસા' (૧૯૦૯), “યોગમાયા સ્વદેશસેવા એ જ સ્વધર્મ' (૧૯૧૮), ‘દેવી અન્નપૂર્ણા' (૧૯૧૧), બ્રહ્મચારિણી' (૧૯૧૪), ‘આનંદમંદિર' (૧૯૧૬), ‘રાજા છત્રસાલ' (૧૯૧૬), ‘સીતાદેવી' (૧૯૨૩), ‘શિવપાર્વતી' (૧૯૩૧) વગેરે એમની નવલકથાઓ છે. આ ઉપરાંત એમણે ‘રામકૃષ્ણ પરમહંસ' (૧૯૧૮), 'શ્રીરામચન્દ્ર દત્ત' (૧૯૨૧), 'ભગવાન બુદ્ધ' (૧૯૨૫) વગેરે ચરિત્રલક્ષી પુસ્તકો પણ આપ્યાં છે.
ચં.ટો. મહેતા ડાહ્યાભાઈ વેણીરામ: ‘બવહારોપયોગી નિબંધસંગ્રહના
બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણયનિરૂપણ' વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી. સી. બી. પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદમાં અને પછી ખોલવડટર્સ કોલેજ, સુરતમાં વ્યાખ્યાતા.
એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘વિયોગે' (૧૯૮૬) અને લઘુનવલ ‘ભસ' (૧૯૮૬) મળ્યાં છે.
મુ.મા. મહેતા તારક જનુભાઈ (૨૬-૧૨-૧૯૨૯) : નાટ્યલેખક, હાસ્યલેખક. જન્મ અમદાવાદમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૫૬ માં ખાલસા કોલેજ, મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૮ માં ભવન્સ કોલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૮-૫૯ માં ગુજરાતી નાટમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી. ૧૯૫૯-૬૦ -માં ‘પ્રજાતંત્ર' દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિક્સ ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી.
એમણે ત્રિઅંકી નાટક 'નવું આકાશ નવી ધરતી' (૧૯૬૪), પ્રહસન 'કોથળામાંથી બિલાડું' (૧૯૬૫), ત્રિઅંકી નાટક 'દુનિયાન ઊંધા ચશ્મા' (૧૯૬૫) ઉપરાંત 'તારક મહેતાનાં આઠ એકાંકીઓ' (૧૯૭૮) અને ‘તારક મહેતાનાં છ એકાંકીઓ' (૧૯૮૩) આપ્યાં છે.
‘તારક મહેતાના ઊંધા ચશમા' (૧૯૮૧), ‘શક હાસ્યાના (૧૯૮૨), ‘તારક મહેતાના ટપુડો' (૧૯૮૨), 'તારક મહેતાના ટપુડાનો તરખાટ' (૧૯૮૪), ‘દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી'ભા. ૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. ‘તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે' (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે.
એમણે “મેઘજી પેથરાજ શાહ: જીવન અને સિદ્ધિ(૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે.
ચં.ટી. મહેતા તારકનાથ : નવલકથા “અંતિમ વિદાય' (૧૯૬૪)ના કર્તા.
મૃ.માં. મહેતા ત્રંબકલાલ: બાળપયોગી ચરિત્રકૃતિ ‘જયોર્જ વોશીંગટન” (૧૯૫૯)ના કર્તા.
મૃ.મા. મહેતા ત્રિભુવનદાસ અમથાલાલ: વતને કપડવંજ. માડાસા મુનિસિપાલિટીના સેક્રેટરી. એમની પાસેથી પદ્યકૃતિ વૃદ્ધની વિનંતીના કાગળ મળી છે.
મૃ.માં. મહેતા ત્રિભુવનદાસ નારણજી : “સાનંદના ઢગલા અને વાંઢાનાં વલખાં' (૧૯૧૮), “હિંદુ હોટેલ પુરાણ' (૧૯૧૧), ‘હિંદુ નાટક પુરાણ' (૧૯૧૧), ‘હિંદુ હિલોલા પુરાણ' (૧૯૧૧), “શંખણીના દુ:ખનો ચિતાર (૧૯૨૨) વગેરે પદ્યકૃતિઓ અને ‘રામાની રામાયણ અને પરણેલાનો પસ્તાવો' (૧૯૧૩), 'કુબુદ્ધિને કેર” (૧૯૧૩) જેવી હાસ્યમિશ્રિત ગદ્યકૃતિઓના કર્તા.
મુ.મા.
કત.
મૃ.માં. મહેતા ડી. એન.: ‘શહનશાહ - જયોર્જ પાંચમા' (૧૯૧૨) નામક ચરિત્રકૃતિના કર્તા.
મૃ.માં. મહેતા તરલા: બાળનાટયકૃતિ “અલકાની અદ્ભુત નગરી' (૧૯૭૪)નાં કર્તા.
મૃ.માં મહેતા તરુલતા દીપકભાઈ (૨૧-૬-૧૯૪૨) : વાર્તાકાર, વિવેચક.
જન્મ અમદાવાદમાં. ૧૯૬૩માં નડિયાદથી ગુજરાતી વિષય સાથે
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org