________________
મહીજી હીરાલાલ-મહેતા ઈશ્વરલાલ કરુણાશંકર
મહીજી હીરાલાલ: ઈસુકથા “ખોવાયેલું ઘેટુંના કર્તા.
મહુવાકર : જુઓ, દોશી ફૂલચંદ હરિચંદ. મહેક ટંકારવી: જુઓ, મેન્ક યાકુબ ઉમરજી. મહેતા અનંત સી. : સાત નવલિકાઓને સંગ્રહ હૈયાને કાદવ (૧૯૫૩)ના કર્તા.
રર.દ.
એલએલ.બી. ઇન્કમટેકસ એપેલિટ ટ્રિબ્યુનલના સભ્ય.
એમની પાસેથી પરંપરાગત માળખાની નવલકથાઓ ‘સિધુસ્વામિની' (૧૯૭૫) અને ‘રોશનીનું નૂર’ મળી છે.
મૃ.મા. મહેતા અંજની સુરેન્દ્રભાઈ (૧૬-૧૦-૧૯૪૦): વિવેચક. જન્મ
અમદાવાદમાં. ૧૯૬૨માં બી.એ. ૧૯૬૪માં એમ.એ. બી. ડી. આર્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક.
એમણે લઘુપ્રબંધ 'હરીન્દ્ર દવેની સાહિત્યસિદ્ધિ' (૧૯૮૨) આપ્યો છે.
એ.ટી. મહેતા અંબાબાઈ : અલગ અલગ રાગ પર આધારિત ૧૧૪ પદોને સંગ્રહ ‘શ્રી બાલાકૃત માધવમાળા' (૧૯૧૩)નાં કર્તા.
૨.૨.દ. મહેતા અંબાલાલ ગિરધરલાલ : કનકસેન-પાવતી નાટક' (૧૯૯૭)
મહેતા અનુપ્રસાદ શંકરલાલ: પદ્યકૃતિ “સટ્ટામાં ગીરો મૂકાયેલી ૌરી' (૧૯૩૫)ના કર્તા.
મૃ.મા.
*
*
મહેતા અમૃતલાલ અનેપરામ, “અફલાતૂન’: કવિ. તત્કાલીન સમાજની રૂઢિને અનુસરીને કરેલી પારંપરિક પદ્યરચનાઓના એમના કુલ સાત સંગ્રહો છે; એમાં સાતમાં મહારાજા એડવડના મૃત્યુ નિમિત્તે સોરઠા, સવૈયા અને હરિગીત જેવાં વૃત્તોમાં લખાયેલી કૃતિ મહારાજા સક્ષમ ઍડવર્ડને મરણશોક' (૧૯૬૦), તત્કાલીન સમાજનાં દૂષણને પદ્યમાં રજૂ કરતી પુસ્તિકા “કલજુગની કળા (૧૯૧૧), ડાકોરમાં થયેલા યજ્ઞમહોત્સવનું વર્ણન કરતે પદ્યગ્રંથ ‘ડાકોર શતમુખયજ્ઞ મહોત્સવ' (૧૯૧૧), મહારાજાશ્રી નટવરસિંહજી ઝાદની રાજગાદીએ બેઠા તે વેળાએ રચેલાં પદ્યોનો ગ્રંથ “શ્રી નટવરસિંહજીને દત્તવિધાન મહોત્સવ' (૧૯૧૧), નર્મદાસ્તુતિનાં પડ્યો નર્મદાસ્તુતિ' (૧૯૧૩) તેમ જ 'ફરોહસિંહવિરહને સમાવેશ થાય છે.
કૌ.બ્ર. મહેતા અમૃતલાલ ખુશાલદાસ : સામાજિક નવલકથા ‘રસિકચંદ્ર'ભા. ૧-૨ (૧૯૧૪)ના કર્તા.
મૃ.માં. મહેતા અમૃતલાલ ગોકલદાસ: નવલકથા ‘ગાંધર્વલગ્ન' (૧૯૨૯). તેમ જ આધ્યાત્મિક પુસ્તકો ‘શકિતજયોત' (૧૯૬૯), “આત્મજયોત' (૧૯૭૧) અને ‘પરમજયોત' (૧૯૭૯)ના કર્તા.
મૃ.મા. મહેતા અમૃતલાલ છગનલાલ: બાળગીતની પુસ્તિકા ‘ચંઝરિયાં'ભા. ૧(૧૯૪૯)ના કર્તા.
મૃ.મા. મહેતા અરદેશર નસરવાનજી : તત્કાલીન સમાજમાં જલસાઓ તેમ જ બેઠકોમાં ગવાતી કલગી સ્વરૂપની રચનાઓનો સંગ્રહ ‘સુબોધ કલગી ગાયન સંગ્રહ’: ૧-૨ (૧૯૮૩) તેમ જ પારસી રમૂજી ચોપડી “હંમેશને સાથી અથવા વાકયાવળી'(૧૮૯૩)ના કર્તા.
કૌ.બ્ર. મહેતા અર્થમનબહેન : બાળવાર્તા ‘વસંત' (૧૯૩૧)નાં કર્તા.
મૃ.માં. મહેતા અવિનાશ યશશ્ચંદ્ર(૧૯-૧૦-૧૯૨૧): નવલકથાકાર. જન્મ પેટલાદમાં. અર્થશાસ્ત્ર અને ઇતિહાસ વિષયોમાં અનુસ્નાતક.
મૃ.માં. મહેતા અંબાલાલ માણેકલાલ, અંબુજ': પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ કાવ્યકલિકા' (‘ભમર’ સાથે, ૧૯૧૦) ના કર્તા.
નિ.વા. મહેતા આર. પી. : પદ્યકૃતિ “આપઘાત' (૧૯૧૩) ના કર્તા.
મૃ.મા. મહેતા ઇન્દુમતી : કાવ્યસંગ્રહ 'સંજીવની' (૧૯૭૬) અને અનુવાદપુસ્તક ‘કલાસૃષ્ટિ' (૧૯૩૮)નાં કર્તા.
મૃ.મા. મહેતા ઇલા આરબ, આચાર્ય ઇલા ગુણવંતરાય (૧૬-૬-૧૯૩૮) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. ૧૯૫૮માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૦માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૦થી ૧૯૬૭ સુધી રુઈયા કોલેજ અને ૧૯૭૦થી અદ્યપર્યત સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપન. ‘ત્રિકોણની ત્રણરેખાઓ' (૧૯૬૬), થીજેલો આકારે (૧૯૭૮), રાધા' (૧૯૭૨), ‘એક હતા દિવાનબહાદૂર' (૧૯૭૬), “આવતી કાલને સૂરજ' (૧૯૭૯) વગેરે એમની નવલકથાઓ છે. એમની
અને મૃત્યુ'(૧૯૮૨) નવલકથામાં કેટલીક મુખરતા છે, છતાં વિષયવસ્તુ અને નિરૂપણની તાજગી છે.
આ ઉપરાંત “એક સીગરેટ એક ધૂપસળી' (૧૯૮૧) નામક વાર્તાસંગ્રહ પણ એમણે આપ્યો છે.
ચંટો. મહેતા ઈશ્વરલાલ કરુણાશંકર, “આનંદ મહતા' (૨૮-૯-૧૯૫૦, ૨૪-૨-૧૯૮૦) : કવિ, વિવેચક. જન્મ ધારી (જિ. અમરેલી)માં. ૧૯૭૨માં બી.એ. ૧૯૭૪માં એમ.એ. ૧૯૭૬ માં બી.એડ. રાજકોટમાં શિક્ષક. કાવ્યસંગ્રહ ‘આ અથવા ઈ” (મરણોત્તર, ૧૯૮૧) એમના નામે
મૂ.માં.
૪૪૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org